SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ * कर्मनाटके भोक्तृत्वशक्ति- सहजमलादिकार्यविमर्शः o ૬/૭ प "भोक्तृत्वशक्तिः तत्र बहिरात्मानं मिथ्यारतिम् अनुभावयति । अतो बहिरात्मा तत्र विश्राम्यति । "सहजमलं तादृशरतौ तन्मयतां तनुते । रा १०. मकरध्वजः अन्यायाऽनाचार- दुराचार-व्यभिचारादिप्रवृत्त्या स्वच्छन्दरूपेण तां दीर्घकालं यावत् मु सम्प्रवर्धयति । ११. र्श 'भोगतृष्णाऽपराऽभिधान-विषयाऽभिलाषमन्त्रिनियोगेनाऽत्र बहिरात्मा स्वरसतः भ्रान्तं र्णि C २५७२ तादात्म्यमनुभवति । ततो "महामोहाऽविद्यायष्टिगात्रं सर्वाङ्गीणकामवासनादिदावानलसमभिव्याप्तं सम्पद्यते । ततो रागकेसरी अतीव प्रमोदते । ૨૪ “अनादिकालीनं नानारूपेण प्रवर्त्तमानं प्रदीर्घाऽऽशातनाऽनुबन्ध-बहिर्मुखता-कुसंस्कारादिમનોવર્ગણાના પુદ્ગલોને પ્રવર્તાવે છે અને નચાવે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાંથી કેવલ પુદ્ગલો જ કર્મના આ નાટકમાં નાચી રહ્યા છે. આમથી તેમ સતત-સખત દોડધામ કરી રહ્યા છે. (૮) પુદ્ગલના આ નાચમાં ભોક્તૃત્વશક્તિ બહિરાત્માને મિથ્યા-ખોટી રતિનો આભાસિક અનુભવ કરાવે છે. તેથી બહિરાત્મા તે રતિની મીઠાશને માણવામાં ખોટી થાય છે, ચોટી જાય છે. (૯) આત્મસ્વભાવવિરોધી બળ સ્વરૂપ સહજમળ તેવી આભાસિક મિથ્યા રતિમાં તન્મયતા-લીનતા -મગ્નતાને લાવે છે. (૧૦) કામદેવ તેવી આભાસિક મિથ્યા૨તિને વિશે આવેલી તન્મયતાને અન્યાય, અનાચાર, દુરાચાર, વ્યભિચાર વગેરે પ્રવૃત્તિ દ્વારા દીર્ઘ કાળ સુધી પૂરેપૂરી તાકાત લગાવીને સ્વચ્છંદપણે વધારે જ રાખે છે, લંબાવે જ રાખે છે. * મિથ્યારતિતન્મયતામાં તાદાત્મ્યબુદ્ધિને છોડીએ # (૧૧) ઉપમિતિભવપ્રપંચા કથામાં તૃતીય પ્રસ્તાવમાં (પૃ.૯૪) વર્ણવેલ વિષયાભિલાષ મન્ત્રીનું બીજું નામ ભોગતૃષ્ણા છે. તેના આદેશથી બહિરાત્મા = પુદ્ગલરસિકજીવ મિથ્યારતિની દીર્ઘકાલીન વર્ધમાન તન્મયતામાં સ્વરસથી સ્વૈચ્છિકપણે ભ્રાન્ત તાદાત્મ્ય-એકરૂપતા-એકાકારતા-એકરસતાને અનુભવે છે. (૧૨) ઉપમિતિભવપ્રપંચા કથામાં મહામોહના શરીર તરીકે અવિદ્યારૂપી યષ્ટિ (= લાકડી) બતાવેલ છે. ઉપરોક્ત તાદાત્મ્યઅનુભૂતિના લીધે મહામોહની અવિદ્યાયષ્ટિરૂપ કાયા પ્રત્યેક અંગમાં અંશમાં કામવાસના વગેરેના દાવાનળથી અત્યંત વ્યાપ્ત થાય છે. અવિદ્યાયષ્ટિ સર્વ અવયવોમાં વાસના દાવાનળથી ભડકે બળે છે. = (૧૩) તેનાથી મહામોહનો દીકરો રાગકેસરી અત્યંત ખુશ થાય છે. નાટક પૂરબહારમાં આગળ વધે જ રાખે છે. * નાટકમાં આત્મા ભાગ ભજવે નહિ (૧૪) અતિપ્રાચીન કાળથી સંચિત કરેલા આશાતનાના મલિન અનુબંધો, બહિર્મુખદશા, કુસંસ્કાર વગેરે સ્વરૂપ મૂલ્ય ચૂકવવાથી આ અનાદિકાલીન સંસારનાટકના જુદા-જુદા વિભાગમાં પ્રવેશ મળે છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy