SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૫ | ગાથા-૮-૯ ૨૨૭ કહેવાનો અવકાશ આણપામતા, જે અલ્પસ્યો=થોડોક, ગુણ ભાષણ કરે છે, તે પણ= અલ્પગુણની પ્રશંસા પણ, તે અજ્ઞાની સાધુને અવગુણરૂપ થઈને પરિણમન પામે છે. જેણે કઠોર આચરણાવાળા જે સાધુએ, માયાશલ્યરૂપ આત્મપરિણામ રાખ્યો છે=ગુણપ્રિય જીવો આગળ પોતાનું સારું દેખાય એ રૂપ માયાશલ્યરૂપ પોતાનો પરિણામ રાખ્યો છે, તે પ્રાણીને (તે પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે, તેમ અવય છે.) ૧૫/૮ ભાવાર્થ : જે સાધુઓ આત્મકલ્યાણના અર્થી છે તેથી સંયમ ગ્રહણ કર્યું હોવા છતાં પોતાની અલ્પ મતિ માટે ઉત્કર્ષયુક્ત મતિ તરીકેના બોધવાળા છે, તેથી પોતાની મતિઅનુસાર બાહ્યક્રિયાના ઉત્કર્ષથી પોતે ઉત્કર્ષવાળા છે તેમ તેઓ માને છે અને જ્ઞાનવંત ગીતાર્થોની સંવેગપૂર્વકની દેશના તથા સંવેગપૂર્ણ આચરણાઓના મર્મને જાણી શકતા નથી, તેથી જ્ઞાનવંત ગીતાર્થના લવ જેટલા અવગુણ હોય તેને લોકો આગળ દેખાડે છે. આમ છતાં ગુણપ્રિય અન્ય સાધુઓ કે શ્રાવકો હોય, તેઓની આગળ જો પોતે જ્ઞાનવંત પુરુષોના ગુણો બોલે નહીં તો પોતે અનાદરપાત્ર બનતો હોય તેથી પોતાની બાહ્ય આચરણાઓથી આદરપાત્ર થવાના અર્થી એવા તેઓ ગુણપ્રિય વ્યક્તિ આગળ ગુણવાનના ગુણો કહ્યા વગર ચાલે તેમ નથી તેથી તેઓના થોડાક જ્ઞાનાદિ ગુણોની પ્રશંસા કરે છે, તો પણ તેને હૈયામાં તો તે જ્ઞાની ગીતાર્થો અલ્પમતિવાળા અને કઠોર આચારણા કરનારા પોતાના જેવી ક્રિયા કરનારા નહીં હોવાથી ગુણરહિત જ જણાય છે. તેથી ગુણપ્રિય લોકો આગળ પોતાનો માયાશલ્ય પરિણામ રાખીને જે ગુણવાનના ગુણોની પ્રશંસા કરે છે, તે પ્રશંસા પણ કષાયના પરિણામથી સંવલિત હોવાને કારણે અવગુણરૂપે પરિણમન પામે છે અર્થાતુ પોતાની કઠોર આચરણા તો અવગુણરૂપે પરિણમન પામે છે; પરંતુ ગુણવાનના ગુણોની પ્રશંસા પણ અવગુણરૂપે પરિણમન પામે છે. માટે અજ્ઞાની જીવો સંસારથી તરવા અસમર્થ છે તેમ ભાવન કરવું. ૧૫/૮ અવતરણિકા - ગાથા-૩થી ૮ સુધી જ્ઞાનવગરના સાધુ કેવા છે? તેનું સ્વરૂપ બતાવ્યું. હવે તેવા સાધુનો પરિહાર કરવો જોઈએ, એ પ્રકારે ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : જ્ઞાનરહિત જેહ એહવા, જિનશાસન ધન ચોરાઈ રે; તેહ શિથિલપરિ પરિહરુ, છાવારનઈ જોઈ રે. શ્રી જિન II૧૫/લા ગાથાર્થ - - જેઓ જ્ઞાનરહિત એવા છે પૂર્વમાં વર્ણન કર્યું એવા છે, તેઓ જિનશાસનના ધનને ચોરે છે. તેવી શિથિલતાને હું 'છાયા'ના જોરથી અજીરાના વચનનોખળથી, પરિહરું છું. I૧૫) II *,
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy