SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ २४३२ ० सम्यग्दृष्टिसदनुष्ठानप्रकाशनम् । ૨૬/૭ -निर्वेदादिमयनिर्मलाऽध्यवसायप्रभावात् तथापि संवेगाऽतिशयेन प्रत्याहारबलेन च पुण्यबन्धमप्ययं नेच्छति। “पुण्यबन्धः सोऽपि नेष्यते, स्वर्णनिगडकल्पत्वाद्” (ध.स.९४ वृ.) इति धर्मसङ्ग्रहवृत्तिवचनम्, । “शुद्धा योगा रे यदपि यताऽऽत्मनाम्, स्रवन्ते शुभकर्माणि। काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हतनिर्वृतिशर्माणि ।।” (शा.सु.७/७) इति च शान्तसुधारसकारिका अत्र परमार्थतः परिणमतः । - अत एव अत्यन्तभावसारम्, भवप्रपञ्चनिरपेक्षम्, निर्दम्भम्, निर्निदानम्, आगमिकविधि-निषेधा__ऽनुविद्धम्, उत्सर्गाऽपवादगर्भं षोडशक(१४/८) - योगदृष्टिसमुच्चयवृत्ति(१६ + १५४) - द्वात्रिंशिकाप्रकरण(१८/ + १५)दर्शितभ्रान्तिदोषरहितं जिनवन्दन-पूजनादि-गुरुविनय-वैयावृत्त्यादि-जिनवाणीश्रवण-मननादि-साधर्मिकण भक्ति-वात्सल्यादि-प्रवचनरक्षा-प्रभावनादिकं सदनुष्ठानम् अव्याहतप्रसरम् अत्र विज्ञेयम् । योगबिन्दु -द्वात्रिंशिकाप्रकरणाऽध्यात्मसारादौ (यो.बि.१६० + द्वा.१३/१३ + अ.सा.१०/२५-२७) अमृतानुष्ठानरूपेण પાંચેય શબ્દાદિ વિષયોનું આકર્ષણ ખતમ થઈ ચૂકેલ હોવાથી પાંચેય ઈન્દ્રિયો પણ પોતાના વિષયોથી અંદરમાં સ્વતઃ અત્યંત નિવૃત્ત થઈ ચૂકેલી હોય છે. આ પ્રમાણે પાંચમી યોગદૃષ્ટિમાં પ્રત્યાહારનું બળ વિકસેલું હોય છે. આવા સંવેગાતિશય અને પ્રત્યાહારબળ – આ બન્નેના પ્રભાવથી, કામરાગ-સ્નેહરાગ-રતિ-હર્ષ વગેરેને પેદા કરાવવામાં નિમિત્ત બનવાની યોગ્યતા ધરાવનારા પુણ્યને બાંધવાની ઈચ્છા પણ તેને હોતી નથી. (૧) જે પુણ્યબંધ છે, તે પણ ઈચ્છવા યોગ્ય નથી. કારણ કે તે સોનાની બેડી-સાંકળ-બંધન સમાન છે' - આ મુજબ ધર્મસંગ્રહવૃત્તિમાં શ્રીમાનવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે આ દિશામાં પરમાર્થથી પરિણમે જ છે. તથા (૨) “આત્માને વશમાં રાખનારા સંયમીઓના શુભ યોગો જે પુણ્યકર્મને પેદા કરે છે, તેને પણ સોનાની બેડી જેવા સમજવા. કારણ કે મોક્ષના સુખને તો તે અટકાવે જ છે' - આ પ્રમાણે શાંતસુધારસમાં શ્રીવિનયવિજયજી ઉપાધ્યાયનું જે વચન છે, તે પણ આ અવસ્થામાં પરમાર્થથી પરિણમે જ છે. આ અમૃતઅનુષ્ઠાનનો પ્રારંભ થયો (ત) પ્રત્યાહાર સિદ્ધ થવાના લીધે વિષયાકર્ષણ-પુણ્યાકર્ષણ રવાના થાય છે. તથા સંવેગાતિશયથી વા પોતાના વીતરાગ સ્વરૂપનું આકર્ષણ નિર્મળ સમ્યગ્દષ્ટિ સાધકમાં પ્રગટે છે. તેથી જ પ્રભુના વંદન, પૂજન આદિ કર્યા વિના તે રહી શકતો નથી. પ્રન્થિભેદ કરાવવા દ્વારા સમ્યગ્દર્શનની ભેટ આપનારા એ સદ્ગનો વિનય-વૈયાવચ્ચ વગેરે કર્યા વિના તે રહી શકતો નથી. ગુરુવૈયાવચ્ચનો તે અભિગ્રહ લે છે. (જુઓ - ધર્મસંગ્રહવ્યાખ્યા-શ્લોક ૨૨, સમકિતના સડસઠ બોલની સજ્જાય ગાથા-૧૪, સમ્યક્તસપ્તતિકા શ્લોક-૧૩ વગેરે.) જિનવાણીશ્રવણનું તેને વ્યસન હોય છે. જિનવાણીને સાંભળ્યા બાદ તે ચિંતન-મનનાદિ પણ આત્મલક્ષથી કરે છે. સાધર્મિક ભક્તિ-વાત્સલ્ય વગેરે પણ તે ઉછળતા ઉલ્લાસથી કરે છે. તેમજ અવસરે પ્રાણના ભોગે, ધનના ભોગે પણ શાસનરક્ષા-શાસનપ્રભાવના વગેરે સદનુષ્ઠાનને તે કરે છે. તથા આ બધું પણ તારક સ્થાન પ્રત્યે અત્યંત સદ્ભાવને કેન્દ્રમાં રાખીને તે કરે છે. સંસારની માયા-પ્રપંચાદિથી નિરપેક્ષ રહીને તે કરે છે. તે ધર્મક્રિયામાં સંસારની ભેળસેળ કરતો નથી. કપટ, દંભ વિના ધર્મક્રિયા કરે છે. નિયાણા વિના આરાધના કરે છે. આગમિક વિધિ-નિષેધથી યથોચિત રીતે સાધના વણાયેલ હોય તેમ તે સાધનાને કરે છે. યથાયોગ્યપણે ઉત્સર્ગ-અપવાદથી ગર્ભિતપણે તે ઉપાસના કરે છે. ષોડશક, યોગદષ્ટિસમુચ્ચયવૃત્તિ, તાત્રિશિકાપ્રકરણ ગ્રંથમાં દર્શાવેલ અનુષ્ઠાનસંબંધી ભ્રાંતિ નામના ચિત્તગત દોષથી રહિત એવા સદનુષ્ઠાનો સ્થિરા દષ્ટિમાં વર્તતા નિર્મળ સમ્યગ્દષ્ટિના
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy