SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | સંકલના ત્યારબાદ ઢાળ-૧૨માં દિગંબરો ૧૦ વિશેષ સ્વભાવો કઈ રીતે માને છે ? તેની વિસ્તારથી ચર્ચા કરેલ છે. વળી આ ૨૧ સ્વભાવોનો નયપ્રમાણ દ્વારા બોધ ક૨વાથી વિસ્તારરુચિ જ્ઞાન થાય છે તેમ ઢાળ-૧૨ની અંતિમ ગાથા-૧૪માં બતાવીને પોતાને પણ તે સ્વભાવો સંમત છે તેમ ગ્રંથકારશ્રીએ સ્થાપન કરેલ છે. ર વળી, ઢાળ-૧૩માં દ્રવ્યગુણપર્યાયની વિચારણા અંતર્ગત જે ૨૧ સ્વભાવોનું વર્ણન છે તેનો નયથી બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પ્રયત્ન કરેલ છે જેથી કઈ કઈ નયદૃષ્ટિથી કયા સ્વભાવનો સ્વીકાર થાય છે ? તેનો પારમાર્થિક બોધ થાય છે અને ઢાળ-૧૩ની ગાથા-૧૭માં દ્રવ્ય, ગુણ, પર્યાયથી સ્વભાવ પૃથક્ નથી પરંતુ ગુણ, પર્યાયમાં જ અંતર્ભાવ પામે છે તેની સ્પષ્ટતા ઉત્તરાધ્યયનની સાક્ષીથી ગ્રંથકારશ્રીએ કરેલ છે તેથી દ્રવ્ય, ગુણ, પર્યાયથી પૃથક્ સ્વભાવ સ્વીકારવાથી જિનશાસનની પ્રક્રિયાનો કઈ રીતે ભંગ થાય છે ? તેની સ્પષ્ટતા પણ ગ્રંથકારશ્રીએ કરેલ છે તેથી દિગંબરોએ સ્વીકારેલા ૨૧ સ્વભાવોને યથાયોગ્ય દ્રવ્ય, ગુણ, પર્યાયમાં જ અંતર્ભાવ કરવા ઉચિત છે. વળી, ઢાળ-૧૪માં પર્યાયના ભેદો વ્યંજનપર્યાય અને અર્થપર્યાય સ્વરૂપ છે, જેની વિચારણા ‘સમ્મતિ’ ગ્રંથ અનુસાર કઈ રીતે સંગત છે ? તેની વિસ્તારથી ચર્ચા ઢાળ-૧૪માં કરેલ છે. વળી, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણવ્યંજનપર્યાય દિગંબરો સ્વીકારે છે પરંતુ કેવલીમાં અર્થપર્યાય નથી તેમ સ્વીકારે છે જે ઉચિત નથી તેમ ગ્રંથકારશ્રીએ ઢાળ-૧૪ની ગાથા-૭માં યુક્તિથી સ્થાપન કરેલ છે. વળી, શુદ્ધ દ્રવ્યવ્યંજનપર્યાય અને અર્થપર્યાયવિષયક દિગંબર મત અને સ્વમતમાં ક્યાં ક્યાં ભેદ પડે છે ? અને દિગંબરનું તે વચન આગમની સાક્ષીથી કઈ રીતે અસંગત છે ? તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત ઢાળમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. વળી, દિગંબર ગુણના વિકારોને ગુણના પર્યાય માને છે અને દ્રવ્યના વિકારોને દ્રવ્યના પર્યાય માને છે તે વચન કઈ રીતે યુક્ત નથી તેની વિચારણા પણ પ્રસ્તુત ઢાળમાં કરેલ છે. આ રીતે ઢાળ-૧૪ સુધી દ્રવ્ય, ગુણ, પર્યાયનું વિસ્તૃત સ્વરૂપ સર્વજ્ઞના વચનાનુસાર જે આગમો છે અને પૂર્વાચાર્યોના જે સત્શાસ્ત્રો છે તેને અનુસાર ગ્રંથકારશ્રીએ બતાવેલ છે અને તે સર્વ કથન દ્વારા કઈ રીતે આત્મહિત સાધવું જોઈએ ? તેને બતાવવા અર્થે ઢાળ-૧૪ને અંતે દુહાઓ આપેલ છે જેનાથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો બોધ કઈ રીતે સંસારસાગરથી તરવામાં ઉપકારક છે ? તેનો મર્મસ્પર્શી બોધ થાય છે. મોક્ષમાર્ગ એ જ્ઞાનપૂર્વકની ચારિત્રની આચરણા છે અને તે જ્ઞાન માત્ર ચારિત્રના આચારને બતાવના૨ હોય તેટલું જ આવશ્યક છે તેવો કોઈકને ભ્રમ થાય તો “દ્રવ્ય, ગુણ, પર્યાયનું જ્ઞાન ચારિત્રને ઉપકારક નથી તેમ ભાષે માટે તે જ્ઞાન માત્ર વસ્તુના બોધ સ્વરૂપ છે, ચારિત્રની વૃદ્ધિનું અંગ નથી” તેવા ભ્રમના નિવારણ અર્થે દ્રવ્યગુણપર્યાયનું જ્ઞાન પણ ચારિત્રમાં કઈ રીતે ઉપકારક છે ? અને તેના
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy