________________
२६२१
• श्रमणसङ्घप्रेरणया नवीनप्रबन्धरचना 0 पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयशिष्याऽणुमुनियशोविजयाभिधानाः मुनिसङ्घन = नानासूरिसहित- प श्रीश्रमणसङ्घन अत्र द्रव्य-गुण-पर्यायरासोपजीविन्यां द्रव्यानुयोगपरामर्शाभिधानायां व्याख्यान्वितायां । कृतौ वात्सल्यभावेन प्रेरिताः स्म । अनेकाऽऽचार्यसमन्वितश्रीश्रमणसङ्घानुगृहीतानाञ्च अस्माकं स्वल्पः । પર્વ શ્રમોડત્ર નાતઃ II ૨ા. બત્રીસ ચામરોથી તેને વીંઝવામાં આવ્યો. અક્ષત, પુષ્પ, અત્યંત સુગંધી વાસક્ષેપ વગેરે દ્વારા તે ગ્રંથરાજને વધાવવામાં આવ્યો. આ ગ્રંથ વધામણાના અવસરે અનેક આચાર્ય સહિત શ્રીશ્રમણસંઘે દ્રવ્ય-ગુણ-પર્યાય રાસને અનુસરનારી પ્રસ્તુત દ્રવ્યાનુયોગપરામર્શ' નામની રચના વિવરણસહિત કરવા માટે વાત્સલ્યભાવથી અમને પ્રેરણા કરી હતી. પંન્યાસ પ્રવર શ્રીવિશ્વકલ્યાણવિજય ગણિવરની ચરણરજ સમાન અમે તેમના શિષ્ય છીએ. અમારું નામ મુનિ યશોવિજય છે. અમારા ઉપર અનેક આચાર્યોથી યુક્ત શ્રીશ્રમણસંઘે અનુગ્રહ કર્યો. તેથી અમને પરામર્શકર્ણિકાવ્યાખ્યાસહિત ‘દ્રવ્યાનુયોગપરામર્શનામના પ્રસ્તુત પ્રબંધની તે રચના કરવામાં થોડો જ પરિશ્રમ પડેલ છે. રા
લખી રાખો ડાયરીમાં....૪
• બુદ્ધિ એ ડામરની કોરી સડક છે.
તેમાં વેરેલ ઉપદેશરૂપી બીજ ઊગે નહિ. શ્રદ્ધા તો ળદ્રુપ કાળી માટીનું ભીનું ખેતર છે.
તેમાં વાવેલ ઉપદેશ-બીજ ઉગ્યા વિના રહે નહિ. • બુદ્ધિને બહુ બહુ તો પ્રભુની પ્રતિમા-આંગી ગમે છે.
શ્રદ્ધાને પ્રભુની આજ્ઞા અને ગુણવૈભવ પણ ગમે છે. • બુદ્ધિને શોધમાં મમત્વ છે, શ્રદ્ધાને બોધમાં રુચિ છે. • બુદ્ધિને સંસાર સુધારવામાં રસ છે.
શ્રદ્ધાને સંસાર છોડવામાં રસ છે. બુદ્ધિ પાપના સ્પીડ બ્રેકરને તોડે છે. શ્રદ્ધા ધર્મના સ્પીડ બ્રેકરને તોડે છે. વાણીમાં અને વિચારમાં બુદ્ધિ ઘણો ભેદ ધરાવે છે. શ્રદ્ધા તો વાણી-વિચારના ભેદને નામશેષ કરે છે.