SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ १४३७ १०/५ • स्थिते: अदृष्टहेतुकत्वमीमांसा 0 नुमानप्रयोगाद् अपि धर्माऽधर्मद्रव्यसिद्धिः कार्या तर्करसिकैः। एतेन “गमणणिमित्तं धम्ममधम्मं ठिदि जीव-पुग्गलाणं च। अवगहणं आयासं जीवादिसव्वदव्वाणं ।।" (नि.सा.३०) इति नियमसारवचनमपि व्याख्यातम् । अथाऽदृष्टस्य कार्यमानहेतुत्वाद् अदृष्टहेतुके गति-स्थिती इति चेत् ? ન, પુર્તપુ માવા यस्योपकारस्तादर्थ्या क्रियाप्रवृत्तिरिति जीवाऽदृष्टद्वारा पुद्गलगत्याधुपपत्तेरिति चेत् ? સાપેક્ષ રહીને જ ઉત્પન્ન થાય.” આ રીતે પણ ગતિસામાન્યના ઉદાસીનકારણ તરીકે ધર્માસ્તિકાયની અને સ્થિતિ સામાન્યના ઉદાસીનકારણ તરીકે અધર્માસ્તિકાયની સિદ્ધિ તાર્કિક પુરુષોએ કરવી. ૦ “નિયમસાર' ગ્રન્થનું સ્પષ્ટીકરણ છે (ર્તન) નિયમસાર ગ્રંથમાં કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે કે “જીવની અને પુદ્ગલોની ગતિનું નિમિત્તકારણ ધર્મદ્રવ્ય છે, સ્થિતિનું નિમિત્તકારણ અધર્મદ્રવ્ય છે. તથા જીવાદિ સર્વ દ્રવ્યોના અવગાહનું નિમિત્તકારણ આકાશ છે' - તેનું પણ સ્પષ્ટીકરણ ઉપરોક્ત ચર્ચા દ્વારા થઈ જાય છે. ત્યાં જે નિમિત્તકારણ લખેલ છે તેનો અર્થ “નિમિત્તકારણ સામાન્ય કરવાનો. ‘સ્થિતિ’ શબ્દનો અર્થ “જન્યસ્થિતિ’ કરવાનો. આથી પાણી વગેરેમાં ધર્માસ્તિકાય વગેરેની અતિવ્યાતિ વગેરે દોષને અવકાશ નહિ રહે. નૈયાયિક :- (૩થા.) અદષ્ટ = પુણ્ય-પાપ કર્મ તમામ કાર્યનો હેતુ છે. તેથી જીવાદિ દ્રવ્યોની ગતિનું અને સ્થિતિનું પણ કારણ કર્મ જ બનશે. તેના માટે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે દ્રવ્યની કલ્પના કરવાની જરૂર નથી. અદષ્ટ દ્વારા જ ધર્માસ્તિકાય આદિ બન્ને દ્રવ્ય અન્યથાસિદ્ધ થઈ જાય છે. > તમામ ગતિ-સ્થિતિ કર્મજન્ય નથી ) જૈન :- (.) ના, તમારી આ દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ગતિ અને સ્થિતિ - આ બે ક્રિયા માત્ર જીવમાં જ ઉપલબ્ધ થાય છે - તેવું નથી. જીવની જેમ પરમાણુ, ચણુક વગેરે પુદ્ગલ દ્રવ્યો પણ ગતિ તથા સ્થિતિ કરે છે. તથા પુદ્ગલમાં તો પુણ્ય કર્મ કે પાપ કર્મ = અદષ્ટ ગેરહાજર છે. તેથી પુગલની ગતિ અને સ્થિતિ પ્રત્યે અષ્ટમાં અપેક્ષાકારણતા વ્યતિરેક વ્યભિચારથી દૂષિત બનશે. આમ જીવની અને પુદ્ગલની ગતિ અને સ્થિતિ પ્રત્યે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના કરવી જરૂરી છે. નૈયાયિક :- (ચો.) તમારી વાત સાચી છે કે પરમાણુ આદિ ગુગલ દ્રવ્યમાં અદષ્ટ હોતું નથી. પરંતુ પરમાણુ વગેરે પુગલ દ્રવ્ય પણ કોઈક જીવ ઉપર ઉપકાર કરવા માટે જ ગતિ કે સ્થિતિ કરશે ને ! તેથી પરમાણુ વગેરે પુગલદ્રવ્યની ગતિ-સ્થિતિ જે જીવ ઉપર ઉપકાર કરશે તે જીવના અદેખ દ્વારા પરમાણુ વગેરે પુગલમાં ગતિ-સ્થિતિ ઉત્પન્ન થશે. તેથી ગતિ અને સ્થિતિ પ્રત્યે અષ્ટની અપેક્ષાકારણતાસામાન્ય વ્યતિરેકવ્યભિચારગ્રસ્ત બનતી નથી. આથી જીવની અને પુદ્ગલની ગતિ-સ્થિતિ માટે ધર્મ-અધર્મદ્રવ્યદ્રયની કલ્પના અનાવશ્યક છે. 1. गमननिमित्तो धर्मोऽधर्मः स्थितेः जीव-पुद्गलानां च। अवगाहनस्याऽऽकाशं जीवादिसर्वद्रव्याणाम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy