SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१९ ० वर्तनास्वरूपकालस्य लोकालोकव्यापकता ० अतिरिक्तषष्ठद्रव्यात्मकः कालो नास्ति। (२) “दव्वे नियमा भावो, न विणा ते यावि खेत्त-कालेहिं” (वि.आ.भा.१४०८) इति विशेषावश्यकभाष्यस्य मलधारवृत्त्यनुसारेण वर्त्तनादिपर्यायलक्षणस्तु कालः ५ अलोकाकाशेऽपि अस्त्येव । तादात्म्यसम्बन्धेन स्वात्मकं क्षेत्रमिव अपृथग्भावसम्बन्धेन वर्त्तनापर्यायलक्षणं रा कालं विना अलोकाकाशद्रव्यस्य असम्भवाद् वर्त्तनालक्षणः कालः लोकालोकव्यापक इत्याशयः। ___(३) “द्रव्यस्य या सादि-सपर्यवसानादिलक्षणा तेन तेन रूपेण वृत्तिः = वर्त्तना स द्रव्यस्य कालः = द्रव्यकालः समुत्कीर्त्यते” (वि.आ.भा.२०३२ मल.वृ.) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिदर्शितरीत्या वर्त्तनापर्यायात्मकस्य द्रव्यकालस्य अपि लोकालोकव्यापकता, अलोकाकाशद्रव्येऽपि अनाद्यनन्त- क स्थितिलक्षणवर्त्तनापर्यायसद्भावात् । प्रकृते “यत्र च द्रव्यं तत्र तत्स्थितिलक्षणः कालोऽपि अस्त्येव” (वि. र्णि आ.भा.२०८७) इति विशेषावश्यकभाष्यमलधारवृत्तिप्रदर्शिता व्याप्तिः स्मर्तव्या। व्याप्यतावच्छेदकसम्बन्धश्चाऽत्र तादात्म्यलक्षणो ज्ञेयः । દશમી શાખાના દશમા, અગિયારમા, તેરમા વગેરે શ્લોકની વ્યાખ્યામાં જણાવેલા અનેક શાસ્ત્રસંદર્ભો મુજબ પાંચ દ્રવ્યોથી અતિરિક્ત છઠ્ઠા દ્રવ્ય સ્વરૂપ કાળ નામનું કોઈ તત્ત્વ નથી. # વર્તનાદિપચાત્મક કાળ લોકાલોકવ્યાપક # (૨) (“શ્વે) દ્રવ્યમાં અવશ્ય ભાવ = પર્યાય હોય છે. તથા દ્રવ્ય અને ભાવ ક્યારેય ક્ષેત્ર -કાળ વિના નથી હોતા' - આ પ્રમાણે વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જે જણાવેલ છે, તેની વ્યાખ્યામાં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ જે ચર્ચા કરેલી છે, તે મુજબ વર્તનાદિપર્યાયસ્વરૂપ કાળ સમગ્ર લોકાકાશમાં તો છે જ પરંતુ અલોકાકાશમાં પણ છે. અલોકાકાશ દ્રવ્ય છે. તેથી ઉપર જણાવેલ નિયમ મુજબ ક્ષેત્ર-કાળ વિના તે રહી ન જ શકે. તાદાભ્યસંબંધથી જેમ ત્યાં સ્વાત્મક ક્ષેત્ર છે, તેમ અપૃથભાવસંબંધથી વર્તનાપર્યાયાત્મક કાળને પણ અવશ્ય ત્યાં માનવો જ પડે. આમ વર્તનાસ્વરૂપ કાળ લોકાલોકવ્યાપક છે - તેમ ફલિત થાય છે. જ દ્રવ્યકાળ લોકાલોકવ્યાપક છે (૩) (“વ્યસ્થ.) મલધારી શ્રી હેમચંદ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં “દ્રવ્યની સાદિ-સાંત 2 વગેરે સ્વરૂપે જે સ્થિતિ છે, તે તે સ્વરૂપે દ્રવ્યની વિદ્યમાનતા = વર્તના એ જ દ્રવ્યનો કાળ = દ્રવ્યકાળ કહેવાય છે” – આ મુજબ જણાવેલ છે. તે વર્તનાપર્યાયાત્મક દ્રવ્યકાળ પણ લોકાલોકવ્યાપી સમજવો. કારણ કે અલોકાકાશ દ્રવ્યમાં પણ અનાદિ અનંત સ્થિતિસ્વરૂપ વર્તનાપર્યાય તો છે જ. અહીં માલધારી શ્રી હેમચન્દ્રસૂરિજીએ વિશેષાવશ્યકભાષ્યવ્યાખ્યામાં જણાવેલી વ્યાપ્તિ યાદ કરવા યોગ્ય છે. ત્યાં તેઓશ્રીએ “જ્યાં દ્રવ્ય હોય ત્યાં તેની સ્થિતિસ્વરૂપ કાળ હોય' – આવી દ્રવ્ય અને કાળ વચ્ચે વ્યાપ્તિ જણાવેલ છે. અહીં વ્યાપ્ય દ્રવ્ય છે. તથા વ્યાપ્યતાઅવચ્છેદક સંબંધ તાદાભ્ય સમજવો. તેથી વ્યાપ્તિનો આકાર એવો થશે કે જે જે દ્રવ્ય હોય ત્યાં ત્યાં તેની સ્થિતિસ્વરૂપ કાળ હોય જ. અલોકાકાશ દ્રવ્ય હોવાથી ત્યાં સ્થિતિ = અવસ્થાન સ્વરૂપ કાળ હોય જ. આમ અલોકાકાશમાં પણ અનાદિ-અનંત સ્થિતિસ્વરૂપ દ્રવ્યકાળને માનવો જ પડશે. 1. દ્રવ્ય નિયમદ્ ભાવ:, વિના તો વા ક્ષેત્ર-નિમ્યા”
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy