SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૨ / ગાથા-૧૧, ૧૨-૧૩ હોવાથી એક ક્ષેત્રમાં રહેલા પુદ્ગલદ્રવ્યને ગ્રહણ કરીને સિદ્ધના જીવોમાં મૂર્તિપણાનો કે અચેતનપણાનો વ્યવહાર થતો નથી. ૧૨/૧૧ના અવતરણિકા : પ્રસ્તુત ઢાળમાં દસ વિશેષ સ્વભાવો બતાવ્યા અને પૂર્વની ઢાળમાં અગિયાર સામાન્ય સ્વભાવ બતાવ્યા. હવે તે સર્વનું છએ દ્રવ્યોમાં થોજન કરવા માટે બે ગાથાથી તેનો ફલિતાર્થ બતાવે છે – ગાથા :- , જી હો દસઈ વિશેષ સ્વભાવ એ, લાલા સબ ઈકવીસ સંભાલિ; જી હો સવિહું પુદ્ગલ-જીવનઈ, લાલા પન્નર ભેદ છૐ કાલિ. ચતુo ll૧૨/૧રી ગાથાર્થ : એ દસ વિશેષસ્વભાવ છે. સબ=બધા, ઈકવીસ સંભાલિકએકવીસ સ્વભાવ જાણીએ. સવિહું=સર્વ, પુદગલને અને જીવને છે. પંદર ભેદ=સ્વભાવ, કાળને છે. II૧૨/૧૨ા. રબો - એ દસઈ વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટ6. એ મળે પૂર્વોક્ત ૧૧. સામાન્ય સ્વભાવ ભલિઈ, તિવારઈ સર્વ મિલીનઈં એકવીસ સ્વભાવ થાઈ. પુદગલ-જીવનશૈ એ ૨૧. સ્વભાવ હોઈ. તથા કાલદ્રવ્યનઈં વિષઈં ૧૫ સ્વભાવ હોઈ, ૨૧ માંહિથી ૬ કાઢિૐ તિવારÚ. ll૧૨/૧૨ ટબાર્થ: એ દસ=પ્રસ્તુત ઢાળમાં બતાવ્યા એ દસ, વિશેષ સ્વભાવ છે. કેમ વિશેષસ્વભાવ છે ? તે બતાવવા અર્થે કહે છે – નિયતદ્રવ્યવૃત્તિ છે માટે વિશેષ સ્વભાવ છે=સર્વ દ્રવ્યોમાં વૃત્તિ નથી પરંતુ કેટલાંક નિયત દ્રવ્યોમાં માત્ર વૃત્તિ છે માટે વિશેષ સ્વભાવ છે. એ મધ્ય=દસ વિશેષસ્વભાવ મળે, પૂર્વોક્ત ૧૧=પૂર્વની ઢાળમાં કહેલાં ૧૧, સામાન્ય સ્વભાવ ભેલિઈ ભેળવીએ, તિવારઈ=ત્યારે, સર્વ મિલીનઈં=સર્વ મળીને, એકવીસ સ્વભાવ થાય. પુગલને અને જીવને તે એકવીસ સ્વભાવ હોય છે. કાલદ્રવ્યને વિષે પંદર સ્વભાવ હોય છે. કઈ રીતે પંદર સ્વભાવ હોય છે ? તેથી કહે છે – એકવીસમાંથી છ કાઢીએ તે વખતે પંદર સ્વભાવ થાય. II૧૨/૧રા ગાથા-૧૨ અને ગાથા-૧૩નો ભાવાર્થ એકસાથે લીધેલ છે.
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy