________________
૨૬/૭ ० रागो न रोच्यो ध्येयो वा 0
२५५३ વીતરાગ આત્માની પરિણતિ સ્વરૂપ કેવી રીતે રાગ બની શકે ? મિયાં-મહાદેવને મેળ ક્યાં પડે ?
- રાગ ગમાડવા લાયક નથી જ (૨૧) રાગ એ મારા માટે વિશ્રાન્તિ કરવાનું સ્થાન પણ નથી. આગમાં કોણ આરામ કરે ? વિતરાગ નિજ ચૈતન્યસ્વરૂપ એ જ મારું સાચું વિશ્રાન્તિગૃહ (Rest-house) છે. (૨૨) રાગ મારે ગમાડવા લાયક પણ નથી જ. દુશ્મન કોને ગમે ? શત્રુભૂત રાગ મારો પ્રીતિપાત્ર-પ્રેમપાત્ર-રુચિપાત્ર નથી જ. પોતીકું વિતરાગ ચૈતન્યસ્વરૂપ એ જ મારું પરમ પ્રેમપાત્ર છે. પરમાર્થથી મારી રુચિ-શ્રદ્ધાનો વિષય માત્ર નિજ વીતરાગ ચૈતન્યસ્વરૂપ જ છે. (૨૩) મારે રાગને જાણવો પણ નથી. હકીકતમાં હું પરને જાણતો નથી. મારા નિર્મળ ચૈતન્યસ્વરૂપમાં આપમેળે પ્રતિબિંબિત થઈ રહેલો રાગ ભલે જણાય. પરંતુ મારે તેને જાણવાનું લક્ષ બિલકુલ રાખવું નથી. મારે તેને જાણવાનો રસ-રુચિ-પ્રયત્ન બિલકુલ કરવા નથી. વિશુદ્ધ ચેતનાદર્પણમાં પોતાની યોગ્યતાના કારણે સ્વયમેવ પ્રતિબિંબિત થવાથી અનાયાસે જ જણાઈ જતા એવા પણ રાગની મારે તો પૂરેપૂરી અવગણના-ઉપેક્ષા જ કરવી છે. મારે તેમાં તન્મય થવું નથી જ. વાસ્તવમાં તો મેં રાગને ત્રણ કાળમાં જાણ્યો જ ક્યાં છે ? માત્ર રાગના પડછાયાને એ -પ્રતિબિંબને જ મારા ચૈતન્યદર્પણમાં જાણેલ છે. (પૂર્વે ૧૨/૧૦ માં આધ્યાત્મિક ઉપનયમાં આ બાબત વિસ્તારથી સમજાવેલ જ છે.) તથા તે પડછાયાની નોંધ રાખીને મારે તેનું પણ શું કામ છે ? હું તો માત્ર મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાતા છું. મારે મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપને જ પરમ રુચિથી જાણવું છે. (૨૪) તે રાગનું મારે ધ્યાન પણ રાખવું નથી. મારા જીવનનું ધ્યેય રાગ નથી. મારા માટે રાગ ૨ ધ્યાતવ્ય નથી. રાગને ધ્યેય બનાવવાથી મને કશો ય લાભ નથી. મારું ધ્યેય નિજ શુદ્ધ ચેતનસ્વભાવ જ છે. વીતરાગ નિજ ચૈતન્યસ્વભાવનું જ હું ધ્યાન રાખું. તેને જ હું સદા સંભાળું-સાચવું. તેમાં જ મને લાભ છે, લાભ થશે. (૨૫) રાગ મારા માટે ઉપાદેય-ગ્રાહ્ય પણ નથી. રાગનો સ્વીકાર કરવાની મારે બિલકુલ જરૂર નથી. વીતરાગીને રાગની જરૂરિયાત પણ શી ? વાસ્તવમાં હું રાગને ગ્રહણ કરી શકું તેમ પણ નથી. કારણ કે હું તો વીતરાગ ચેતનતત્ત્વ જ છું. તો પછી શા માટે રાગનો સ્વીકાર કરવાની કલ્પનામાં મારે અટવાવું ? શા માટે રાગને આવકાર આપવાની ભ્રમણામાં મારે ભટકવું ? મારા માટે મારું વીતરાગ ચૈતન્યસ્વરૂપ જ ગ્રાહ્ય-આવકાર્ય-સત્કાર્ય-સન્માન્ય-પૂજ્ય-વંદનીય-ઉપાદેય છે.
- રાગ કરવાનો આત્માને અધિકાર નથી (૨૬) તથા રાગ મને તૃપ્તિ આપનાર પણ નથી. તૃપ્તિના મધુર ઓડકાર તો મને વીતરાગતાના જ આચમનમાં-આસ્વાદમાં આવી શકે. મૃગજળ જેવો રાગ તો તૃષ્ણાજનક-તૃષ્ણાવર્ધક જ છે. (૨૭) રાગ કરવાનો મને અધિકાર પણ નથી. મારા અધિકારક્ષેત્રમાં રાગનો સમાવેશ થતો નથી. તો પછી બિનઅધિકૃત ચેષ્ટા કરવાનો અપરાધ મારે શા માટે કરવો ? રાગના રણપ્રદેશમાં રખડવાનો નહિ પણ વીતરાગતાના નંદનવનમાં મહાલવાનો હું અધિકારી છું. (૨૮) તેથી મારે રાગને રાખવાનો-ટકાવવાનો -સાચવવાનો કે રાગની રક્ષા કરવાનો પ્રયત્ન પણ શા માટે કરવો ? રાગ રાખવા જેવો જ નથી. તો તેની રક્ષા-વૃદ્ધિ કરવાની વાતને પણ અવકાશ ક્યાંથી હોય ? (૨૯) રાગ મારો આશ્રય-આધાર પણ નથી. રાગના આધારે મારું અસ્તિત્વ નથી. રાગના આશ્રયે મારું વ્યક્તિત્વ નથી. રાગ વિના હું નિરાશ્રિત કે નિરાધાર બની જવાનો નથી. મારું અસ્તિત્વ તો સ્વયંભૂ છે. મારું તો શાશ્વત વ્યક્તિત્વ