SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રસ્તાવના ૦ જે દ્રવ્યમાં સ્થિર ન રહેતા બદલાતા રહે તે પર્યાય. જેમ કે... આત્માના સુખ-દુઃખ વગેરે. દ્રવ્ય/ગુણ/પર્યાયની આ સામાન્ય વ્યાખ્યા થઈ. વિસ્તારથી દ્રવ્યાદિની વ્યાખ્યા જાણવા માટે પહેલી જ નજરે ઉડીને આંખે વળગે એવી કોઈ ગુજરાતી કૃતિ હોય તો તે છે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ. તથા એક સંસ્કૃત કૃતિ છે. તેનું નામ દ્રવ્યાલંકાર છે. જેની રચના કલિકાલસર્વજ્ઞ ભગવંતના શિષ્ય પૂ. આ. શ્રીરામચન્દ્ર સૂ.મ. તથા શ્રીગુણચન્દ્રગણીએ કરી છે. પરંતુ કમનસીબે આ ગ્રન્થ અધૂરો-અપૂર્ણ મળે છે. આવા સમયે દ્રવ્યાદિને જાણવા માટેનું વર્તમાનમાં એક જ સાધન હાથવગું છે.. જે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ. જેના રચયિતા છે ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ. સામાન્યથી દ્રવ્યાનુયોગ જેવા ગંભીર વિષયો સંસ્કૃત જેવી પ્રૌઢ અને વિદ્વભોગ્ય ભાષામાં રચાતા હોય છે. જ્યારે, મહાપુરુષના કથા-પ્રબંધો ગુર્જરગિરામાં રાસ સ્વરૂપે લખાતા હોય છે. ઉપાધ્યાયજી મહારાજે કમાલ કરી. કહેવાય છે ને.. “કહ્યું કથે તે કવિ શાનો ?' તેમ કર્યું કરે તે ઉપાધ્યાયજી શાના ?” આમ પણ ઉપાધ્યાયજી મહારાજ કુછ રંટ કરનારા છે. એમના જ્ઞાનસાર આદિ ગ્રંથોનું જેમણે ગહન-દોહન કર્યું હશે, તેઓને આ વાત તરત જણાઈ આવશે. જનરલી, સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો ઉપર વિદ્વાનો નાની મોટી ટીકા-વૃત્તિની રચના કરતા હોય છે. વધુ લોકભોગ્ય બનાવવા તે ગ્રંથના ગુજરાતી આદિ ભાષામાં ભાવાનુવાદો કે વિવેચનો લખતા હોય છે... પણ અહીં ઊલટું જ થયું છે. મૂળ ગ્રંથ ગુર્જરગિરામાં.. અને તેની વિવેચના સંસ્કૃત ભાષામાં. સમસ્ત ગ્રન્થને અને ગ્રંથના પદાર્થોને સંસ્કૃતમાં ઢાળવાનો-વિવેચવાનો પ્રશસ્ત પુરુષાર્થ કર્યો છે. ઉપાધ્યાયજી મહારાજના આજન્મ ચાહક ગણિવર્ય શ્રીયશોવિજયજીએ.. ગણીશ્રીએ નહિ-નહિ તો ઉપાધ્યાયજી મહારાજના સાત - આઠ ગ્રંથો ઉપર પોતાની કલમ ચલાવી છે. અને હજી તો કેટલાય ગ્રંથો વેઈટિંગ લિસ્ટમાં છે. ગણીશ્રીનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ અદ્ભુત છે. નવ્યન્યાયના વિષમ અને વિશદ દરિયાને ઉલેચવાનો ધરખમ પુરુષાર્થ કર્યો છે. તેમજ આગમગ્રંથોના અને પ્રકરણગ્રંથોના ગિરિરાજ પર આરોહણ કરવા ભારે જહેમત એમણે ઉઠાવી છે. એમના વિવેચનગ્રન્થોની એક આગવી વિશેષતા છે... જે પદાર્થ પર તેઓ કલમ ચલાવતા હોય એને પુષ્ટ કરવા જૈન-જૈનેતર ગ્રન્થોમાં જ્યાં પણ એ પદાર્થને લગતી ચર્ચા હોય તેના રેફરન્સ-અવતરણો ગ્રન્થના નામ સાથે એમની વિવેચનામાં ઉતરી આવે છે. વાંચતી વખતે એવો ભાસ થાય છે - ગ્રંથરૂપી રાજધાની એકસપ્રેસમાં બેઠા છીએ અને ફુલસ્પીડમાં આવતા એક પછી એક સ્ટેશનોની જેમ એક પછી એક ગ્રન્થોના/શાસ્ત્રોના સાક્ષીપાઠો આવે રાખે છે. પ્રસ્તુત ગ્રન્થમાં પણ અવસરે અવસરે ગણીશ્રીના આવા તીવ્ર ક્ષયોપશમના ચમકારા જોવા મળે છે. આટલું પ્રાથમિક વિચારી લીધા પછી હવે પ્રસ્તુત ગ્રન્થના સેટિંગને સમજી લઈએ. સંપૂર્ણ ગ્રન્થ સાત વિભાગમાં વહેંચાયેલો છે. દરેક વિભાગમાં નીચે મુજબનું ક્રમશઃ આયોજન છે. ૧. સહુ પ્રથમ મહોપાધ્યાયજી રચિત દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસની ગાથા આવે છે.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy