SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ દ્રવ્યગુચનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩| ગાથા-૩-૪ દ્રવ્યાર્થિકતય પ્રવર્તે છે. રેશાન્ત ચાન્દ્ર (નવા પ્રવર્તત =અને દેશાવયમાં અન્વયગ્રાહકનય પ્રવર્તે છે અર્થાત્ એક દેશમાં વર્તતા અનેક સ્વભાવો વચ્ચે અવયને ગ્રહણ કરનારો દ્રવ્યાર્થિકનય પ્રવર્તે છે. II૧૩/૩ ભાવાર્થ - વસ્તુને જોતી વખતે તે વસ્તુમાં વર્તતા સહભાવી ધર્મોના ભેદની કલ્પનાથી નિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી વસ્તુને જોવામાં આવે ત્યારે દ્રવ્યમાં એકસ્વભાવની પ્રાપ્તિ થાય છે. જેમ ઘટમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સહભાવી ધર્મો વિદ્યમાન છે, તેનો આધાર ઘટ છે, તે વખતે ઘટમાં વર્તતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ ભાવોના ભેદની કલ્પનાથી નિરપેક્ષ તે સર્વ ભાવોના આધારરૂપ ઘટને જોવા માટે પ્રવર્તતી શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી તેમાં આધારવરૂપ એકસ્વભાવની પ્રાપ્તિ થાય છે. અહીં ‘શુદ્ધદ્રવ્યાર્થિકનય એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે, ઘટમાં વર્તતા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિને જોનારી દૃષ્ટિ શુદ્ધ નથી; પરંતુ પર્યાયથી આક્રાંત હોવાને કારણે અશુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે, જ્યારે ઘટમાં આધારવરૂપ એક ધર્મને જોનારી દૃષ્ટિ શુદ્ધદ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે. વળી, દ્રવ્યમાં અન્વય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી અનેક સ્વભાવની પ્રાપ્તિ છે. જેમ, માટી પડેલી હોય તે વખતે તે માટીમાંથી જે જે કાર્યો થઈ શકે તેની પ્રતીતિ થતી હોય, તે સર્વ સ્વભાવ તે માટીમાં છે અને આ સર્વ સ્વભાવમાં એકઅન્વયે એવું માટી દ્રવ્ય છે. તેથી અનેક સ્વભાવમાં અન્વયને પામતાં એવા માટીરૂપ દ્રવ્યને જોનારી નયની દૃષ્ટિથી માટીમાં સ્થાસ, કોશ, કુશૂલ આદિ અનેકરૂપે થવાના સ્વભાવની પ્રતીતિ થાય છે, માટે અન્વય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યમાં અનેક સ્વભાવ વર્તે છે. અહીં “અન્વયદ્રવ્યાર્થિકનય” કહેવાથી કોઈને જિજ્ઞાસા જાગે કે દ્રવ્યમાં વર્તતો કાળનો પણ અન્વય છે અને દેશનો પણ અન્વય છે, તેથી પ્રસ્તુતમાં કયો અન્વય ગ્રહણ કરવાનો છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – કાળ અન્વયમાં સત્તાનું ગ્રહણ થાય છે. જેમ દ્રવ્ય ત્રણે કાળમાં વર્તે છે એ દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે દ્રવ્યની ત્રણે કાળમાં સત્તા છે તેવો બોધ થાય છે અને દેશના અન્વયમાં એક દ્રવ્યમાં વર્તતા અનેક સ્વભાવ વચ્ચે વર્તમાનમાં એક દ્રવ્ય અનુગત છે તેવી પ્રતીતિ થાય છે. તેથી માટીરૂપ એક વસ્તુમાં વર્તમાનમાં જ તેમાં અનેકરૂપે થવાનો સ્વભાવ છે, તે સર્વ સ્વભાવ વચ્ચે અનુગત એવું માટી દ્રવ્ય છે તેની પ્રતીતિ થાય છે. તેથી દેશઅન્વયગ્રાહક દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યમાં અનેક સ્વભાવની પ્રતીતિ થાય છે. II૧૩/aI અવતરણિકા - હવે ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ કયા નયથી છે? તે બતાવે છે – ગાથા - સદભૂતવ્યવહારથી રે, ગુણગુણ્યાદિક ભેદ; ભેદ કલ્પના રહિતથી રે, જાણો તાસ અભેદો રે. ચતુo ll૧૩/જના
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy