SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ १३९९ १०/२ ० हठमार्गः त्याज्य: 0 એ હેતુ શિષ્યસુલભબોધિનઈ" હિતોપદેશ જાણવી. ૧૦/રા. -पर्यायप्रकारपरिज्ञानतः सम्यक्त्वमाद्रियतामिति सुलभबोधिशिष्याय हितोपदेशः। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – ज्ञान-क्रियायोगसमुच्चयरूपेण मोक्षमार्गः तीर्थकृता उपदिष्टः।। शक्तिमनिगुह्य स्वभूमिकोचितसदनुष्ठानवत्सु ज्ञानिषु ज्ञानयोगः समस्ति; गौण-मुख्यभावेन जिनाज्ञाज्ञेषु तां वा ज्ञातुं यतमानेषु पञ्चाचारपरायणेषु साधकेषु क्रियायोगो वर्तते। गौण-मुख्यभावेन म जिनोक्तोत्सर्गाऽपवाद-निश्चयव्यवहार-ज्ञानक्रियागोचरज्ञानपराङ्मुखानां यथेच्छविहितक्रिया तु हठमार्ग एव । हठमार्गितया क्रियाकाण्डितया वा नाऽस्माभिः भाव्यम्, अपितु ज्ञानयोगितया क्रियायोगितया च भाव्यम् । तत्कृते सम्यग्दर्शन-द्रव्यानुयोगपरिशीलन-ग्रन्थिभेदादिगोचरः सुदृढः प्रयत्नः आवश्यकः । ततश्च क्रमेण “णवि इंदिय उवसग्गा णवि मोहो विम्हिओ ण णिद्दा य। ण य तिण्हा णेव छुहा तत्थेव ण य होइ णिव्वाणं ।। णवि कम्मं णोकम्मं णवि चिंता णेव अट्ट-रुद्दाणि। णवि धम्म-सुक्कझाणे तत्थेव य होइ का જિલ્લાના” (નિ.તા.૧૮૦/૧૮૬) રૂતિ નિયમસર તો મોક્ષ સુત્તમ રૂત્યુપર્વેશ:/૧૦/રા. ફલિત થાય છે કે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું અને પ્રભેદનું ઊંડાણથી જ્ઞાન મેળવવું આત્માર્થી જીવ માટે જરૂરી છે. આવી જાણકારી મેળવીને પ્રત્યેક આત્માર્થી જીવોએ સમકિતનો આદર કરવો જોઈએ. આ પ્રમાણે ગ્રંથકારશ્રી અહીં સુલભબોધિ શિષ્યને હિતોપદેશ આપે છે. * ક્રિયાકાંડી નહિ, ક્રિયાયોગી - જ્ઞાનયોગી બનીએ ૪ આધ્યાત્મિક ઉપનય :- તારક જિનેશ્વર ભગવંતોએ જ્ઞાનયોગના અને ક્રિયાયોગના સમુચ્ચયરૂપ-સમન્વય સ્વરૂપ મોક્ષમાર્ગ જણાવેલો છે. પોતાની શક્તિ છૂપાવ્યા વિના સ્વભૂમિકાયોગ્ય આચરણ કરવામાં મસ્ત રહેલા શાસ્ત્રવિશારદ આત્મજ્ઞાની પુરુષો પાસે જ્ઞાનયોગ રહેલો છે. તથા ગૌણ-મુખ્યભાવે જિનાજ્ઞાની જાણકારી મેળવનાર કે મેળવવા પ્રયત્ન કરનાર આચારચુસ્ત સાધક પાસે ક્રિયાયોગ રહેલો છે. પરંતુ ભગવાનની આજ્ઞા મુજબ ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા વગેરે બાબતમાં ગૌણ-મુખ્ય ભાવની જાણકારી છે મેળવવાનો પ્રયત્ન કર્યા વિના, પોતાની બુદ્ધિથી અનુકૂળ લાગતી એવી શાસ્ત્રોક્ત પણ ક્રિયા હઠમાર્ગ છે. આપણે હઠમાર્ગી કે ક્રિયાકાંડી બનવાનું નથી પરંતુ જ્ઞાનયોગી અને ક્રિયાયોગી ઉભય બનવાનું છે, જ્ઞાન -ક્રિયાઉભયનો સમન્વય કરવાનો છે. તે માટે સમકિત, દ્રવ્યાનુયોગનો અભ્યાસ, ગ્રંથિભેદ વગેરે બાબતમાં ઊંડો, હાર્દિક અને માર્મિક પ્રયત્ન કરવો અનિવાર્ય બની જાય છે. તેનાથી ક્રમશઃ આગળ વધતાં નિયમસારમાં જણાવેલ મોક્ષ સુલભ થાય છે. ત્યાં કુંદકુંદસ્વામીએ જણાવેલ છે કે “જ્યાં ઈન્દ્રિયો નથી, ઉપસર્ગો નથી, મોહ નથી, વિસ્મય નથી, નિદ્રા નથી, તૃષ્ણા નથી (= ભોગતૃષ્ણા કે તરસ નથી) ત્યાં જ નિર્વાણ છે. જ્યાં કર્મ-નોકર્મ નથી, ચિંતા નથી, આર્ત-રૌદ્ર ધ્યાન નથી, ધર્મ-શુક્લ ધ્યાન નથી ત્યાં જ નિર્વાણ છે.” આ પ્રમાણેનો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. (૧૦/૨) '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. કે “જાણવઉ પાઠ ફક્ત લા.(૨)માં છે. 1. नापि इन्द्रियाः उपसर्गाः नाऽपि मोहो विस्मयो न निद्रा च। न च तृष्णा नैव क्षुधा तत्रैव च भवति निर्वाणम् ।। 2. नाऽपि कर्म नोकर्म नापि चिन्ता नैवाऽऽर्त-रौद्रे। नापि धर्म-शुक्लध्याने तत्रैव च भवति निर्वाणम् ।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy