SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ११४८ • प्रतीत्यपर्यायसमुत्पादपरामर्श: 6 ૧/૪ કંચનની ધ્રુવતા પણિ (તે એકક) તેહ જ છઈ. જે માટઈ પ્રતીય-પર્યાયોત્પાદઈ એક સંતાનપણું તેહ જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઇ. એ ૩ લક્ષણ એક દલઈ એકદા વર્તઈ છઈ. ઈમ અભિન્ન પણઇં. ए २/१/१५ श्रीभा.) इति ब्रह्मसूत्रश्रीभाष्ये रामानुजवचनमपि व्याख्यातम् । काञ्चनघटध्वंसाभिन्नो हेममौल्युत्पाद एव काञ्चनस्थिति: ज्ञेया, प्रतीत्यपर्यायसमुत्पादस्यैकसन्तानत्वात्, तस्यैव चाऽन्वयिद्रव्यलक्षणध्रौव्यात् । न हि मौलिजन्मसमये हेमसामान्यं व्येति, न वा सौवर्णघटध्वंसव्यधिकरणः काञ्चनमुकुटोत्पादो दृश्यते, कुम्भ-किरीटादितत्तत्पर्यायानुगतसुवर्णसामान्यस्य स्वावस्थस्य सार्वलौकिक-स्वारसिकाऽबाधितानुभवसिद्धस्य सुरगुरुणाऽपि प्रत्याख्यातुमशक्यत्वात् । इत्थञ्चोत्पाद-व्यय-ध्रौव्यलक्षणं त्रैलक्षण्यमेकोपादानकारणे अपृथग्भावसम्बन्धेन मिथः सापेक्षतया स्थितं सर्वत्र एकदा दृश्यते इति तेषामभेदः सिध्यति । છે કે નૈગમ, વ્યવહાર, ઋજુસૂત્ર નયને જ માન્ય છે - તેવું નથી. વેદાન્તદર્શનમાં પણ આ વાત માન્ય છે. વિશિષ્ટઅદ્વૈતવાદી શ્રીરામાનુજ આચાર્ય બ્રહ્મસૂત્રશ્રીભાષ્યમાં જણાવે છે કે “દ્રવ્યમાં ઉત્તર -ઉત્તર નવા સંસ્થાનનો યોગ એ જ પૂર્વ-પૂર્વ સંસ્થાનમાં રહેલ દ્રવ્યનો વિનાશ છે અને સ્વઅવસ્થામાં રહેલ દ્રવ્યની ઉત્પત્તિ છે.” અમે પૂર્વે જે જણાવેલ છે, તેનાથી જ રામાનુજ આચાર્યના વચનની પણ વ્યાખ્યા થઈ જાય છે. કારણ કે જૈનદર્શન મુજબ, સંસ્થાન એક જાતનો પર્યાય છે. ઉત્તરકાલીન સંસ્થાનાત્મક પર્યાયની ઉત્પત્તિ એ જ પૂર્વપર્યાયનો નાશ છે. અર્થાત્ પૂર્વકાલીન સંસ્થાનાત્મક પર્યાયસ્વરૂપે રહેલા દ્રવ્યનો નાશ છે. તથા તે જ ઉત્તરપર્યાયજન્મ છે. અર્થાત્ નૂતન સ્વઅવસ્થારૂપે = નૂતન સ્વસંસ્થાનરૂપે = નૂતન સ્વપર્યાયરૂપે રહેલા દ્રવ્યની ઉત્પત્તિ છે. આ પ્રમાણે અર્થઘટન જૈનદર્શન મુજબ સંગત થાય છે. 0 સુવર્ણસ્થિતિ સ્વરૂપ અંગે વિચાર છે (વાગ્ધન.) સોનાના ઘડાના ધ્વસથી અભિન્ન એવી સુવર્ણમુગટની ઉત્પત્તિ એ જ સોનાનું દ્રૌવ્ય આ છે - તેમ જાણવું. કારણ કે પ્રતીત્યપર્યાયજન્મ = સાપેક્ષપર્યાયજન્મ = પૂર્વપર્યાયનાશસાપેક્ષ નૂતનપર્યાયઉત્પાદ એક જ સંતાનમાં = ઉપાદાનકારણમાં થાય છે. પૂર્વાપરકાલમાં અનુગત એવા જે એક જ ઉપાદાનકારણમાં પ્રતીત્યપર્યાયજન્મ થાય છે તે અનુગત ઉપાદાનકારણ જ અન્વયિદ્રવ્યસ્વરૂપ ધ્રૌવ્ય છે. કારણ કે સુવર્ણઘટનાશસાપેક્ષ સુવર્ણમુગટપર્યાયજન્મ સમયે પૂર્વાપરકાલસાધારણ સુવર્ણદ્રવ્યસામાન્યનો નાશ થતો નથી. તેમજ સોનાના ઘડાના ધ્વસના અધિકરણીભૂત સુવર્ણ દ્રવ્યથી ભિન્ન સુવર્ણદ્રવ્ય કાંઈ સૌવર્ણમુગટસ્વરૂપ પર્યાયની ઉત્પત્તિનું અધિકરણ બનતું નથી. જે સોનું ઘટધ્વસનું અધિકરણ છે તે જ સોનું મુગટ ઉત્પત્તિનું અધિકરણ છે. આ પ્રમાણે દેખાય છે. “ઘટ, મુગટ વગેરે વિભિન્ન પર્યાયોમાં અનુગત સુવર્ણસામાન્ય તો પોતાના મૂળભૂત સ્વરૂપમાં જ ટકેલું છે' - આ પ્રમાણે સર્વ લોકોને સ્વરસતઃ અનુભવાય છે. તથા આ અનુભવ અબાધિત છે. તેથી જ આ અનુભવસિદ્ધ હકીકતનો સુરગુરુ પણ અપલાપ કરવાને શક્તિમાન નથી. આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રણ લક્ષણ એક જ ઉપાદાનકારણમાં અપૃથભાવસંબંધથી રહેલા બધા જ સ્થળે એકીસાથે દેખાય છે. આમ અપૃથભાવસંબંધથી સમાનાધિકરણ હોવાથી અને જ કો.(૯)માં ‘તે માટઈ” પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy