________________
? ૬/૭
• ज्ञानयोगस्वरूपज्ञापनम् ।
२४८३ (३१) तादृशबोधश्च केवलं परोपदेश-ग्रन्थसर्जन-पुस्तकप्रकाशनादौ प्राऽयोजि । न तु “ज्ञानाद् । विमुच्यते चाऽऽत्मा, न तु शास्त्रादिपुद्गलाद्” (अ.सा.१८/१४०) इति अध्यात्मसारोक्तितात्पर्यम् अज्ञायि । अनेन जीवेन अन्तर्मुखतया। पूर्वोक्तरीत्या (१४/१९) अध्यात्मोपनिषदि ज्ञानसारे च “अतीन्द्रियं परं रा ब्रह्म विशुद्धानुभवं विना। शास्त्रयुक्तिशतेनाऽपि नैव गम्यं कदाचन ।।” (अ.उप.२/२१ + ज्ञा.सा.२६/३) इति म यदुक्तं तदपि नैवाऽनेनाऽबोधि शब्दव्यसनितया विकल्पव्यसनितया च ।
(३२) 'शास्त्रव्यसनितया न भाव्यम् अपि तु शास्त्रसन्दर्शितोपायानुसरणेन ज्ञानयोग आसेवनीयः' । इति जिनाज्ञा नैव लक्षिता अनेन। प्रकृते “पदमात्रं नाऽन्वेति, शास्त्रं दिग्दर्शनोत्तरम् । ज्ञानयोगो मुनेः के पार्श्वम्, आकैवल्यं न मुञ्चति ।।” (अ.उप.२/३) इति अध्यात्मोपनिषत्कारिका, “ज्ञानयोगादतो मुक्तिरिति र सम्यग्व्यवस्थितम्” (शा.वा.स.९/२७) इति च शास्त्रावार्तासमुच्चयोक्तिः भावनीया। ज्ञानयोगाच्च निकाचितकर्माणि निर्जीर्यन्ते। तदुक्तम् अध्यात्मसारे “ज्ञानयोगः तपः शुद्धमित्याहुर्मुनिपुङ्गवाः। तस्माद् का निकाचितस्याऽपि कर्मणो युज्यते क्षयः ।।” (अ.सा.१८/१६३) इति। अतः प्रव्रजितैः ज्ञानयोग एव
હ પરોપદેશે પાંડિત્ય પ્રકાશ્ય છે (૩૧) માત્ર બીજાને ઉપદેશ આપવામાં, ગ્રંથ સર્જનમાં કે પુસ્તક પ્રકાશનાદિમાં તે અંતર્લક્ષી સમજણનો પ્રયોગ કર્યો, યોગદષ્ટિની જાણકારીનો ઉપયોગ કર્યો. પરંતુ “આત્મા જ્ઞાનના લીધે મોક્ષ પામે છે, નહિ કે શાસ્ત્રાદિપુગલોના આધારે' - આ અધ્યાત્મસારના તાત્પર્યને આ જીવે ક્યારેય અંતર્મુખ બનીને જાયું નહિ, અંતરથી પકડ્યું નહિ. “અતીન્દ્રિય પરબ્રહ્મ = શુદ્ધ આત્મા સેંકડો શાસ્ત્રો દ્વારા કે સેંકડો યુક્તિઓ દ્વારા ક્યારેય પણ જાણી શકાતો નથી જ. વિશુદ્ધ અનુભવ વિના શુદ્ધ આત્મા જણાતો નથી જ' - આમ અધ્યાત્મોપનિષમાં તથા જ્ઞાનસારમાં જણાવેલ છે. પૂર્વે (૧૪/૧૯) આ સંદર્ભ દર્શાવેલ છે. પરંતુ શબ્દવ્યસની અને વિકલ્પવ્યસની બનવાના લીધે આ જીવે ક્યારેય આ શાસ્ત્રવચનોને પણ હૃદયથી વિચાર્યા નહિ, સ્વીકાર્યા નહિ. શબ્દ, શબ્દ ને શબ્દ..., વિચાર, વિચાર ને વિચાર... આનો વળગાડ વગ છૂટે નહિ, મન શાંત-નિર્વિકલ્પ થવા તૈયાર ન હોય ત્યાં સુધી તેવા શાસ્ત્રવચનો અંદરથી સ્વીકૃત થતા નથી.
# જ્ઞાનયોગને અપનાવ્યો નહિ , (૩૨) “હકીકતમાં શાસ્ત્રવ્યસની થવાનું નથી. પરંતુ શાસ્ત્રોએ દર્શાવેલા ઉપાયોને અનુસરીને જ્ઞાનયોગની ઉપાસના કરવાની છે' - આ મહત્ત્વપૂર્ણ જિનાજ્ઞાને આ જીવે લક્ષમાં ન જ લીધી. આ છે બાબતમાં અધ્યાત્મ ઉપનિષદ્ગી એક કારિકાની ઊંડાણથી વિચારણા કરવી. ત્યાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “મોક્ષમાર્ગનું દિગ્દર્શન કરાવ્યા બાદ શાસ્ત્ર એક પણ ડગલું સાધકની સાથે ચાલતું નથી. જ્યારે જ્ઞાનયોગ તો કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી મુનિના પડખાને છોડતો નથી.” મતલબ કે શાસ્ત્ર = માઈલસ્ટોન કે સાઈનબોર્ડ. જ્યારે જ્ઞાનયોગ = મંઝીલ સુધી પહોંચાડનારી ગાડી. “આ કારણે જ્ઞાનયોગથી મુક્તિ થાય છે - આ વ્યવસ્થા સારી રીતે નિશ્ચિત થાય છે' - આ મુજબ શ્રીહરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જે જણાવેલ છે, તેની પણ અહીં વિચારણા કરવી. તથા આ જ્ઞાનયોગથી નિકાચિત કર્મની પણ નિર્જરા થાય છે. અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજી મહારાજે જ જણાવેલ છે કે “શ્રેષ્ઠ મુનિઓ કહે છે કે “જ્ઞાનયોગ એ જ શુદ્ધતપ છે.' તે જ્ઞાનયોગથી નિકાચિત કર્મનો પણ ક્ષય સંગત થાય છે.”