SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૬/૭ * सूक्ष्मभेदविज्ञानप्रभावप्रज्ञापना २५१९ भिद्यते, (४) प्राचुर्येण मोहनीयादिकर्माणि निर्जीर्यन्ते, (५) द्रुतम् आत्मसाक्षात्कारश्चोपलभ्यते । प तदुक्तम् अध्यात्मसारे ( १ ) " अहन्ता - ममते स्वत्व - स्वीयत्वभ्रमहेतुके । भेदज्ञानात् पलायेते शु रज्जुज्ञानादिवाऽहिभीः।।” (अ.सा.८/२२) इति । यथोक्तम् अध्यात्मबिन्दौ (२) “ भेदज्ञानाभ्यासतः शुद्धचेता नेता नाऽयं नव्यकर्मावलीनाम्” (अ.बि.१/१०), (३) “भेदसंविद्बलेन... विदलति किल यो मोहराजाऽनुवृत्तिम्” (ગ.વિ.૧/૩૨), (૪) “વે યાવન્તો ધ્વસ્તવન્યાસમૂવન્, મેવજ્ઞાનાભ્યાસ વાડત્ર વીનમ્।।” (ગ.વિ.૧/૬), (५) “चिरं भेदाऽभ्यासादधिगतमिदानीं तु विशदम् । परं पूर्णं ब्रह्म च्युतविकृतिकमस्मि ध्रुवमहम् ।। ” ( अ.बि. कु ४/७ ) इति । प्रकृते भेदविज्ञानं सूक्ष्मं तात्त्विकञ्च ग्राह्यम् । र्णि सूक्ष्म-तात्त्विकभेदविज्ञानाऽभ्यासकृते च ' ( १ ) देहात्, (२) साताऽसाताऽस्थिरता- पूरण-परिशाट કર્મની ગ્રંથિ પણ ભેદાય છે. (૪) મોહનીયાદિ કર્મોની પુષ્કળ નિર્જરા થાય છે. તથા (૫) આત્મતત્ત્વનો સાક્ષાત્કાર ઝડપથી થાય છે. આ પાંચેય બાબતમાં ક્રમશઃ પાંચ શાસ્ત્રોક્તિ નીચે મુજબ સમજવી. * ભેદજ્ઞાનથી ‘અહં-મમ' બુદ્ધિનો નાશ (૧) અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “શરીરાદિમાં ‘હું’ પણાની ભ્રાન્તિને કરાવનાર અહંકાર છે. તથા શ૨ી૨-શબ્દ-રાગાદિમાં મારાપણાની ભ્રમણાને જન્માવનાર મમતા છે. જેમ અંધારામાં કોઈને લટકતા દોરડામાં સાપનો ભ્રમ થયો હોય અને ભય પેદા થયો હોય. પણ પ્રકાશ થતાં જ ‘આ તો દોરડું છે, સાપ નથી’ આવા જ્ઞાનથી સાપનો ભ્રમ અને ભય બન્ને ભાગી જાય છે, ભાંગી જાય છે. તેમ ‘હું તો આત્મા છું. હું કાંઈ શરીરાદિ નથી’ આવા ભેદજ્ઞાનથી અહંકાર અને મમતા પલાયન થાય છે.’ * ભેદજ્ઞાનથી સંવરને સાધીએ (૨) અધ્યાત્મબિંદુમાં હર્ષવર્ધન ઉપાધ્યાયજીએ પ્રસ્તુતમાં ઉપયોગી બાકીની ચાર બાબત આ મુજબ જણાવેલ છે. ‘ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી સાધકની ચેતના શુદ્ધ બને છે. તેથી તે નવીન કર્મના ઢગલાઓને લાવતો નથી.' મતલબ કે ભેદજ્ઞાનથી સંવરધર્મ સધાય છે. - (૩) ‘સમ્યક્ ભેદવિજ્ઞાનના સામર્થ્યથી સાધક ખરેખર મોહરાજાનો (કષાય-જ્ઞાન વચ્ચે એકતાની ગાંઠ ઊભી કરવા સંબંધી) અધિકાર કચડી નાંખે છે.' અર્થાત્ મિથ્યાત્વમોહગ્રંથિ ભેદાય છે. (૪) ‘જેટલા પણ સાધકોએ કર્મબંધને ધ્વસ્ત કરેલ છે, (ઉપલક્ષણથી કર્મોને ધ્વસ્ત કરેલ છે,) એમાં ભેદજ્ઞાનનો અભ્યાસ જ મુખ્ય અંતરંગ કારણ છે.' → ભેદજ્ઞાનથી આત્મસાક્ષાત્કાર કે (૫) “લાંબા સમયથી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવાથી ‘હું વિકૃતિશૂન્ય, ધ્રુવ, શ્રેષ્ઠ, પૂર્ણ, નિર્મળ બ્રહ્મ = શુદ્ધાત્મા છું - આવું હમણા જાણ્યું.” અર્થાત્ પરિપક્વ ભેદજ્ઞાનથી આત્મસાક્ષાત્કાર થયો. આવું ભેદજ્ઞાન પોપટિયું નહિ કે પોથીમાંના રીંગણા જેવું નહિ પણ સૂક્ષ્મ અને તાત્ત્વિક જોઈએ. સૂક્ષ્મ ભેદવિજ્ઞાનનો અભ્યાસ ૪૨ પ્રકારે સમસ્યા :- સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદજ્ઞાનનો અભ્યાસ (૧) કોણે કરવો ? (૨) શેના વડે કરવો ? (૩) ક્યારે કરવો ? (૪) ક્યાં કરવો ? (૫) કઈ રીતે કરવો ? સમાધાન :- (સૂક્ષ્મ.) સૂક્ષ્મ અને તાત્ત્વિક એવા ભેદવિજ્ઞાનનો અભ્યાસ આત્માર્થી સાધકે આર્દ્ર Iss
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy