SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ १४१४ . बलात्कारेण प्रेरकत्वं धर्मादौ नास्ति . १०/४ मत्स्यस्य स्वयमेव सञ्जातजिगमिषस्योपग्राहकं जलं निमित्ततयोपकरोतीत्यपेक्षाकारणं जीव-पुद्गलगतौ धर्मास्तिकायः” (त.सू.५/सि.वृ.१७) इति तत्त्वार्थसूत्रभाष्यवृत्ती सिद्धसेनगणिवराभिप्रायः व्यक्तः।। तदुक्तं प्रज्ञापनावृत्तौ मलयगिरिसूरिवरैरपि “जीवानां पुद्गलानां च स्वभावत एव गतिपरिणामपरिणतानां ( તસ્વમવધરપત્ = તત્ત્વમાપવાન્ ધર્મ” (પ્રજ્ઞા.9/.રૂ/પૃ.૮ વૃ.) રૂતિ प्रशमरतिवृत्तौ श्रीहरिभद्रसूरिभिरपि “धर्मद्रव्यं गतिमतां द्रव्याणां स्वयमेव गतिपरिणतानामुपग्रहे वर्तते जीव-पुद्गलानाम्, न पुनरगच्छज्जीवद्रव्यं पुद्गलद्रव्यं वा बलान्नयति धर्मः। किन्तु स्वयमेव गतिपरिणतमुपगृह्यते धर्मद्रव्येण । मत्स्यस्य गच्छतो जलद्रव्यमिवोपग्राहकम् । यथा वा व्योमद्रव्यं स्वयमेव द्रव्यस्याऽवगाहमानस्य તે માછલીને જાતે જ ગતિ કરવાની ઈચ્છા જ્યારે ઉત્પન્ન થાય તેવી અવસ્થામાં માછલીને ગતિ કરવામાં પાણી નિમિત્ત બનવા રૂપે ઉપકાર કરે છે. તેથી પાણી માછલાની ગતિ પ્રત્યે અપેક્ષાકારણ કહેવાય છે. તે રીતે જીવની અને પુગલની ગતિ પ્રત્યે ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ = સહાયકકારણ છે” - આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રભાષ્યની વૃત્તિમાં શ્રીસિદ્ધસેનગણિવરે પોતાનો અભિપ્રાય જણાવેલો છે. જ ધમસ્તિકાય પરાણે ગતિ ન કરાવે છે સ્પષ્ટતા :- પોતાની ઈચ્છા થાય ત્યારે જીવ ગતિ કરે છે. ઈચ્છા ન થાય ત્યારે જીવ ગતિ નથી કરતો. તેથી ગતિક્રિયાનું ઉત્પાદકકારણ સ્વયં ગમનશીલ દ્રવ્ય કહેવાય છે. ગતિપરિણામથી પરિણત થયેલા જીવાદિ દ્રવ્યને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિ કરવામાં સહાય કરે છે. જેમ માછલાને ગતિ કરવામાં પાણી સહાય કરે છે, લંગડા માણસને ગતિ કરવામાં લાકડી સહાય કરે છે, વાંચવામાં પ્રકાશ અપેક્ષાકારણ છે, આંખના નંબરવાળા માણસને જોવામાં ચશ્મા સહાય કરે છે - તેમ આ વાત જાણવી. માછલાની ઈચ્છા ગતિ કરવાની ન હોય તો પાણી તેને જબરજસ્તીથી ચલાવવાનું કામ નથી કરાવતું. તેમ જીવમાં કે પુદ્ગલમાં ગતિપરિણામ ઉત્પન્ન ન થયો હોય તો ધર્માસ્તિકાય દ્રવ્ય તેને બળાત્કાર ગતિ કરાવતું નથી. તેથી ધર્માસ્તિકાય ગતિક્રિયા પ્રત્યે અપેક્ષાકારણ કહેવાય છે, ઉત્પાદકકારણ નથી કહેવાતું. “ધર્મ' શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જ (તકુ.) પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં શ્રીમલયગિરિસૂરિવરે પણ જણાવેલ છે કે “સ્વભાવથી જ = પોતાની જાતે જ ગતિપરિણામથી પરિણત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગમનશીલ સ્વભાવ ધારણ કરવામાં સહાય કરવાથી, ગમનશીલ સ્વભાવનું પોષણ કરવાથી ગતિસહાયક દ્રવ્યને ધર્માસ્તિકાય કહેવાય છે.” છે ગતિપરિણત દ્રવ્યની ગતિ સંભવે છે (પ્રશમરત્તિ) શ્રીહરિભદ્રસૂરિએ પણ પ્રશમરતિની વ્યાખ્યામાં જણાવેલ છે કે “પોતાની જાતે જ ગતિપરિણામથી પરિણત થયેલા ગમનશીલ એવા જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવામાં ધર્માસ્તિકાય દ્રવ્ય સહાય કરે છે. પરંતુ જે જીવ અને પુદ્ગલ દ્રવ્ય ગતિ કરવા માટે તૈયાર ન હોય, ગમનપરિણામશૂન્ય હોય તેવા જીવ કે પુદ્ગલ દ્રવ્યને ધર્માસ્તિકાય દ્રવ્ય બળાત્કાર ગતિ કરાવતું નથી. પરંતુ પોતાની જાતે જ ગતિપરિણામથી પરિણત થયેલ જીવ કે પુદ્ગલ દ્રવ્ય પ્રસ્તુતમાં ધર્માસ્તિકાય દ્રવ્ય દ્વારા ગતિ કરવામાં ઉપકૃત થાય છે. ગતિ કરતા એવા માછલાને પાણી જેમ ગતિ કરવામાં સહાય કરે છે તેમ આ વાત સમજવી. અથવા તો એમ પણ કહી શકાય કે જેમ પોતાની જાતે જ ઘટ-પટ વગેરે દ્રવ્ય અવગાહના
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy