SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ १४८२ ननु एवम् अस्तिकायज्ञानेन किं प्रयोजनं सिध्यतीति चेत् ? धर्मरुचिनामकं दशमं सम्यग्दर्शनमित्यवेहि । तदुक्तं प्रज्ञापनासूत्रे, उत्तराध्ययनसूत्रे, प्रवचनसारोद्धारे च “जो अत्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तधम्मं च । सद्दहइ जिणाभिहियं सो धम्मरुइ त्ति नायव्वो । । ” (प्र.सू.१/३७-१२६ पृ.५६ + उत्त.२८/२७ + प्रसारो. ९६०) इति भावनीयमस्तिकायतत्त्वं श्रुतानुसारेण चारित्रधरैः धर्मरुचिसम्यक्त्वकाङ्क्षिभिः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - यथा परमार्थत एकमपि गगनम् उपाधिभेदाद् द्विधा भ तथा एकोऽपि जीवः शरीरेन्द्रियाद्युपाधिभेदात् संसारि - मुक्तादिभेदेनाऽनेकधा भिद्यते । यथा धर्मास्तिकायादिविरहे अलोकाकाशस्वरूपं मौलरूपेण न भिद्यते तथा शरीरेन्द्रियान्तःकरण- पुण्यादिविरहे र्णि अस्मदीयचैतन्यरूपं मौलरूपेण नैव भिद्यते । ततश्च शारीरज्वरेन्द्रियवैकल्याऽन्तःकरणमूर्छा का - पुण्योदयभ्रंशाद्यवसरे नैव विह्वलता कार्या । न हि व्याध्यादिभिः अस्मदीयमौलिकचैतन्यस्वरूपं निश्चयतो भिद्यते किञ्चिदपीति न विस्मर्तव्यम् । इत्थमेव 2" सव्वकम्मावगमो मोक्खो” (नि.भा.१०/ ..પૃ.૭ पीठिका) इति निशीथचूर्णिदर्शितो मोक्षः सुलभो भवेत् । ।१० / ९ ।। ]]> * अस्तिकायादिश्रद्धानाद् धर्मरुचिसम्यग्दर्शनलाभः - १०/९ જિજ્ઞાસા :- (મુ.) આ રીતે ધર્મ-અધર્મ વગેરે અસ્તિકાયનું જ્ઞાન કરવાથી શું પ્રયોજન સિદ્ધ થાય ? તે જ સમજાતું નથી. - ધર્મરુચિ સમ્યગ્દર્શનને પામીએ શમન :- (ધર્મ.) ધર્માસ્તિકાય વગેરેની જાણકારીથી ધર્મરુચિ નામનું દશમા નંબરનું સમ્યગ્દર્શન સિદ્ધ = પ્રગટ કરવું એ જ પ્રયોજન છે. તેમ તમે જાણો. કુલ દશ ભેદ સમકિતનાં છે. તેમાંથી દશમો ભેદ ધર્મરુચિ સમકિત છે. તે અંગે પન્નવણાસૂત્રમાં, ઉત્તરાધ્યયનસૂત્રમાં તથા પ્રવચનસારોદ્વારમાં જણાવેલ છે કે ‘શ્રીજિનેશ્વર ભગવંતે બતાવેલા (૧) અસ્તિકાયધર્મની, (૨) શ્રુતધર્મની અને (૩) ચારિત્રધર્મની જે શ્રદ્ધા કરે છે તે સાધકને ધર્મરુચિસમ્યક્ત્વવાળો જાણવો.’ આ રીતે ધર્મરુચિ સમકિતની કામના કરનારા સંયમીઓએ શ્રુતાનુસારે અસ્તિકાયતત્ત્વની વિભાવના કરવી. → ઔપાધિકસ્વરૂપમાં અટવાઈએ નહિ આધ્યાત્મિક ઉપનય :- જેમ આકાશ પરમાર્થથી એક જ હોવા છતાં તેના બે ભેદ ઉપાધિભેદથી પડે છે, તેમ આપણો જીવ પણ એક હોવા છતાં શરીર, ઈન્દ્રિય વગેરે ઉપાધિના ભેદથી આપણા સંસારી-મુક્ત વગેરે ભેદો પડે છે. જેમ ધર્માસ્તિકાય ન હોવાથી અલોકાકાશના મૂળભૂત સ્વરૂપમાં કોઈ ફરક પડતો નથી, તેમ શરીર, ઈન્દ્રિય, મન, પુણ્ય વગેરે આપણા ન હોવાથી આપણા મૂળભૂત ચૈતન્યસ્વરૂપમાં કે મૂળસ્વરૂપે આપણામાં કોઈ જ ભેદ પડી શકતો નથી. માટે શરીર માંદુ પડે, ઈન્દ્રિયમાં ખોડખાંપણ આવે, મન મૂર્છિત - બેહોશ થાય, પુણ્ય પરવારે તેવા સંયોગમાં આપણે વિહ્વળ થવાની કશી જ જરૂર નથી. કેમ કે તેવી પરિસ્થિતિમાં પણ આપણા મૂળભૂત ચૈતન્ય સ્વરૂપમાં તો નિશ્ચયથી જરાય ફરક પડતો નથી. આ હકીકત આપણી નજરમાંથી ખસવી ન જોઈએ. આ રીતે જ નિશીથચૂર્ણિમાં બતાવેલ સર્વકર્મવિયોગસ્વરૂપ મોક્ષ સુલભ બને.(૧૦/૯) 1. यः अस्तिकायधर्मं श्रुतधर्मं खलु चरित्रधर्मं च । श्रद्दधाति जिनाभिहितं स धर्मरुचिरिति ज्ञातव्यः । । 2. सर्वकर्मापगमो मोक्षः ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy