SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | પ્રાસ્તાવિક આત્મકલ્યાણકારી વાણીને સંસારસાગરમાં અથડાતા, ભટકતા મુજ જેવા જીવ સુધી પહોંચાડનાર એવા શ્રી અરિહંત પરમાત્માથી શરૂ કરીને શ્રી ગણધર ભગવંતો, પૂર્વાચાર્યશ્રીઓ, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ય, ઉપકારી ગુરુભગવંતો, પં શ્રી પ્રવીણભાઈ મોતા, પં.શ્રી જિતેન્દ્રભાઈ શાહ, વડીલો, કુટુંબીજનો અને વિશેષરૂપે મારા પતિ શ્રી હેમંતભાઈ એ સર્વનો ઉપકાર પ્રસ્તુત પળે સ્મરણ કરીને સર્વને પ્રણામ કરું છું. તત્ત્વજિજ્ઞાસુ સાધકો પણ પ્રસ્તુત ગ્રંથના વાંચન, શ્રવણ, મનન, ચિંતન દ્વારા ગુણશ્રેણીની પ્રાપ્તિને અનુકૂળ આત્મપરિણતિ દ્વારા ક્રમે કરીને મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી શકે એ જ અભ્યર્થના સહ. છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પારૂલ હેમંતભાઈ પરીખ વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૧, તા. ૧૭-૧-૨૦૧૩, ગુરુવાર ૨૧, તેજપાળ સોસાયટી, ફતેહનગર બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોનઃ ૯૪ર૭૮૦૩૨પ ધા
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy