SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ १४३४ ० अधर्मास्तिकाये चित्तैकाग्रताकारणता 0 १०/५ ___उत्तराध्ययनबृहद्वृत्तौ शान्तिसूरिभिः तु “यद् यत् कार्यं तत् तद् अपेक्षाकारणवद्, यथा घटादि । कार्य चाऽसौ स्थितिः। यच्च तदपेक्षाकारणं तद् अधर्मास्तिकायः” (उत्त.सू.२८/९ वृ.) इत्येवमत्रानुमानप्रमाणमावेदितम् । एतेन “अहम्मत्थिकाए णं जीवाण किं पवत्तति ? गोयमा ! अहम्मत्थिकाए णं ठाण-निसीयण-तुयट्टण मणस्स य एगत्तीभावकरणता जे यावन्ने० थिरा भावा सव्वे ते अहम्मत्थिकाये पवत्तंति, ठाणलक्खणे णं __ अहम्मत्थिकाए” (भ.सू.श.१३/उ.४/सू.४८१) इति भगवतीसूत्रवचनमपि व्याख्यातम् । “कायोत्सर्गाऽऽसन -शयनानि... तथा मनसश्चानेकत्वस्य एकत्वस्य भवनम् = एकीभावः, तस्य यत् करणं तत् तथा” (भ.सू.१३/ ૪/૪૮૬ ) રૂતિ તદ્યાધ્યાયાં શ્રીસમયસૂર अधर्मास्तिकायस्वरूपञ्च भगवत्याम् “अहम्मत्थिकाए णं भंते ! कतिवन्ने, कतिगंधे, कतिरसे, कतिफासे ? સહાય કરનાર અધર્માસ્તિકાય દ્રવ્ય છે. જેમ વૃક્ષની છાયા મુસાફરોને સ્થિરતા કરવામાં સહકારી છે તેમ આ વાત જાણવી. પરંતુ વૃક્ષની છાયા જતા એવા મુસાફરને પકડી પરાણે સ્થિતિ કરાવતી નથી. તેમ જતા એવા જીવાદિ દ્રવ્યોને અધર્માસ્તિકાય દ્રવ્ય બળાત્કારે પકડી રાખતું નથી.” છે અધમસ્તિકાયસિદ્ધિઃ શાંતિસૂરિજીના મતે ઈ (ઉત્તરાધ્યયન.) શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય મુજબ આગમપ્રમાણથી અધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ અત્યાર સુધી કરવામાં આવી છે. યુક્તિથી પણ આગમિક ટીકાકારોએ અધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ કરી છે. તે આ રીતે - ઉત્તરાધ્યયનસૂત્રની બૃહદ્રુત્તિમાં શ્રીશાંતિસૂરિજી મહારાજે જણાવેલ છે કે જે જે કાર્ય હોય છે તે તે અપેક્ષાકારણને સાપેક્ષ હોય છે. જેમ કે ઘટ વગેરે કાર્ય દંડાદિ અપેક્ષાકારણને સાપેક્ષ છે. જીવની અને પુદ્ગલની સ્થિતિ પણ કાર્ય જ છે. તેથી તેનું પણ જરૂર કોઈક અપેક્ષાકારણ હોવું જોઈએ. જીવની અને પુદ્ગલની સ્થિતિનું જે અપેક્ષાકારણ છે તેનું નામ અધર્માસ્તિકાય છે.” * મનની સ્થિરતામાં પણ અધમસ્તિકાય સહાયક : ભગવતીસૂત્ર 8 (ઉત્તેજ) ભગવતીસૂત્રમાં પ્રશ્નોત્તરી રૂપે અધર્માસ્તિકાયનું કાર્ય નીચે મુજબ બતાવેલ છે. પ્રશ્ન :- “હે ભગવંત ! અધર્માસ્તિકાય હોય તો જીવોની કઈ પ્રવૃત્તિ થાય છે ?” ઉત્તર :- “હે ગૌતમ ! જીવોની ઉભા રહેવાની ક્રિયા, બેસવાની ક્રિયા, સૂવાની ક્રિયા અને મનની એકાગ્રતા - આમ જે જે સ્થિર ભાવો છે, તે તમામે તમામ અધર્માસ્તિકાય હોય તો પ્રવર્તે છે. અધર્માસ્તિકાયનું લક્ષણ સ્થિતિ છે.” ભગવતીસૂત્રવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “કાયોત્સર્ગ, આસન, શયન તથા અનેકાગ્ર મનને એકાગ્ર કરવું તે અધર્માસ્તિકાયનું કાર્ય છે.” ૪ અધમસ્તિકાચની પાંચ પ્રકારે પ્રરૂપણા ૪ (સા.) ભગવતીસૂત્રમાં અધર્માસ્તિકાયનું સ્વરૂપ પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ જણાવેલ છે. 1. अधर्मास्तिकाये (सति) णं जीवानां किं प्रवर्तते ? गौतम ! अधर्मास्तिकाये (सति) णं जीवानां स्थान-निषीदन-त्वग्वर्तनानि मनसः च एकत्वीभावकरणता ये चाप्यन्ये... स्थिराः भावाः सर्वे ते अधर्मास्तिकाये(सति) प्रवर्तन्ते। स्थानलक्षण: अधर्मास्तिकायः। 2. ધર્માસ્તિયો i મદ્રત્ત ! તિવર્ષ:, તિન્યા, તિરસ, તિસ્પર્શ ?
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy