SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ १३२४ ० परमाणुरूपत्वत्यागसमर्थनम् । प गुणान्तरवत् । ततस्तेषां कार्यरूपतया परिणतिरभ्युपगन्तव्या, अन्यथा तदाश्रितत्वं संयोगस्य न स्यात् । (ર) કન્યાગડશ્રિતāડપિ પૂર્વોતોપણ (૩) નાશ્રિતત્વપક્ષે તુ નિર્દેતુોત્પત્તિપ્રક્ષત્તિ: ..... यदि च परमाणवः स्वरूपाऽपरित्यागतः कार्यद्रव्यमारभन्ते स्वात्मनोऽ(?)व्यतिरिक्तं तदा कार्यद्रव्यानुत्पत्तिशं प्रसक्तिः। न हि कार्यद्रव्ये परमाणुस्वरूपाऽपरित्यागे स्थूलत्वस्य सद्भावः, तस्य तदभावात्मकत्वात्। तस्मात् परमाणुरूपतापरित्यागेन मृद्रव्यं स्थूलकार्यस्वरूपमासादयतीति तद्रूपतापरित्यागेन च पुनरपि परमाणुरूपકે પરમાણુ જો સંયુક્તત્વરૂપે ત્યારે ઉત્પન્ન થતો ન હોય તો પરમાણુમાંથી સંયોગનો પ્રાગભાવ પણ રવાના ન થઈ શકે. તથા સંયોગપ્રાગભાવ રવાના ન થવાથી સંયોગનું કારણ પરમાણુ બની ન શકે. જેમ કે સંયોગભિન્ન વિભાગનો પ્રાગભાવ નાશ ન પામે તો પરમાણુમાં વિભાગ ઉત્પન્ન ન થાય તેમ સંયોગપ્રાગભાવ નાશ ન પામે તો પરમાણુમાં સંયોગ કઈ રીતે ઉત્પન્ન થઈ શકે ? જ્યારે સંયોગનો પ્રાગભાવ પરમાણુથી નિવૃત્ત નથી થતો ત્યારે પરમાણુસમુદાય કેવી રીતે સંયોગને ઉત્પન્ન કરી શકે ? આથી માનવું પડશે કે (૧) સંયોગની સાથે સંયોગાત્મક કાર્યપરિણામથી પરિણત સ્વરૂપે પરમાણુઓની પણ ઉત્પત્તિ થાય છે. જો આવું ન માનો તો સંયોગ પરમાણુઓમાં આશ્રિત ન બને. (૨) જો સંયોગને અન્યાશ્રિત માનશો તો ત્યાં પરમાણુનો સંયોગ કાર્યજનક નહીં બની શકે અને દ્યણુકાદિ ઉત્પન્ન નહીં થાય - તેજ પૂર્વે કહેલ દોષની દુર્ઘટના આવી પડશે. (૩) જો સંયોગને અનાશ્રિત જ માનશો તો તે નિર્દેતુક જ ઉત્પન્ન થવાની દુર્ઘટના આવી પડશે. ૪ નૈચાચિકમતે રશૂલત્વ અનુપપન્ન * [ (તિ ઘ.) પ્રતિવાદી જૈન આગળ આ જ કહેવા માંગે છે કે “પરમાણુ પોતાના (સૂક્ષ્મત્વ -અજનકત્વાદિ) સ્વરૂપનો પરિત્યાગ કર્યા વગર જ પોતાનાથી ભિન્ન હૂયણુક વગેરે કાર્યદ્રવ્યનું નિર્માણ કરે ર છે' - આવું જો માનવામાં આવશે તો કાર્યદ્રવ્યનો ક્યારેય જન્મ જ નહિ થાય. કારણ કે પરમાણુ દ્રવ્ય પોતાના પરમાણુસ્વરૂપનો પરિહાર ન કરે તો તેનાથી ભિન્ન કાર્યદ્રવ્યમાં સ્થૂલત્વનો આવિર્ભાવ કેવી રીતે થશે? સ્કૂલત્વ તો પરમાણુત્વાભાવાત્મક = સૂક્ષ્મત્વાભાવસ્વરૂપ છે. અભાવ અને વ્યાપ્યવૃત્તિ પ્રતિયોગિ એકાધિકરણ કેવી રીતે હોઈ શકે ? નિષ્કર્ષ એ છે કે બે પરમાણુઓના સંયોગાત્મક અતિશયથી જ કાર્યદ્રવ્યના જન્મનો સિદ્ધાંત બરાબર નથી. વાસ્તવમાં પરમાણુસ્વરૂપ માટીદ્રવ્ય પોતાના પરમાણુસ્વરૂપનો પરિહાર કરી સ્કૂલ કાર્યસ્વરૂપને ધારણ કરે છે. ક્યારેક તે જ કાર્યદ્રવ્ય પોતાના સ્થૂલ સ્વરૂપનો પરિહાર કરી પરમાણુસ્વરૂપનો સ્વીકાર કરે છે. અનાદિકાળથી આવી રીતે પુદ્ગલદ્રવ્યમાં ક્યારેક પરમાણુસ્વરૂપ તો ક્યારેક ભૂલસ્વરૂપ પરિણામોની પરંપરા ચાલી આવે છે અને ભવિષ્યમાં અનંતકાળ સુધી ચાલવાની છે. માટે આવા પ્રકારના પરિણામોના પ્રવાહમાં વલયાકારની જેમ ક્યાંય પ્રારંભબિંદુ નથી હોતુ કે ક્યાંય અંતબિંદુ પણ નથી હોતું. નેતરની સોટીમાં થતી પ્રારંભ-અંતની ઉપલબ્ધિ વલયાકાર બંગડી વગેરેમાં નથી થતી. પરમાણુ અને સ્થૂલદ્રવ્ય આ બધા પુદ્ગલદ્રવ્યના જ વિશેષ પરિણામસ્વરૂપ છે. માટે કારણભૂત પરમાણુદ્રવ્ય અને કાર્યદ્રવ્ય વચ્ચે ભેદકલ્પનાને કોઈ સ્થાન નથી. પરમાણુઅવસ્થાગત પુગલદ્રવ્ય જ્યારે સ્થૂલકાર્યઅવસ્થાને ધારણ કરે છે ત્યારે કહી શકાય કે પરમાણુ દ્રવ્યનું સ્થૂલ કાર્યમાં રૂપાન્તર થઈ ગયું, એટલે કે અર્થાતર
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy