SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Expl निश्चयनयप्राधान्यप्रयोजनप्रकाशनम् -विकल्पाऽन्तर्जल्पाऽऽशा-चिन्ता-स्मृति- विचार - कल्पनादिमयविकल्पदशा-पर्यायदृष्ट्यादिव्यग्रतोच्छेदनाशयेन साक्षिभावोदासीनभावाऽसङ्गदशा-ज्ञातृदृष्टृभाव-परमशान्तावस्था-विरक्तपरिणति-द्रव्यदृष्ट्याद्यभ्यासप्रयोजनेन चाऽत्र निष्कषाय- निर्विकार- निष्प्रपञ्च शाश्वतशान्तस्वरूप- सहजसमाधिमय-परमानन्दमय -निजशुद्धचैतन्यस्वभावग्राहकनिश्चयनयविषयप्राधान्यस्वरूपस्वतन्त्रतायाः मिथ्यात्वाऽनापादकत्वेन शास्त्रकृताम् २४४८ अपि इष्टत्वात् । ? ૬/૭ 1 इदमेवाभिप्रेत्योक्तम् आवश्यक निर्युक्तौ “आसज्ज उ सोयारं, नए नयविसारओ बूया” (आ.नि.७६१) र्णि इति। यथोक्तम् उपदेशरहस्यवृत्ती अपि "सर्वनयात्मके भगवत्प्रवचने यथोपयोगम् अधिकृतनयाऽवलम्बनस्य ભોગવીશ. આ રીતે તેનો ઉપયોગ કરીશ' - આવી ભોતૃત્વબુદ્ધિ, (૩) દેહાધ્યાસ, (૪) ઈન્દ્રિયાધ્યાસ, (૫) કષાયાદિમય વિભાવદશા, (૬) સંકલ્પ-વિકલ્પ-અંતર્જલ્પ-આશા-ચિંતા-સ્મૃતિ-વિચાર-કલ્પના વગેરેથી વણાયેલી વિક્લ્પદશા, (૭) પર્યાયષ્ટિ વગેરેનો જ અત્યંત પ્રબળ અભ્યાસ કરેલ છે. તેથી તેમાં જ આ જીવ સતત વ્યગ્ર છે. તથા (B) બીજી બાજુ (૧) સાક્ષીભાવ, (૨) ઉદાસીનભાવ, (૩) અસંગદશા, (૪) જ્ઞાતા-દષ્ટાભાવ, (૫) પરમશાંત અવસ્થા, (૬) વિરક્તપરિણતિ, (૭) દ્રવ્યદૃષ્ટિ વગેરેનો તો આ જીવે બિલકુલ અભ્યાસ જ નથી કર્યો. તેથી આ જીવની (A) કર્તૃત્વબુદ્ધિ વગેરે સાત મલિન તત્ત્વોની વ્યગ્રતાનો ઉચ્છેદ કરવાના આશયથી તથા (B) સાક્ષીભાવ વગેરે સાત પવિત્ર તત્ત્વોનો અભ્યાસ આ જીવ કરે તેવા પ્રયોજનથી અહીં નિશ્ચયનયના વિષયને મુખ્ય કરવામાં આવેલ છે. વ્યવહારનય આરોપબહુલ, ઉપચારપ્રધાન, કર્તૃત્વભાવાદિપ્રેરક હોવાથી વ્યવહારનયને મુખ્ય બનાવવાથી ઉપરોક્ત બન્ને પ્રયોજન ઝડપથી સિદ્ધ થવા અતિ-અતિ મુશ્કેલ છે. માટે અહીં નિશ્ચયનયને મુખ્ય કરેલ છે. 'કરું-કૐ' છોડીને ‘ઠરું-ઠ' માં આવીએ ♦ પ્રસ્તુત નિશ્ચયનય જીવને પોતાના (૧) નિષ્કષાય, (૨) નિર્વિકાર, (૩) નિષ્પ્રપંચ, (૪) શાશ્વત Â શાંતસ્વરૂપ, (૫) સહજ સમાધિમય, (૬) પરમાનંદમય તથા (૭) શુદ્ધ એવા ચૈતન્યસ્વભાવને સ્પષ્ટપણે પકડાવે છે. આવું સામર્થ્ય નિશ્ચયનયમાં છે, વ્યવહારનયમાં નહિ. ‘આ કરું, તે કરું' એમ ‘કરું-કરું’ની ભૂતાવળમાં તો અનંત કાળ વહી ગયો. છતાં કશું નક્કર તત્ત્વ હાથમાં ન આવ્યું. નિશ્ચયદૃષ્ટિ, દ્રવ્યદૃષ્ટિ, આત્મસમજણ વગર કેવળ બાહ્ય ક્રિયા દ્વારા નિજસ્વભાવ પકડાય તેમ નથી. ‘કરું-કરું’ ની ઘેલછા છોડીને નિજ નિષ્કષાય નિર્વિકાર ચૈતન્ય સ્વભાવમાં ‘ઠરું-ઠરું’ ની લાગણી પ્રગટાવવાની છે. ‘આ કર, તે કર’ - આ વાત વ્યવહાર કરે છે. ‘બધું બહારનું છોડીને તું તારામાં ઠર, તારામાં ઠર' - આ વાત નિશ્ચયનય કરે છે. તેથી અહીં નિશ્ચયનયના વિષયની મુખ્યતા રાખવામાં આવેલી છે. તેથી પ્રમાણનિરપેક્ષતારૂપ સ્વતંત્રતા અહીં અભિપ્રેત નથી. પરંતુ ઉપરોક્ત બન્ને પ્રયોજનથી પ્રસ્તુત નિશ્ચયનયના વિષયની મુખ્યતા સ્વરૂપ સ્વતન્ત્રતા અભિપ્રેત છે. તથા આવી સ્વતંત્રતા તો મિથ્યાત્વને લાવતી ન હોવાથી શાસ્ત્રકારોને પણ માન્ય જ છે. ♦ પ્રયોજન મુજબ, એક નયની મુખ્યતા પણ માન્ય (મે.) આ જ અભિપ્રાયથી આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે ‘વિશેષ પ્રકારના શ્રોતાને આશ્રયીને નયવિશારદ તે-તે નયોને જણાવે.' ઉપદેશરહસ્ય વૃત્તિમાં મહોપાધ્યાયજીએ 1. आश्रित्य तु श्रोतारं नयान् नयविशारदो ब्रूयात् ।
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy