SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ / ગાથા-૩-૪. ૧૦૯ જો સંસારી જીવોમાં કથંચિતુ મૂર્તસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો સંસારી જીવોનો આત્મા શરીરાદિ સાથે સંબંધવાળો નથી એમ માનવું પડે અર્થાત્ ઔદારિક આદિ શરીર સાથે સંબંધવાળો નથી, કાર્મણશરીર સાથે સંબંધવાળો નથી અને તેજસશરીર સાથે સંબંધવાળો નથી તેમ માનવું પડે. જો આમ માનીએ તો સંસારી જીવ દારિક આદિ શરીરનો ત્યાગ કરીને જે ગત્યન્તરમાં સંક્રમણ પામે છે તે પણ પામી શકે નહીં; કેમ કે ગત્યન્તરમાં સંક્રમણનું કારણ જે કાર્યણશરીર છે તેની સાથે સંબંધ નહીં હોવાથી તે જીવ ગત્યન્તરમાં સંક્રમણ પામે નહીં અને તેમ સ્વીકારીએ તો ચારગતિના પરિભ્રમણરૂપ જે સંસાર દેખાય છે તેનો અભાવ પ્રાપ્ત થાય. માટે દેખાતા સંસારના સભાવના બળથી માનવું જોઈએ કે સંસારી જીવમાં કથંચિત્ મૂર્તસ્વભાવ છે. I/૧૨/૩ અવતરણિકા - સંસારી જીવમાં મૂર્તસ્વભાવની સિદ્ધિ કર્યા પછી અમૂર્તસ્વભાવ પણ છે, તે બતાવવા અર્થે કહે છે – ગાથા : જી હો અમૂર્તતા વિણ સર્વથા, લાલા મોક્ષ ઘઈ નહીં તાસ; - જી હો એક પ્રદેશ સ્વભાવતા, લાલા અખંડ બંધ નિવાસ. ચતુ II૧૨/૪ ગાથાર્થ - . સર્વથા અમૂર્તતા વગર=સંસારી જીવમાં સર્વથા અમૂર્તતા વગર, તાસ તેને, મોક્ષ ઘટે નહીં. એકપ્રદેશ સ્વભાવતા=સંસારી જીવમાં એકપ્રદેશ સ્વભાવતા, એ અખંડ બંધ નિવાસ છે=અખંડ બંધનું ભાજનપણું છે. II૧૨/૪ો. ટબો :- . અનઈ જો લોકદષ્ટવ્યવહારઈ મૂર્ત સ્વભાવ જ આત્માનઈ માનિઈ, તો મૂર્તિ, તે હેતુસહસઈ પણિ અમૂર્ત ન હોઈ, તિવારÒ મોક્ષ ન ઘટઈં. તે માટÒ, મૂર્તત્વસંવલિત જીવનઈં પણિ અંતરંગ અમૂર્તસ્વભાવ માન. એકપ્રદેશ સ્વભાવ તે, તે કહિઈ, જે એકત્વપરિણતિ અખંડાકાર બંધ કo સન્નિવેશ, તેહર્તા નિવાસ=ભાજનપણું. ૧૨/જા ટબાઈ - અને જો લોકદષ્ટિના વ્યવહારથી આત્માને મૂર્તસ્વભાવ જ માનીએ=એકાંત મૂર્તસ્વભાવ જ માનીએ, તો મૂર્ત એવો તે આત્મા હજારો હેતુથી પણ અમૂર્ત થાય નહીં. તિવારઈ તેથી, મોક્ષ ઘટે નહીં=સંસારી જીવતો ક્યારેય મોક્ષ થાય નહીં. તે માટે સંસારી જીવ મુક્ત થાય છે તેની સંગતિ માટે,
SR No.022386
Book TitleDravya Gun Paryayno Ras Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy