SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ १३५६ * पातञ्जलमते परिणामव्याख्या ૬/૨૪ તઘથા - વનસ્પતેઃ મૂળ-જાડ-ચ-પત્ર-ધ-શાવા-વિટપ-પુષ્પ-તસદ્ભાવનક્ષણઃ પરામઃ” (ત.મૂ.૯/૨૨ भा.वृ. पृ.३५०) इति पूर्वमेव तल्लक्षणं निष्टङ्कितवन्तः । तत्त्वार्थराजवार्तिके अकलङ्काचार्येण तु “ द्रव्यस्य स्वजात्यपरित्यागेन प्रयोग-विस्रसालक्षणो विकारः પરિણામ” (ત.પૂ.બ/૨૨/રા.વા.૧૦/પૃષ્ઠ-૪૭૭) ત્યેવ દ્રવ્યાર્થિનયતઃ પરિણામલક્ષળમુત્તમ્ | विद्यानन्दस्वामिना पुनः तत्त्वार्थश्लोकवार्त्तिके “परिणामो हि (१) कश्चित् पूर्वपरिणामेन सदृशः, यथा प्रदीपादेः ज्वालादिः। (२) कश्चिद् विसदृशः, यथा तस्यैव कज्जलादिः । (३) कश्चित् सदृशाऽसदृशः, यथा सुवर्णस्य कटकादिः । तत्र पूर्वसंस्थानाद्यपरित्यागे सति परिणामाधिक्यं वृद्धिः, सदृशेतरपरिणामः यथा बालकस्य र्णि कुमारादिभावः” (त.श्लो.वा.५/२२/पृ.१८५) इत्याद्युक्तं तदप्यत्रानुसन्धेयम्। का 회 परिणामः” यदपि पतञ्जलिना योगसूत्रे “ अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः ડાળી, ઝાડ, ફૂલ, ફળની હાજરી તે વનસ્પતિપરિણામ જાણવો” - આ પ્રમાણે તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં ઉમાસ્વાતિજી મહારાજની પૂર્વે જ (૫/૨૨) પરિણામનું લક્ષણ શ્રીસિદ્ધસેનગણિવરે નિશ્ચિત કરેલ છે. “ઉમાસ્વાતિજી મહારાજની પૂર્વે જ” - આવું કહેવાનો આશય એ છે કે ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયના ૪૧ મા સૂત્રમાં પરિણામનું લક્ષણ જણાવેલ છે. જ્યારે સિદ્ધસેનગણિવરે તો તેની પૂર્વે ૨૨ મા સૂત્રની વૃત્તિમાં જ પરિણામની વ્યાખ્યા કરેલ છે. = * દિગંબરમત મુજબ પરિણામવ્યાખ્યા (તત્ત્વાર્થ.) અકલંકસ્વામીએ તો તત્ત્વાર્થરાજવાર્તિકમાં પરિણામનું લક્ષણ દ્રવ્યાર્થિકનયથી આ પ્રમાણે જણાવેલ છે કે ‘પોતાની જાતિનો પરિત્યાગ કર્યા વિના પ્રયોગ = જીવપ્રયત્નસ્વરૂપ અને વિસ્રસાસ્વરૂપ સ્વાભાવિક ક્રિયાસ્વરૂપ વિકાર એટલે પરિણામ.' આ વાતનું પણ પ્રસ્તુતમાં જોડાણ કરવું. પરિણામના ત્રણ ભેદ - વિધાનન્દસ્વામી J (વિદ્યા.) દિગંબરાચાર્ય વિદ્યાનંદસ્વામીએ તો તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં ત્રણ પ્રકારના પરિણામને આ પ્રમાણે જણાવેલ છે કે - “(૧) કોઈક પરિણામ પૂર્વકાલીન પરિણામ જેવો જ હોય છે. જેમ કે દીવા વગેરેની જ્વાળા, જ્યોત વગેરે. દીવાની જ્યોત દીવા જેવા પરિણામને ધારણ કરે છે. (૨) કોઈક પરિણામ વિસદેશ હોય છે. જેમ કે દીવાની મેશ, ધૂમાડો, રાખ વગેરે પરિણામ. (૩) તેમજ કોઈક પરિણામ તો સદેશ-વિસદેશ હોય છે. જેમ કે સોનાના કંકણ, કુંડલ વગેરે પરિણામો. સુવર્ણરૂપે કંકણ, કુંડલ વગેરે પરિણામોમાં સાદૃશ્ય છે તથા કંકણમાં કુંડલનું વૈસાદશ્ય પણ છે. આ ત્રીજા નંબરના પરિણામમાં જ વૃદ્ધિ પણ જોવા મળે છે. પૂર્વકાલીન સંસ્થાનનો (આકારનો) ત્યાગ કર્યા વિના જ પરિણામમાં અધિકતા આવે તે વૃદ્ધિ કહેવાય છે. જેમ કે બાળકની કુમાર, યુવાન આદિ અવસ્થા એ વૃદ્ધિ પરિણામ કહેવાય છે.’ કુમારાદિ અવસ્થામાં પણ બાળકની આકૃતિ તદ્દન બદલાતી નથી. તથા મનુષ્યરૂપે સાર્દશ્ય અને કુમારાદિઅવસ્થાસ્વરૂપે વૈસાદશ્ય પણ છે.' આ બાબતનું અહીં વાચકવર્ગે અનુસંધાન કરવું. * પરિણામ : પતંજલિના દૃષ્ટિકોણમાં (યપિ.) પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં પરિણામનું લક્ષણ બતાવતાં કહેલ છે કે ‘દ્રવ્ય અવસ્થિત
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy