SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨૩ ० उत्पादादौ तत्त्वार्थराजवार्तिककृन्मतप्रकाशनम् 0 १३३९ _“एवं सति कालादिहेतुपञ्चकसामग्र्याः कार्योत्पत्तिमात्रनियतत्वभङ्गेन अपसिद्धान्तभीः तु गौण-मुख्यभावेन ए तदभङ्गाद् वारणीया, उक्तद्वैविध्यस्य प्रयोग-विलसाप्राधान्येनैव व्यवस्थितेरिति” (आ.मी.परि.१/का.११ अ.स.ता.पृ.१६८) व्यक्तमुक्तं महोपाध्याययशोविजयगणिवरैः अष्टसहस्रीतात्पर्यविवरणे । यच्च अकलङ्काचार्येण तत्त्वार्थराजवार्तिके “क्रियानिमित्तोत्पादाऽभावेऽपि एषां धर्मादीनाम् अन्यथोत्पादः म ઉત્પાદકરૂપે સિદ્ધ થનાર દ્રવ્યને સિદ્ધાન્તાનુસારે “અધર્માસ્તિકાય' એવી સંજ્ઞા આપેલી છે.” શંકા :- જો આ રીતે ધર્માસ્તિકાય વગેરેની ઉત્પત્તિ સ્વગત એકત્વપરિણામથી = સ્વભાવથી પ્રયુક્ત હોય તો “કાર્યમાત્ર કાલ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યમ - આ પાંચ હેતુઓના સમૂહથી જ ઉત્પન્ન થાય છે આવો નિયમ ભાંગી જશે. તથા આ નિયમ જિનાગમસંગત હોવાથી તમને અપસિદ્ધાન્ત દોષ લાગુ પડશે. જ કાલાદિ પંચસમવાયકારણતાનો સિદ્ધાન્ત અબાધિત જ સમાધાન :- (“d) ના, તમારી શંકા વ્યાજબી નથી. “જીવાદિ પરદ્રવ્યના નિમિત્તે થનાર ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની ઉત્પત્તિને ઐકત્વિક વૈશ્નસિક = સ્વાભાવિક માનવાથી કાર્યમાત્ર કાલાદિ પાંચ કારણસમૂહથી ઉત્પન્ન થાય છે - આવો નિયમ = વ્યાપ્તિ ભાંગી જવા સ્વરૂપ અપસિદ્ધાન્ત દોષનો ભય અમને લાગુ નથી પડતો. કારણ કે “સર્વ કાર્ય કાળ, સ્વભાવ, ભવિતવ્યતા વગેરે પાંચ કારણના સમુદાયથી જ ઉત્પન્ન થાય છે આ નિયમ કાંઈ “કાર્યમાત્ર પ્રત્યે પાંચેય મુખ્યરૂપે જ કારણ હોય છે? - તેવું સિદ્ધ કરતો નથી. દરેક કાર્ય કાલ આદિ પાંચેય કારણથી ઉત્પન્ન થવા છતાં પણ કોઈક કાર્ય પ્રત્યે કાળ મુખ્ય કારણ હોય, સ્વભાવ વગેરે ગૌણ કારણ હોય. અન્ય કાર્ય પ્રત્યે સ્વભાવ મુખ્ય કારણ છે હોય કાળ આદિ બીજા કારણ ગૌણ હોય. આવો જૈનેન્દ્ર સિદ્ધાન્ત છે. “પ્રસ્તુત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની ઉત્પત્તિ ઐકત્વિક વૈશ્નસિક હોવાથી સ્વાભાવિક છે' - આવું કહેવાની પાછળ તાત્પર્ય એ છે કે આ ઉત્પત્તિ પ્રત્યે સ્વભાવ મુખ્ય કારણ છે. કાળ, ભવિતવ્યતા વગેરે આ ઉત્પત્તિ પ્રત્યે ગૌણ કારણ છે. આમ કાળ, સ્વભાવ વગેરે પાંચેય કારણો ગૌણ-મુખ્યભાવે ધર્માસ્તિકાય આદિ ત્રણેય દ્રવ્યની ઉત્પત્તિ પ્રત્યે કારણ બને જ છે. તેથી કાલાદિ પંચકારણસમવાયનો સિદ્ધાંત ભાંગી જવાથી આવનાર અપસિદ્ધાન્તની આપત્તિના ભયનું નિવારણ કરી શકાય છે. ઉત્પત્તિના જે બે ભેદ અહીં જણાવેલ છે તે જીવપ્રયોગની અને વિગ્નસાની મુખ્યતાથી જ જણાવેલ છે. તેનાથી કાળ, ભવિતવ્યતા વગેરે કારણોની પ્રસ્તુત વિવિધ ઉત્પત્તિ પ્રત્યે કારણતા બાધિત થતી નથી. ફરક એટલો જ છે કે વૈગ્નસિક ઉત્પત્તિ પ્રત્યે સ્વભાવ મુખ્ય કારણ છે, કાળાદિ કારણો ગૌણ હેતુ છે. જ્યારે પ્રાયોગિક ઉત્પત્તિ પ્રત્યે ઉદ્યમ મુખ્ય કારણ છે, કાળ આદિ ચાર કારણો ગૌણ હેતુ છે. આ પ્રમાણે શાસ્ત્રકારોની વ્યવસ્થા પ્રસિદ્ધ છે.” આ વાત અષ્ટસહસ્રીતાત્પર્યવિવરણ ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. દિગંબરમત મુજબ ધમસ્તિકાય આદિમાં ઉત્પત્તિની વિચારણા (વ્ય) દિગંબર શ્રીઅકલંકાચાર્ય તત્ત્વાર્થરાજવાર્તિક નામના ગ્રંથમાં જણાવે છે કે “ધર્માસ્તિકાય આદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે તથા અનાદિ કાળથી સ્વયંનિષ્પન્ન જ છે. તેથી સ્વગત ક્રિયાના નિમિત્તે કે પરગત ક્રિયાના નિમિત્તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ - આ ત્રણ દ્રવ્યની ઉત્પત્તિ થઈ
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy