SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 3/? १११६ भेद-भेदहेतुविचार प यदा चावगाहका जीव-पुद्गलाः प्रयोगतो विलसातो वा एकस्मान्नभःप्रदेशात् प्रदेशान्तरमुपसर्पन्ति तदा तस्य व्योम्नः तैः अवगाहकैः सममेकस्मिन् प्रदेशे विभागः उत्तरस्मिंश्च प्रदेश संयोगः। संयोग-विभागौ च परस्परं विरुद्धौ धर्मों, तभेदे चावश्यं धर्मिणो भेदः । तथा चाहुः “अयमेव भेदो भेदहेतुर्वा यदुत विरुद्धधर्माध्यासः कारणभेदश्च” (सम्मतितर्कवृत्ति-१/१/पृ.३ ( + વાવું-૧/મ.રૂ/T.૧/y.રૂર૭) તિા ___ ततश्च तदाकाशं पूर्वसंयोगविनाशलक्षणपरिणामाऽऽपत्त्या विनष्टम्, उत्तरसंयोगोत्पादाख्यपरिणामाવિગ્નસાપરિણામથી = તથાસ્વભાવથી એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશપ્રદેશમાં ગતિ કરે છે ત્યારે તેઓનો પૂર્વના આકાશપ્રદેશ સાથે વિભાગ થાય છે અને ઉત્તરના (= આગળના) આકાશપ્રદેશો સાથે સંયોગ થાય છે. સંયોગ અને વિભાગ - આ બન્ને ગુણધર્મો પરસ્પર વિરુદ્ધ છે. તેથી પૂર્વના અને ઉત્તરના આકાશપ્રદેશો એક જ આકાશના અવયવ હોવા છતાં પણ તે બન્નેમાં સંયોગ અને વિભાગ સ્વરૂપ પરસ્પરવિરુદ્ધ ગુણધર્મો રહેતા હોવાથી તે રૂપે આકાશસ્વરૂપ ધર્માના બે ભાગ પડે છે. અર્થાત્ સંયોગ-વિભાગરૂપ ધર્મના ભેદથી તેઓના આશ્રયમાં = ધર્મોમાં પણ કથંચિત્ ભેદ અવશ્ય સ્વીકાર્ય બને છે. સમસ્યા :- બે વિરુદ્ધ ગુણધર્મોથી યુક્ત એવી વસ્તુને એક માનવામાં શું વાંધો ? સમાધાન :- (તથા.) તમારી શંકાનું સમાધાન કરવા માટે સંમતિતર્ક ગ્રન્થની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “પદાર્થોમાં આ જ ભેદ છે અથવા ભેદનો હેતુ છે કે તે પદાર્થમાં વિરુદ્ધ ધર્મોનું સાન્નિધ્ય છે અને તેઓના કારણોમાં ભેદ રહેલો છે.” જ કારણભેદ કાર્યભેદસાધક સ્પષ્ટતા - સંમતિવ્યાખ્યાકારનો આશય એ છે કે પરસ્પરવિરુદ્ધ ગુણધર્મોનું સાન્નિધ્ય એ જ તેના 4 આશ્રયમાં રહેલો ભેદ છે. તથા તેના અવયવોનો ભેદ અવયવીમાં ભેદસાધક છે. દા.ત. ઘડો જલનો આધાર બને છે તથા વસ્ત્ર શરીરઆચ્છાદક બને છે. તેથી ઘટમાં જલઆધારતા નામનો ગુણધર્મ રહેલ છે. તથા વસ્ત્રમાં શરીરઆચ્છાદ– નામનો ગુણધર્મ રહેલ છે. જલઆધારતા જ્યાં રહે છે ત્યાં શરીરઆચ્છાદકતા નામનો ગુણધર્મ રહેતો નથી. તથા જ્યાં શરીરઆચ્છાદકતા નામનો ગુણધર્મ રહે છે છે ત્યાં જલઆધારતા નામનો ગુણધર્મ રહેતો નથી. આમ જલઆધારતા અને શરીરઆચ્છાદ– નામના અથવા ઘટત્વ અને પટવ નામના બે ગુણધર્મો પરસ્પરવિરુદ્ધ છે - તેવું સિદ્ધ થાય છે. ઘટમાં અને પટમાં આ પરસ્પરવિરુદ્ધ ગુણધર્મોની હાજરી એ જ ઘટ અને પટ વચ્ચે રહેલો ભેદ છે. તેથી પરસ્પર વિરુદ્ધ ધર્માધ્યાસ એ જ ધર્મીમાં રહેલ ભેદ કહેવાય છે. તથા ઘટમાં અને પટમાં (પરસ્પરવિરુદ્ધ ધર્માધ્યાસ સ્વરૂપ) જે ભેદ રહેલો છે તેનો સાધક અવયવભેદ છે. તે આ રીતે – ઘટના અવયવ કપાલ કે માટી દ્રવ્ય છે. જ્યારે પટના અવયવ તંતુ છે. આમ ઘટના અને પટના અવયવોમાં = કારણોમાં જે ભેદ રહેલો છે તે જ ઘટમાં અને પટમાં ભેદનો સાધક = હેતુ છે. આકાશમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ કે | (તતæ.) જીવ કે પુદ્ગલ ગતિ કરે ત્યારે પૂર્વના આકાશપ્રદેશમાં રહેલ સંયોગ નાશ પામે છે તથા વિભાગ નામનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે અને ઉત્તરના આકાશપ્રદેશમાં વિભાગ નામનો ગુણધર્મ નાશ પામીને સંયોગ ઉત્પન્ન થાય છે. સંયોગ અને વિભાગ પરસ્પરવિરુદ્ધ ગુણધર્મો છે. સંયોગ અને
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy