SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪ | ગાથા-૧૦ ૧૮૩ ગાથા : જિમ આકૃતિ ધર્માદિની, વ્યંજન જઈ શુદ્ધ; લોક દ્રવ્ય સંયોગથી, સિમ જાણિ અશુદ્ધ. શ્રી જિન II૧૪/૧ના ગાથાર્થ : જિમ ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધભંજન છે શુદ્ધ દ્રવ્યનો વ્યંજનપર્યાય છે, તેમ=જેમ શુદ્ધદ્રવ્યભંજનપર્યાય માવ્યો તેમ, લોકદ્રવ્યના સંયોગથી=લોકદ્રવ્યવર્તી અન્ય દ્રવ્યોના સંયોગથી, અશુદ્ધ જાણીએ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય જાણવો. ll૧૪/૧oll ટબો : જિમ ધર્માસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશમાન સંસ્થાનસ્તા(તથા) શુદ્ધદ્રવ્યભંજનપર્યાય કહિઈ, પરનિરપેક્ષપણા માટઈ, તિમ-લોકવર્તિ દ્રવ્ય સંગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપથ પણિ તેહનો પરાપેક્ષપણઈ કહતાં અનેકાંત વિરોધ નથી. II૧૪/૧૦થી ટબાર્થ - જેમ ધમસ્તિકાયાદિકની આકૃતિ લોકાકાશપ્રમાણ સંસ્થાનતયા=સંસ્થાનપણાથી, શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય. કેમ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય ? તેથી કહે છે – પરનિરપેક્ષપણું છે માટે (શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કહેવાય.) તેમ લોકવર્તી દ્રવ્યના સંયોગરૂપ=અન્ય દ્રવ્યના સંયોગરૂપ, અશુદ્ધવ્યવ્યંજનપર્યાય પણ તેનો=ધર્માસ્તિકાયાદિનો, પરની અપેક્ષાપણાથી કહેતાં અનેકાંતનો વિરોધ નથી. II૧૪/૧૦|| ભાવાર્થ : દ્રવ્યનો જે ત્રણ કાળને સ્પર્શનારો પર્યાય છે તે વ્યંજનપર્યાય છે તે નિયમ અનુસાર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની આકૃતિ જે લોકાકાશપ્રમાણ સંસ્થાનવાળી છે, તે સદા તે સ્વરૂપે જ રહે છે. તેથી ધર્માસ્તિકાયાદિ શુદ્ધદ્રવ્યનું લોકાકાશપ્રમાણવાળું જે સંસ્થાન છે તે શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય છે, કેમ કે શુદ્ધદ્રવ્ય એવા ધર્માસ્તિકાયાદિને વ્યક્ત કરનાર એવો પર્યાય તેની આકૃતિ છે. ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય કેમ છે ? તેથી કહે છે – બીજા દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની આકૃતિ નથી, તેથી પરનિરપેક્ષપણું હોવાથી ધર્માસ્તિકાયાદિની આકૃતિ શુદ્ધદ્રવ્યનો વ્યંજનપર્યાય છે. વળી, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યને લોકવર્તી અન્ય દ્રવ્યોનો સંયોગ છે અને તે સંયોગરૂપ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય પણ સ્વીકારવો જોઈએ; કેમ કે બીજા દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિને તેવી અવસ્થાની પ્રાપ્તિ થાય છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy