SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ १४३० • प्रत्येक व्यभिचारोपदर्शनम् । १०/५ एतावता जीवस्थितित्वं पुद्गलस्थितित्वञ्चोभयमधर्मास्तिकायकार्यतावच्छेदकमस्तु इत्यपि निराकृतम्, "एकसत्त्वेऽपि द्वयं नास्ति' इति न्यायेन प्रत्येकं व्यभिचारात, तृणारणिमणिन्यायेन विभिन्नकार्यताऽङ्गीकारेऽधर्मास्तिकायद्वितयकल्पनापत्तेश्च। तदपेक्षया શંકા :- (પતાવતા.) જો એવું હોય તો જીવસ્થિતિત્વ અને પુદ્ગલસ્થિતિત્વ બન્નેને અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક માનો. સિદ્ધ ભગવંતની સ્થિતિમાં જીવસ્થિતિત્વ નામનો ધર્મ રહે છે તથા પરમાણુ, ચણુક વગેરેની સ્થિતિમાં પુદ્ગલસ્થિતિત્વ નામનો ધર્મ રહે છે. તેથી તે બન્નેને અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક માનવામાં ન્યૂનવૃત્તિત્વ નામનો દોષ નહિ આવે. તથા જીવંત શરીરની સ્થિતિમાં પણ તે બન્ને ગુણધર્મો રહેલ છે. તેથી તે બન્નેને અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક માનવાથી વ્યભિચાર વગેરે દોષને પણ અવકાશ રહેતો નથી. છે ઉભયમાં કાર્યતાઅવચ્છેદકતાની કલ્પના અસંગત . સમાધાન :- (.) તમારી દલીલ વ્યાજબી નથી. કારણ કે જીવસ્થિતિત્વ અને પુલસ્થિતિત્વ આ બન્ને ગુણધર્મોને જો અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક માનવામાં આવે તો સિદ્ધભગવંતની સ્થિતિમાં જીવસ્થિતિત્વ રહેવા છતાં પુદ્ગલસ્થિતિત્વ નામનો ગુણધર્મ ન રહેવાથી “પુરૂવૅડપિ કયું નાસ્તિ’ ન્યાયથી ઉભયાભાવ રહી જશે. તેથી તેમાં વ્યભિચાર આવે છે. તથા પરમાણુ, ચણુક વગેરેની સ્થિતિમાં પુદ્ગલસ્થિતિત્વ નામનો ગુણધર્મ રહેવા છતાં જીવસ્થિતિત્વ નામનો ગુણધર્મ ન રહેવાથી ત્યાં પણ તે જ રીતે વ્યભિચાર આવે છે. આમ જ્યાં જ્યાં અધર્માસ્તિકાયની કાર્યતા રહે છે ત્યાં ત્યાં જીવસ્થિતિત્વ અને પુદ્ગલસ્થિતિત્વ ઉભય અવશ્ય રહે જ – તેવો નિયમ ન હોવાથી ઉભયધર્મ ન્યૂનવૃત્તિ થવાથી અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક બની શકે તેવી કોઈ સંભાવના રહેતી નથી. તેથી જીવસ્થિતિત્વ અને પુગલસ્થિતિત્વ આ બન્નેને અધર્માસ્તિકાયના કાર્યતાઅવચ્છેદક માની શકાતા નથી. શંકા :- અધર્માસ્તિકાયના બે વિલક્ષણ કાર્ય સ્વીકારી શકાય છે. જીવસ્થિતિ અને પુદ્ગલસ્થિતિ. તૃણારણિમણિ ન્યાયથી બન્ને કાર્યમાં વિલક્ષણકાર્યતા માની જીવસ્થિતિત્વઅવચ્છિન્ન કાર્યતા અને પુગલસ્થિતિત્વઅવચ્છિન્ન કાર્યતા અમે અલગ અલગ માનીએ છીએ. તેથી અધર્માસ્તિકાયના કોઈક કાર્યમાં પુદ્ગલસ્થિતિત્વ અને કોઈક કાર્યમાં જીવસ્થિતિત્વ નામનો ધર્મ માની શકાય છે. આ રીતે તૃણારણિમણિન્યાયથી કારણતા માનવાથી જૂનવૃત્તિતા દોષ રવાના થઈ જશે. * તૃણારણિમણિળ્યાયથી કારણતા અસંગત છે સમાધાન :- (તૂર) તમે તર્કશાસ્ત્રના સિદ્ધાંતોનો વ્યવસ્થિત અભ્યાસ નથી કર્યો. તેથી આડેધડ દલીલ કરે રાખો છો. સૌ પ્રથમ તૃણારણિમણિન્યાયનો અર્થ તમે સમજો. તૃણજ અગ્નિ ‘તા કહેવાય. અરણિજન્ય અગ્નિ “આરણેય' કહેવાય. તથા સૂર્યકાન્ત મણિજન્ય અગ્નિ “માણેય' કહેવાય. આ ત્રણેય અગ્નિ પરસ્પર વિલક્ષણ છે. તેથી ત્રણ પ્રકારના કાર્ય-કારણભાવ ત્યાં સિદ્ધ થાય છે. જેમ કે તાણે અગ્નિ પ્રત્યે તૃણ કારણ છે. આરણેય અગ્નિ પ્રત્યે અરણિ કારણ છે. તથા માણેય અગ્નિ પ્રત્યે મણિ કારણ છે. તે રીતે જીવસ્થિતિ અને પુદ્ગલસ્થિતિ આ બન્ને કાર્યને વિલક્ષણ માનીને જીવસ્થિતિત્વઅવચ્છિન્ન કાર્યતા તથા પુદ્ગલસ્થિતિત્વઅવચ્છિન્ન કાર્યતા આ બન્નેને વિલક્ષણ માનવામાં આવે તો જીવસ્થિતિત્વ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy