________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૨ | ગાથા-૨
ભાવાર્થ:
સંસારી જીવમાં ચેતનતા સ્વભાવ છે માટે સંસારી જીવ કર્મ બાંધે છે એમ ગાથા-૧માં સ્થાપન કર્યું. તેથી કોઈને ભ્રમ થાય કે, સંસારી જીવનો માત્ર ચેતન સ્વભાવ જ છે, અચેતન સ્વભાવ નથી. તે ભ્રમને દૂર ક૨વા અર્થે કહે છે
૧૦૬
જો સંસારી જીવમાં સર્વથા ચેતન સ્વભાવ કહીએ અને અચેતન સ્વભાવ નથી એમ કહીએ તો, આત્મા સાથે કથંચિત્ એકમેક થયેલાં અનેકવિધ કર્મોના ઉપશ્લેષને કારણે ચેતના રાગાદિ વિકારવાળી થાય છે તે વિકારવાળી સંભવે નહીં; કેમ કે જેમ સિદ્ધના જીવો પૂર્ણ ચેતન સ્વભાવવાળા છે તેથી તેમના આત્મામાં કર્મદ્રવ્યના ઉપશ્લેષથી જનિત ચેતનાનો વિકાર થતો નથી તેમ સંસારી જીવોમાં પણ વિકારો થવા જોઈએ નહીં અર્થાત્ જેમ હોવાથી સિદ્ધના જીવો સર્વથા ચેતનસ્વભાવવાળા તેમનામાં અચેતનતાના વિકારને પામનારી ચેતના નથી તેમ સંસારી જીવોની ચેતના પણ અચેતનતાના વિકારને પામનારી બને નહીં. તેથી સંસારી જીવોને શુદ્ધ એવા સિદ્ધ સદશપણું પ્રાપ્ત થાય.
અહીં શુદ્ધ નિશ્ચયનયની એકાંતદૃષ્ટિને ગ્રહણ કરીને કોઈ કહે કે સંસારી જીવો એક ક્ષેત્રમાં અણુતણુની જેમ કર્મની સાથે રહેલા હોવા છતાં કર્મદ્રવ્ય જીવ થતું નથી અને જીવદ્રવ્ય કર્મ થતું નથી; કેમ કે “મિયો યુરું પવાર્થાનાં અસંમત્ત્વમયિા” એ પ્રકારનું શાસ્ત્રવચન છે=૫રસ્પર મળેલા જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય એકબીજામાં સંક્રમ થતાં નથી એ પ્રકારનો ચમત્કારી સ્વભાવ બંને દ્રવ્યોમાં છે આ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી આત્મા સર્વથા ચેતન સ્વભાવવાળો છે, અચેતન એવા કર્મનો વિકાર આત્મામાં સંભવતો નથી, કેવળ ભ્રમને કા૨ણે જ ‘હું કર્મથી લેપાયેલો છું' તેવો બોધ સંસારી જીવોને થાય છે.
આ પ્રકારની શુદ્ધ નિશ્ચયનયની એકાંત દૃષ્ટિનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકારશ્રી વ્યવહારનયની દૃષ્ટિ કહે છે .
શુદ્ધ નિશ્ચયનયની એકાંત દૃષ્ટિ સ્વીકારીને સંસારી જીવોનું સ્વરૂપ સિદ્ધસદશ સ્વીકારવામાં આવે તો “પરમાત્મા ધ્યેય છે અને હું તેમનું ધ્યાન કરીને તત્સદશ થાઉં” એ પ્રકારનો યોગીઓનો વ્યવહાર થાય નહીં. વળી, શાસ્ત્રના પારગામી એવા ગુરુ પાસે શિષ્યભાવથી શાસ્ત્રઅધ્યયન કરીને જે મહાત્માઓ સંસારનો ઉચ્છેદ ક૨વા અર્થે યત્ન કરે છે તેઓના ગુરુ-શિષ્યભાવ પણ નિરર્થક થાય. જો આમ સ્વીકારીએ તો, સંસારી જીવોનાં કલ્યાણ અર્થે જે સર્વ શાસ્ત્રવ્યવહાર પ્રવર્તે છે તે નિરર્થક સિદ્ધ થાય. માટે માનવું જોઈએ કે સંસારી આત્મા સર્વથા ચેતન સ્વભાવવાળો નથી. આથી જ કર્મોની સાથે કથંચિત એકત્વભાવને પામેલી સંસારી જીવની ચેતના રાગાદિ વિકારો કરે છે, માટે એ વિકારોના કારણીભૂત કર્મથી અવરુદ્ધ કંઈક અચેતન સ્વભાવ પણ સંસારી જીવોમાં છે. તેથી ચેતનાના વિકારને કરનાર એવાં કર્મોથી અવરુદ્ધ અચેતન સ્વભાવને દૂર કરવા અર્થે ૫રમાત્મા ધ્યેય છે અને તેનું યોગીઓ ધ્યાન કરે છે તેમ માનવું જોઈએ. વળી, શાસ્ત્રના પારગામી ગુરુઓ ચેતનાના વિકારને દૂર કરવાના રહસ્યને જાણનારા છે અને તેમના શિષ્યભાવને પ્રાપ્ત કરીને તેમના અવલંબનથી ચેતનાના વિકારને દૂર કરવા અર્થે સાધકો શિષ્યભાવ સ્વીકારે છે તેમ