SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ० ग्रन्थिभेदविश्रामस्थानानि अतिक्रमणीयानि २५०७ अशरणभूतम्, अपारमार्थिकम्, आरोपितम्, व्यामोहकम्, शुद्धात्मस्वरूपविस्मारकम्, विशुद्धपुण्य- प लुण्टकम्, आत्मविशुद्धिनाशकम्, कर्माधीनम्, परकीयम्, औपाधिकञ्च' इति तत्स्वरूपं भावनीयम्। ... तथा 'अहं तु ततो भिन्नः अरूपः, अगन्धः, अशब्दः, अरसः, अविकल्पः, अकृत्रिमाऽनन्तशक्तिमयः, अपौद्गलिकः, अनादिः, अनश्वरः, अमूर्तः, अनाकारः, अनञ्जनः, अतीन्द्रियः, म પસાર કરી દેવા. તે માટે તે વખતે તેના સ્વરૂપની એવી વિભાવના કરવી કે “આ બધું પૌદ્ગલિક છે, નશ્વર છે, પરભવમાં જવાના અવસરે મારા માટે આ આધારરૂપ કે શરણભૂત થવાનું નથી. આ અપારમાર્થિક છે, આરોપિત છે. એ વ્યામોહને પેદા કરનાર છે. જો આનો ભોગવટો કરવામાં હું ખોટી થઈશ તો એ મારા શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલાવી દેનાર છે. મારા વિશુદ્ધ પુણ્યને આ ઋદ્ધિ-સિદ્ધિ -સમૃદ્ધિઓ લૂંટનારી છે. જો આમાં હું મોહાઈ જઈશ તો એ આત્મવિશુદ્ધિને ખતમ કરશે. તથા તે કર્મને આધીન છે, પારકી વસ્તુ છે, ઔપાધિક ચીજ છે. તદુપરાંત નીચે મુજબ A to Z પ્રકારે વિચારવું. (તથા.) “હું તો આ તમામ (A to Z) વિશ્રામસ્થાનોથી ભિન્ન છું. (A) લાલ-પીળા અજવાળા કે દિવ્યરૂપની સાથે મારે શું લેવા-દેવા ? કેમ કે હું તો અરૂપી છે. રૂપાતીતસ્વભાવી છું. (B) મારે દિવ્ય સુગંધનો અનુભવ કરવામાં શું અટકવાનું? કેમ કે હું તો ગન્ધભિન્ન છું, ગન્ધશૂન્ય છું, હું ગન્ધાતીત છું. સુગન્ધને પેલે પાર હું રહેલો છું. મારા મૌલિક અસ્તિત્વમાં રૂપ-ગંધાદિને અવકાશ જ નથી.' (C) “મારે અનાહતનાદ, આંતરિક દિવ્યધ્વનિ કે આકાશવાણી સાંભળવામાં શા માટે ખોટી થવું? અશબ્દ એવા મારે પૌલિક શબ્દની સાથે શું લેવા-દેવા ? મારે તો મૌનનું વ્યાકરણ ઉકેલવાનું છે. હું તો શબ્દથી ન્યારો છું, શબ્દશૂન્ય છું, શબ્દાતીત છું. શબ્દને પેલે પાર મારું તાત્ત્વિક અસ્તિત્વ રહેલું છે. આ (D) “સુધારસના આસ્વાદમાં મારે શા માટે તન્મય થવું ? હું તેનાથી નિરાળો છું. હું રસરહિત છું, રસાતીત છું. પૌદ્ગલિક રસને પેલે પાર મારું અસલી વ્યક્તિત્વ સમાયેલું છે.' (E) “અત્યન્ત શુક્લ સ્વપ્ર દર્શન, દિવ્ય સંકેત પ્રાપ્તિ, ભવિષ્યફુરણા વગેરેના વિકલ્પોમાં વિચારોમાં મારે શા માટે અટવાવું? હું તો વિકલ્પથી અત્યન્ત જુદો છું, વિકલ્પશૂન્ય છું, વિકલ્પાતીત છું. વિકલ્પ છે કે વિચાર દ્વારા ન પકડાય તેવું મારું અસલી સ્વરૂપ છે.' | (F) “દેવસાન્નિધ્ય, ચમત્કારશક્તિ, લબ્ધિ, ઋદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ વગેરે નશ્વર ભૌતિક તત્ત્વની મારે શી આવશ્યકતા ? હું સ્વયં અકૃત્રિમ-અનંત શક્તિથી પરિપૂર્ણ છું. મારી આત્મિક અનંત શક્તિ પાસે આ ભૌતિક શક્તિઓ તો સાવ પાંગળી છે, નમાલી છે, તુચ્છ છે. મારે પારકી કુદરતી સહાયની પણ આવશ્યકતા નથી. આ બધી જ વસ્તુઓ વ્યામોહ કરનારી, અહંકાર પેદા કરનારી છે.” (G) “કુંડલિનીનું જાગરણ, ષટ્યક્રભેદન વગેરે પણ પૌદ્ગલિક વસ્તુ જ છે. હું તો અપૌદ્ગલિક છું, પુદ્ગલશૂન્ય છું, પુદ્ગલાતીત છું. પુદ્ગલપુંજના પેલે પાર મારું પારમાર્થિક સ્વરૂપ પ્રતિષ્ઠિત છે.' | (H) હું તો અનાદિકાલીન છે. આ પદ્ગલિક ચીજો તો કામચલાઉ-અનિત્ય-સાદિ છે. તેથી મારે પૌદૂગલિક ચીજોમાં શા માટે મોટાઈ જવું ?' I) “આ બધી વસ્તુઓ નશ્વર છે. હું તો શાશ્વત છું, ધ્રુવ છું. (0) ઉજ્જવલ તેજોમય ચૈતન્યમૂર્તિ દેખાય છે, તે પણ હકીકતમાં મૂર્તિ છે, સાકાર તત્ત્વ છે. હું તો અમૂર્ત છું, રૂપાતીત છું. (મારે કોઈ આકાર નથી. હું નિરાકાર છું. (C) હું નિરંજન છું, કર્મમલશૂન્ય છું. (M) આ બધું ક્ષણભંગુર
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy