SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ १४६८ * स्याद्वादरत्नाकरानुसारेण गगनसिद्धिः तदाशयः । वादिदेवसूरिभिस्तु स्याद्वादरत्नाकरे “युगपन्निखिलद्रव्यावगाहः साधारणकारणापेक्षः, युगपन्निखिलद्रव्यावगाहत्वात्। य एवं स एवम्, यथैकसरःसलिलाऽन्तःपातिमत्स्याद्यवगाहः । तथाऽवगाहश्चायम् । तस्मात् मु तथा। यच्चापेक्षणीयमत्र साधारणं कारणं तद् आकाशम्” (स्या. रत्ना.५/८/पृ.८९१) इत्येवमाकाशद्रव्यसिद्धिः कृतेत्यवधेयम्। वादमहार्णवाभिधानायां सम्मतितर्कवृत्ती श्री अभयदेवसूरिभिः धर्मास्तिकायादित्रितयसाधनार्थं “गति -स्थित्यवगाहलक्षणं पुद्गलास्तिकायादिकार्यं विशिष्टकारणप्रभवम्, विशिष्टकार्यत्वात्, शाल्यङ्कुरादिकार्यवत्। णि यश्चासौ कारणविशेषः स धर्माऽधर्माऽऽकाशलक्षणो यथासङ्ख्यमवसेयः” (स.त.का.३/का.४५/पृ.६५४) इत्येवमनुमानप्रयोगोऽकारीति यत् पूर्वम् (१०/४) उपदर्शितं तदप्यत्रानुस्मर्तव्यम्, एकेनैव प्रयोगेण धर्मादित्रितयसाधनादिति । * १०/८ બદલે તેનાથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય સ્વરૂપ માનવું જરૂરી છે. * સ્યાદ્વાદરત્નાકર મુજબ આકાશસિદ્ધિ # (વિ.) શ્રીવાદિદેવસૂરિજી મહારાજે તો સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં આકાશદ્રવ્યની સિદ્ધિ નીચે મુજબ કરેલી છે. “એકીસાથે સર્વ દ્રવ્યની અવગાહના (= પક્ષ) અનુગત કારણને સાપેક્ષ છે. અર્થાત્ અનુગત કારણથી જન્ય છે. કારણ કે તે એકીસાથે સર્વ દ્રવ્યની અવગાહના સ્વરૂપ છે. જે આ પ્રમાણે હોય તે અનુગતકારણજન્ય જ હોય. જેમ કે એક સરોવરના પાણીની અંદર રહેલ માછલી વગેરેની અવગાહના. એકીસાથે એક સરોવરની અંદર રહેલા તમામ માછલા વગેરેની અવગાહના સરોવરના પાણીથી ઉત્પન્ન થાય છે. તે જ રીતે યુગપત્ સર્વ દ્રવ્યની અવગાહના પણ તથાસ્વરૂપ છે. તેથી તે અવગાહના પણ એક અનુગત કારણની અપેક્ષા રાખનાર હોવી જોઈએ. યુગપત્ સર્વ દ્રવ્યની અવગાહના જેની અપેક્ષા રાખે છે તે અનુગત કારણ આકાશ દ્રવ્ય છે." આ વાતને પણ વાચકવર્ગે ધ્યાનમાં રાખવી. * વાદમહાર્ણવ મુજબ આકાશસિદ્ધિ = (વાવ.) સમ્મતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ નામની વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિજી મહારાજે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વરૂપ ત્રણ દ્રવ્યની સિદ્ધિ ક૨વા માટે નીચે મુજબ અનુમાનપ્રયોગ કરેલ છે. “ગતિ, સ્થિતિ અને અવગાહના સ્વરૂપ પુદ્ગલાસ્તિકાયાદિનું કાર્ય (= પક્ષ) વિશિષ્ટકારણથી અનુગતકારણથી ઉત્પન્ન થયેલ છે (= સાધ્ય). કારણ કે તે વિશિષ્ટકાર્ય સ્વરૂપ છે (= હેતુ). જેમ કે શાલિ-અંકુર વગેરે કાર્ય (= દૃષ્ટાંત). ઉપરોક્ત ત્રણ કાર્ય પ્રત્યે કારણવિશેષની અપેક્ષા રહે છે તે કારણ તરીકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વરૂપ ક્રમશઃ ત્રણ દ્રવ્ય જાણવા. અર્થાત્ ગતિનું કારણ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. સ્થિતિનું કારણ અધર્માસ્તિકાય દ્રવ્ય છે. તથા અવગાહનું કારણ આકાશ દ્રવ્ય છે - તેમ સમજવું.” શ્રીઅભયદેવસૂરિ મહારાજની આ વાતને પૂર્વે આ જ શાખાના ચોથા શ્લોકની વ્યાખ્યામાં જણાવેલ હતી તેને વાચકવર્ગે અહીં યાદ કરવી. કારણ કે એક જ અનુમાનપ્રયોગ દ્વારા તેમણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય - એમ ત્રણ દ્રવ્યની સિદ્ધિ કરેલ છે. તેમાંથી અહીં આકાશ અંગેની વાત ઉપયોગી છે.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy