SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१७ १५७१ . धर्मादिदेश-प्रदेशकल्पनामीमांसा 0 દેશ-પ્રદેશકલ્પના તેહની વ્યવહારનુરોધઈ પછઈ કરી, न चैवं धर्मास्तिकायादीनां देश-प्रदेशकल्पना अनुत्थानपराहता स्यादिति वाच्यम्, लाघवसहकृतप्रमाणतो धर्मास्तिकायादिस्कन्धात्मकद्रव्यसिद्ध्युत्तरकालम् ‘इह मनुष्यादिगतिः, न । तु तत्र', 'इह घटादिस्थितिः न तु तत्र', 'इह चक्रादयोऽवगाढाः न तु तत्रे'त्यादिव्यवहारानुरोधाद् अवच्छेदकविधया धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायानां देश-प्रदेशकल्पनात् । धर्मादिद्रव्याणामेव सावच्छिन्नगत्यादिव्यवहारोपधायकबुद्धिविकल्पितो द्विप्रदेशाद्यात्मको विभागः ‘देशः' इत्युच्यते, श निर्विभागभागात्मकः प्रकृष्टो देश: ‘प्रदेश' इत्युच्यते इति धर्मादिषु स्कन्ध-देश-प्रदेशत्वसिद्धावपि क लोकव्यवहारमूलकदेश-प्रदेशकल्पनं न धर्मादिद्रव्याणाम् अणुरूपत्वसाधनाय अलम् इति चेत् ? र्णि કરવામાં ગૌરવ દોષ આવે છે. તેથી અસંખ્ય કાલાણુ દ્રવ્યની જેમ અસંખ્ય ધર્માણ દ્રવ્ય વગેરેની વ્યર્થ ગૌરવગ્રસ્ત કલ્પના કરવી વ્યાજબી નથી. શંકા :- (ર ) જો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વરૂપ પ્રત્યેક દ્રવ્ય અંધાત્મક હોય અને અણુસ્વરૂપ ન હોય તો ધર્માસ્તિકાય વગેરે ત્રણેય દ્રવ્યમાં દેશ-પ્રદેશકલ્પના તો અનુત્થાન પરાહત બની જશે. ધર્માસ્તિકાય વગેરે ત્રણે દ્રવ્યમાં રહેલ અંધાત્મકતાનું જ્ઞાન જ દેશ-પ્રદેશાત્મકતાની કલ્પનાને ઉભી થવા નહિ દે. છે સ્કંધ દ્રવ્યમાં વ્યવહારબળથી દેશ-પ્રદેશકલ્પના : દિગંબર છે સમાધાન :- (ન.ય.) તમારી શંકા વ્યાજબી નથી. કારણ કે ધર્માસ્તિકાય વગેરે ત્રણેય દ્રવ્યો અંધાત્મક છે – એવું લાઘવસહકૃત પ્રમાણ દ્વારા નિશ્ચિત થયા બાદ પ્રસિદ્ધ લોકવ્યવહારના આધારે તે ત્રણેયમાં દેશની અને પ્રદેશની કલ્પના કરવામાં આવે છે. તે પ્રસિદ્ધ લોકવ્યવહાર આ પ્રમાણે છે – “અહીં મનુષ્યાદિની નું ગતિ છે, ત્યાં નહિ', “અહીં ઘટાદિ રહેલા છે, ત્યાં નહિ', “અહીં ચક્ર વગેરે અવગાહીને રહેલા છે, ત્યાં નહિ - આ પ્રમાણે સાવચ્છિન્ન ગતિ, સ્થિતિ અને અવગાહના સંબંધી ઉપરોક્ત સર્વ લોકપ્રસિદ્ધ વ્યવહાર થી ધર્માદિ ત્રણેય દ્રવ્યોમાં ગતિ, સ્થિતિ આદિના અવચ્છેદક રૂપે દેશાદિની કલ્પના કરાવે છે. સાવચ્છિન્ન ગતિ, સ્થિતિ વગેરે સંબંધી વ્યવહારને કરાવનારી બુદ્ધિના નિમિત્તે બે, ત્રણ, ચાર આદિ પ્રદેશાત્મક વિભાગની ૧૧ ધર્માસ્તિકાય વગેરે ત્રણેય દ્રવ્યોમાં જ કલ્પના કરવામાં આવે છે. આ બે, ત્રણ આદિ પ્રદેશાત્મક વિભાગ એ જ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યનો દેશ કહેવાય છે. તથા ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યોનો જ નિર્વિભાગ અંશાત્મક પ્રવૃષ્ટ દેશ એ જ તેનો પ્રદેશ કહેવાય છે. આ રીતે ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યોમાં સ્કંધાત્મકતા, દેશરૂપતા અને પ્રદેશરૂપતા સિદ્ધ થઈ શકે છે. પરંતુ લોકવ્યવહારના આધારે થતી દેશ-પ્રદેશની કલ્પના ધર્માસ્તિકાય આદિને અણુસ્વરૂપે સિદ્ધ કરવા માટે સમર્થ નથી. - ધર્માણુ વગેરેની કલ્પનાનું નિરાકરણ - સ્પષ્ટતા :- અમે દિગંબરો પહેલેથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યને અણુસ્વરૂપ નથી માનતા. પરંતુ અંધાત્મક જ માનીએ છીએ. તેમાં દેશ-પ્રદેશની કલ્પના લોકવ્યવહારના આધારે પાછળથી કરવામાં આવે છે. તથા ધર્માસ્તિકાયાદિ પરમાર્થથી સ્કંધાત્મક હોવા છતાં દેશાદિની કલ્પના દ્વારા ઉપરોક્ત વ્યવહારની
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy