SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ १४१२ द्विविधकारणप्रतिपादनम् । ૨૦/૪ તે ધર્મદ્રવ્ય કહતા ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. = उपष्टम्भकारणम् = सहकारिकारणम् एव धर्मास्तिकायः। न हि धर्मास्तिकायः गतेः कारणभावमाबिभ्राणोऽगच्छन्तमपि जीवादिद्रव्यं बलात् प्रेर्य गमयति । तथा धर्मास्तिकाय एव तस्या अपेक्षाकारणम् । “ननु आकाशादयः स्वकार्यानुमेया भवन्तु, धर्माधर्मों तु कथम् ? अत्रोच्यते युक्तिः, धर्माधर्मो हि स्वत एव गति-स्थितिपरिणतानां द्रव्याणाम् उपगृह्णीतोऽपेक्षाकारणतया आकाश-कालादिवत्, न पुनः निर्वर्तककारणतया। निवर्तकं हि कारणं तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गति -स्थितिक्रियाविशिष्टम्, धर्माधर्मो पुनः गति-स्थितिक्रियाविशिष्टानां द्रव्याणाम् उपकारको एव न पुनः बलाद् गति-स्थितिनिर्वर्तकौ । यथा च सरित्तटाक-ह्रद-समुद्रेषु अवगाहित्वे सति मत्स्यस्य स्वयमेव सञ्जातजिगमिषस्य उपग्राहकं जलं निमित्ततया उपकरोति, दण्डादिवत् कुम्भकारे कर्तरि मृदः परिणामिन्याः, नभोवद् वा नभश्चरतां = नभश्चराणाम् अपेक्षाकारणम्, न पुनः तज्जलं गतेः कारणभावं बिभ्राणम् अगच्छन्तम् अपि मत्स्यं बलात् છતાં ગતિપરિણામશૂન્ય એવા જીવાદિ દ્રવ્યને બળાત્કારે પ્રેરણા કરીને ગતિ કરાવવાનું કામ ક્યારેય કરતું નથી. પરંતુ જીવ કે પુગલ ગતિપરિણામવાળા થાય ત્યારે તેની ગતિ પ્રત્યે ધર્માસ્તિકાય નિષ્ક્રિય -ઉદાસીન-તટસ્થ-અપેક્ષાકારણ-નિમિત્તકારણ-સહકારીકારણ-ઉપષ્ટભકારણ બનીને ગતિક્રિયા પ્રત્યે સહાયક બને છે. આમ ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિક્રિયા પ્રત્યે બળાત્કારથી ઉત્પાદક (= નિર્વર્તક) કારણ નથી કે ઉપાદાન કારણ પણ નથી પરંતુ સહાયક કારણ છે. તથા ગતિનું અપેક્ષાકારણ ધર્માસ્તિકાય જ છે. શંકા :- (“નનુ) “પુદ્ગલપરમાણુનું તેમજ આકાશ વગેરેનું તો તેના કાર્યો દ્વારા અનુમાન થઈ શકે – આ વાત તો સમજાય છે. પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? તેના કાર્યો પણ પ્રત્યક્ષથી નથી દેખાતા તો અનુમાન કેવી રીતે કરી શકાય ? જ અનુમાન પ્રમાણથી ધમસ્તિકાય વગેરેની સિદ્ધિ છે સમાધાન - (સત્રો.) જેવી રીતે આકાશ તે સ્વયં રહેવાવાળા પદાર્થો પ્રત્યે અને કાળ તે સ્વયં હી પરિણમનશીલ પદાર્થો પ્રત્યે અપેક્ષાકારણ છે તે જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્ય સ્વતઃ ગતિ કરવાવાળા અને અધર્માસ્તિકાય દ્રવ્ય સ્વતઃ સ્થિતિમાં રહેવાવાળા જીવની અને પુદ્ગલની ગતિમાં અને સ્થિતિમાં ક્રમશઃ અપેક્ષાકારણ બને છે, પરંતુ નિર્વતૈક કારણ નથી બનતા. જે જીવ કે પુગલ ગતિ કરે છે કે સ્થિર રહે છે તે જ ગતિ-સ્થિતિક્રિયાવિશિષ્ટ જીવ અને પુદ્ગલ પોતાની ગતિના અને સ્થિતિના નિર્વતૈક કારણ બને છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યો તો સ્વયં ગતિ કરનાર કે સ્થિતિ કરનાર એવા જીવના અને પુદ્ગલોના તટસ્થ ઉપકારક છે. જબરજસ્તીથી પ્રેરણા કરી તેમને બળાત્કાર ચલાવતા નથી કે પરાણે સ્થિર રાખતા નથી. જેવી રીતે નદી, તળાવ કે સમુદ્ર વગેરે જળાશયોમાં પાણીનું સ્વાભાવિક વહેણ સ્વતઃ ચાલનારી માછલી વગેરે માટે ઉપકારક હોય છે. જળ તેમની ગતિમાં સાધારણ અપેક્ષાકારણ થઈને જ ઉપકાર કરે છે. તેવી જ રીતે ધર્માસ્તિકાય પણ ગતિવાળા પદાર્થોની ગતિમાં સાધારણ સહકારી હોય છે. જેવી રીતે પરિણામિકારણરૂપી માટીમાંથી કુંભાર દ્વારા બનતા હજારો ઘટ પ્રત્યે દંડ વગેરે સાધારણનિમિત્ત (= અનુગત સહકારી કારણો હોય છે અથવા તો જેવી રીતે આકાશમાં ઉડનારા પક્ષી વગેરે ખેચરોના ઉધ્યનમાં આકાશ અપેક્ષાકારણ હોય છે, તે જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિમાં
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy