SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० तत्त्वरुच्यनुसारेण तत्त्वबोध: 0 २५२७ -तात्पर्याऽन्वेषणादिसामर्थ्यम् आत्मनि आविर्भवति। देशनाश्रवणलब्ध्याः लाभेन पूर्वकालीनयोगसंस्कारादिबलात् शुद्धात्मतत्त्वप्रकाशिका गुरुवाणी जिनवाणी च रोचेतेऽत्यन्तम् आत्मतत्त्वाऽद्वेष -जिज्ञासा-शुश्रूषा-श्रवण-श्रद्धादिगुणगणोपेताय आत्मार्थिने । तबलेन भवाटवीदाहकः तत्त्वजिज्ञासादि- ११ शामकश्च तत्त्वाऽवगमो हिमवृष्टिसमः भवति । तदुक्तम् आवश्यकनियुक्तौ “जह जह तत्तरुइ तह तह म તત્તાનો દોડ્ડ” (સા.નિ.રૂ/99૬૨) તિા ततः निजस्वरूपप्राप्तिगोचरप्रबलप्रीतिप्रसूता प्रणिधानगर्भा स्वाऽभिमुखोपयोगप्रवृत्तिः = प्रयोगलब्धिः जायते । “उपदेशं प्राप्य गुरोरात्माऽभ्यासे रतिं कुर्याद्” (यो.शा.१२/१७) इति योगशास्त्रवचनसूचितायाः . प्रयोगलब्ध्याः प्रायोग्यलब्ध्यपराऽभिधानायाः बलेन अशुभकर्माऽनुभागोऽत्यन्तं हीयते । केवलं तेषां ण द्विस्थानिकरसोऽवतिष्ठते । अन्तःकोटिकोटिसागरोपमप्रमाणा कर्मस्थितिः अवशिष्यते । नवीनकर्मबन्धोऽपि का न तदधिकस्थितिकः । नरकायुरादिकञ्च न तदा बध्यते । गुरूपदेशादिना अनन्तानन्द-शक्ति-ज्ञानादिमय તત્ત્વોપદેશના તાત્પર્યનું સંશોધન-તપાસ કરવાની ક્ષમતા-શક્તિ સાધક આત્મામાં પ્રગટ થાય છે. એક બાજુ આવી દેશનાશ્રવણલબ્ધિનો આત્માર્થીને લાભ થયેલો હોય છે તો બીજી બાજુ તે આત્માર્થીમાં આત્મતત્ત્વનો અદ્વેષ પરિણામ, આત્મતત્ત્વની જિજ્ઞાસા, આત્મસ્વરૂપને સાંભળવાની ઈચ્છા પ્રગટેલ હોય છે. પૂર્વભવના યોગસંસ્કાર વગેરેનું બળ સાધક પાસે હોય છે. તથા ગીતાર્થ ગુરુદેવના શ્રીમુખે આત્મતત્ત્વશ્રવણનો લાભ મળેલ હોય છે. તેમજ ગુરુદેવની વાણી અને જિનવાણી પણ શુદ્ધ આત્મતત્ત્વનો પ્રકાશ પાથરનારી હોય છે. તેથી તેવા સંયોગમાં એવા આત્માર્થી મુમુક્ષુને ગુરુવાણી અને જિનવાણી અત્યંત ગમી જાય છે. તેવી ગુરુવાણી વગેરે પ્રત્યે અને ગુરુવાણીવિષયભૂત આત્મતત્ત્વ પ્રત્યે સાધકના અંતઃકરણમાં ઝળહળતી શ્રદ્ધા વગેરે પણ પ્રગટે છે. તેના બળથી પરમાર્થથી તત્ત્વનો બોધ થાય છે. કારણ કે આવશ્યકનિયુક્તિમાં જણાવેલ છે કે “જેમ જેમ તત્ત્વની રુચિ (શ્રદ્ધા) થતી જાય, તેમ તેમ તત્ત્વનો બોધ . થાય.” સાધકનો હિમવૃષ્ટિતુલ્ય તે તત્ત્વબોધ ભવવનને બાળવાનું તથા તત્ત્વજિજ્ઞાસાને ઠારવાનું કામ કરે છે. ગ & (૪) પ્રયોગલધિનો પાવન પ્રભાવ છે (તા.) ત્યાર બાદ આત્માર્થી સાધકના અંતરમાં પ્રયોગલબ્ધિ પાંગરે છે. નિજસ્વરૂપ પ્રાપ્તિની પ્રબળ પ્યાસથી સ્વ તરફ સતત ઢળવાનો-વળવાનો પ્રણિધાનપૂર્વક પ્રામાણિક પ્રયાસ = પ્રયોગલબ્ધિ. યોગશાસ્ત્રમાં આ પ્રયોગલબ્ધિને સૂચવતા શબ્દો આ પ્રમાણે મળે છે કે “સગુરુના ઉપદેશને પામીને આત્માના અભ્યાસમાં (નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધનાદિમાં), આત્મસ્વભાવમાં રહેવાના અભ્યાસમાં, અધ્યાત્મમાં રતિ-રુચિ કેળવવી.” આ પ્રયોગલબ્ધિનું બીજું નામ “પ્રાયોગ્યલબ્ધિ” પણ છે. તેના પ્રભાવે સાધકના અશુભ કર્મોનો રસ (Power) અત્યન્ત ઘટતો જાય છે. તેના આત્મામાં પાપકર્મોનો માત્ર બે ઠાણીયો રસ બાકી રહે છે. ચાર ઠાણીયો અને ત્રણ ઠાણીયો રસ તો પલાયન થઈ જાય છે. તે જીવની કર્મસત્તાની સ્થિતિ ક્ષય પામતી-પામતી અન્તઃકોટાકોટિ સાગરોપમ જેટલી બાકી રહે છે. તથા તે સાધક નવા કર્મને તેનાથી અધિક સ્થિતિવાળા બાંધતો નથી. નરકાયુષ્ય વગેરે કેટલીક પાપપ્રકૃતિઓ ત્યારે બંધાતી નથી. ગુરુ ભગવંતના ઉપદેશ વગેરે 1. યથા યથા તત્વઃ , તથા તથા તત્ત્વપSSામો મવતિના
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy