________________
<d
१४२०
धर्मास्तिकायस्य स्वतन्त्रद्रव्यत्वसिद्धिः
केवले परमाणौ जीवे वा गत्याद्युपलब्धेः प्रत्येकं जीवादी गतित्वाद्यवच्छिन्नकारणताव्यभिचारात्
क्लृप्तजीवाद्यतिरिक्तधर्मास्तिकायादिद्रव्यसिद्धेरिति भावनीयम् ।
दिगम्बरसम्प्रदायेऽपि सम्मतमिदम् । तदुक्तं पञ्चास्तिकाये कुन्दकुन्दस्वामिनाऽपि “ उदयं जह मच्छाणं गमणाणुग्गहरं हवदि लोए । तह जीव- पुग्गलाणं धम्मं दव्वं वियाणेहि । ।” (પડ્યા.૮૬) કૃતિ ननु अत्रोदाहरणे झषगत्यपेक्षाकारणतायां जलत्वावच्छिन्नत्वस्यैवाऽद्याप्यसिद्धिः । न च जलत्वस्य तदनवच्छेदकत्वे जल इव स्थलेऽपि मत्स्यस्य गतिः स्यादिति वाच्यम्, છે. તો શા માટે પ્રમાણસિદ્ધ એવા જીવાદિથી ભિન્ન ધર્માસ્તિકાય વગેરેનો ગતિ વગેરેના અપેક્ષાકારણ તરીકે સ્વીકાર કરવો ?
१०/४
* જીવાદિથી અતિરિક્ત ધર્માસ્તિકાયાદિની સિદ્ધિ
સમાધાન :- (વત્તે.) ગતિ વગેરેના અપેક્ષાકારણ તરીકે તમે કોને માનશો ? જો જીવને કારણ માનશો તો કેવલ પરમાણુ વિજ્રસાપરિણામથી ગતિ વગેરે કરે ત્યારે વ્યતિરેક વ્યભિચાર આવશે. કારણ કે જીવની સહાય વિના જ તે ગતિ કરે છે. જો તમે પુદ્ગલદ્રવ્યને ગતિ વગેરેનું અપેક્ષાકારણ માનશો તો પણ વ્યતિરેક વ્યભિચાર દુર્વાર બનશે. કેમ કે સર્વ કર્મ ખપાવીને એકલો જીવ સિદ્ધશિલા તરફ ગતિ કરે છે ત્યારે કોઈ પુદ્ગલ દ્રવ્યની સહાય તેને મળતી નથી. આમ એકલા જીવને કે એકલા પુદ્ગલને ગતિત્વ, સ્થિતિત્વ વગેરેથી અવચ્છિન્નનું = સર્વ ગતિ-સ્થિતિ વગેરેનું કારણ માનવામાં વ્યતિરેક વ્યભિચાર આવવાના લીધે પ્રમાણાન્તરસિદ્ધ જીવ વગેરેથી ભિન્ન એવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની સિદ્ધિ થઈ જશે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ૧૪ રાજલોકમાં સર્વત્ર વ્યાપીને રહેલા હોવાથી એકલા પરમાણુની કે એકલા જીવની ગતિ વગેરે થાય તો પણ ધર્માસ્તિકાય વગેરેમાં ગતિત્વાવચ્છિન્નની ગતિ સામાન્યની
=
( અપેક્ષાકારણતા અબાધિત રહેશે. આ પ્રમાણે અહીં ઊંડાણથી વિચારવાની સૂચના કરવામાં આવેલ છે. ♦ ધર્માસ્તિકાય અંગે દિગંબર મત ♦
(વિજ્ઞ.) માત્ર શ્વેતાંબર સંપ્રદાયમાં જ નહિ પરંતુ દિગંબર સંપ્રદાયમાં પણ ધર્માસ્તિકાય દ્રવ્ય ઉપરોક્ત રીતે જ સ્વીકારવામાં આવે છે. કુંદકુંદસ્વામી નામના દિગંબર આચાર્યે પણ પંચાસ્તિકાય ગ્રંથમાં જણાવેલ છે કે જેમ માછલાને ગતિ કરવામાં પાણી ઉપકારી બને છે, તેમ ચૌદ રાજલોકમાં જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય ઉપકારી બને છે તેમ તમારે જાણવું.'
મત્સ્યગતિ અંગે પ્રશ્નોત્તરી
પૂર્વપક્ષ :- (નનુ.) પાણીનું અને માછલાનું જે ઉદાહરણ તમે દર્શાવેલ છે તે અમને માન્ય નથી. કારણ કે ‘જલત્વ એ મત્સ્યગતિની કારણતાનું અવચ્છેદક છે, મત્સ્યગતિકારણતા જલત્વથી અવિચ્છિન્ન છે, અર્થાત્ પાણી માછલાની ગતિ પ્રત્યે અપેક્ષાકારણ છે' - એવું હજુ સુધી સિદ્ધ થયેલ નથી. તેથી જલની જેમ ધર્માસ્તિકાયને ગતિક્રિયાનું અપેક્ષાકારણ માનવું વ્યાજબી નથી.
આક્ષેપ ::- (ના ઘ.) જો માછલાની ગતિક્રિયાસ્વરૂપ કાર્ય પ્રત્યે પાણીને અપેક્ષાકારણ તરીકે માનવામાં ન આવે (અર્થાત્ જલત્વને મત્સ્યગતિનિરૂપિત અપેક્ષાકારણતાનું અવચ્છેદક માનવામાં ન આવે) તો
1. उदकं यथा मत्स्यानां गमनानुग्रहकरं भवति लोके । तथा जीव - पुद्गलानां धर्मं द्रव्यं विजानीहि ।।