SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ १४१६ • धर्माऽधर्मद्रव्यसाधकानुमानोपदर्शनम् । १०/४ प्रभवम्, विशिष्टकार्यत्वात्, शाल्यकुरादिकार्यवत् । यश्चासौ कारणविशेषः स धर्माऽधर्माऽऽकाशलक्षणो यथासङ्ख्यमवसेयः” (सम्मतितर्क तृ.काण्ड, गा.४५, पृ.६५४-५) इत्येवं धर्मास्तिकायादिसिद्धिः कृता तदिहानुसन्धेया। गतिपरिणामशून्यानपि जीव-पुद्गलान् चेद् धर्मास्तिकायः बलात्कारेण गमयेत्, तदा नैव जातुचिद् जीव-पुद्गलानां स्थितिः भवेत् । न चैवं भवति । अतः स केवलं गतिसहायकार्येव, न तु तन्निवर्त्तककारणमिति स्थितम् । ___ प्रयोगस्त्वत्रैवम् - जीव-पुद्गलगतिनिरूपितापेक्षाकारणता किञ्चिद्धर्मावच्छिन्ना, कारणतात्वात्, घटकारणतावत् । घटापेक्षाकारणताया दण्डत्वावच्छिन्नत्ववद् जीव-पुद्गलगत्यपेक्षाकारणताया अपि किञ्चिद्धर्मावच्छिन्नतया भाव्यम्। ततश्च गत्यपेक्षाकारणतावच्छेदकविधया धर्मास्तिकायत्वसिद्धिः । અનુમાનપ્રમાણથી ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યની સિદ્ધિ નીચે મુજબ કરી છે કે – “ગતિ, સ્થિતિ અને અવગાહના સ્વરૂપ પુદ્ગલાસ્તિકાયાદિનું કાર્ય વિશિષ્ટ કારણથી ઉત્પન્ન થયેલ છે. કારણ કે તે વિશિષ્ટ પ્રકારનું કાર્ય છે. જે જે વિશિષ્ટ કાર્ય હોય તે તે વિશિષ્ટકારણથી જન્મે છે. જેમ શાલિનો (= બાસમતી ચોખાનો) અંકુરો વગેરે વિશિષ્ટ કાર્યો વિશિષ્ટકારણથી જન્મે છે તેમ ગતિ-સ્થિતિ આદિ વિશિષ્ટ કાર્ય પણ વિશિષ્ટ પ્રકારના કારણથી જન્મેલ છે – આમ માનવું જરૂરી છે. પ્રસ્તુતમાં ગતિ વગેરે વિશિષ્ટ કાર્યનું જે કારણ છે તે યથાક્રમ ધર્માસ્તિકાય વગેરે જાણવા. મતલબ કે ગતિનું કારણ ધર્માસ્તિકાય, સ્થિતિનું કારણ અધર્માસ્તિકાય અને અવગાહનું કારણ આકાશાસ્તિકાય જાણવું.” સમ્મતિવૃત્તિકારની વાત પણ અહીં ખ્યાલમાં રાખવી. જ ધમસ્તિકાય ગતિનું નિર્વર્તક કારણ નથી એ (ત્તિરિણામ.) ગતિપરિણામથી શૂન્ય એવા પણ જીવ અને પુદ્ગલ દ્રવ્યને જો ધર્માસ્તિકાય દ્રવ્ય બળાત્કારે ગતિ કરાવે તો જીવ અને પુદ્ગલ દ્રવ્ય ક્યારેય પણ સ્થિર નહિ થઈ શકે. પરંતુ એવું તો થતું નથી. રી સ્થિર એવા જીવ અને પુદ્ગલો પણ દુનિયામાં જોવા મળે જ છે. તેથી નક્કી થાય છે કે ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિક્રિયામાં ફક્ત સહાય કરનાર જ છે. ગતિનું ઉત્પાદક કારણ = નિર્વર્તક કારણ નથી. (ઈ ધમસ્તિકાય અનુમાન પ્રમાણસિદ્ધ છે. (કયા) અન્ય અનુમાન પ્રમાણથી પણ ધર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિ થઈ શકે છે. પ્રસ્તુતમાં અનુમાનપ્રયોગ આ રીતે જાણવો. જીવની અને પુદ્ગલની ગતિથી નિરૂપિત અપેક્ષાકારણતા = નિમિત્તકારણતા (= પક્ષ) કોઈક ધર્મથી અવચ્છિન્ન = નિયંત્રિત છે. કેમ કે તે કારણતા સ્વરૂપ છે. જે જે કારણતા હોય છે તે તે કિંચિતધર્મઅવચ્છિન્ન હોય – આવી વ્યક્તિ છે. જેમ કે ઘટ સ્વરૂપ કાર્યથી નિરૂપિત કારણતા = અપેક્ષાકારણતા દંડત્વધર્મથી અવચ્છિન્ન છે. અર્થાત્ ઘટ પ્રત્યે દંડ અપેક્ષાકારણ = નિમિત્તકારણ છે. તેથી ઘટની અપેક્ષાકારણતા જેમ દંડત્વ નામના ગુણધર્મથી અવચ્છિન્ન = નિયંત્રિત છે, તેમ જીવની અને પુદ્ગલની ગતિક્રિયાની અપેક્ષા કારણતા પણ કોઈક ધર્મથી અવચ્છિન્ન = નિયંત્રિત હોવી જોઈએ. તેથી પુલની અને જીવદ્રવ્યની ગતિની અપેક્ષાકારણતાના અવચ્છેદક = નિયામક સાધારણ = અનુગત
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy