SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૭ • समयसम्बन्धस्य स्थित्यादिसम्पादकता 0 १२९७ प्रवृत्तिः सर्वदा च समयसामान्यसम्बद्धत्वरूपेण ध्रौव्यमिति कृत्वा त्रिलक्षणसम्बन्धः स्वीकर्तव्यः। तत्तत्समयसम्बद्धत्वादिरूपेण सिद्धादौ प्रतिसमयम् उत्पादाद्यनभ्युपगमे प्रथमसमयसिद्धाऽप्रथमसमयसिद्धादिभेदः न सम्भवेत् । इत्थं प्रतिसमयं स्वकीयवर्त्तनादिपर्यायोत्पाद-व्ययसिद्धौ तदपृथक्तया सिद्धेऽपि प्रतिसमयमुत्पादव्ययौ सिध्यतः। ततश्चाऽर्पितपर्यायेण सिद्धेष्वपि प्रतिसमयम् अनित्यत्वव्यवहारः म बोध्यः। तदिदमभिप्रेत्योक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “प्रथमसमयसिद्धतया विनश्यति, द्वितीयसमय- से सिद्धतया उत्पद्यते, द्रव्यत्व-जीवत्वादिभिः तु अवतिष्ठते । ततोऽर्पितपर्यायेण अनित्यत्वादिव्यपदेशः” .. (વિ..મા.૧૮૪૩ પૃ.) રૂતિા . તેને “સમ્બન્ધોવા પઢમસમસિદ્ધા, પઢમસમર્યાસિદ્ધા તાપ(નીવા મા I-ર/પ્રતિ ૧/૩દે. सू.२७२) जीवाजीवाभिगमसूत्रोक्तिः व्याख्याता, द्वितीयसमयाऽवच्छेदेन प्रथमसमयसिद्धत्वेन व्ययस्य દ્રૌવ્ય રહેશે. આમ સિદ્ધ ભગવંત જેવા શુદ્ધ દ્રવ્યમાં પણ સમયના માધ્યમથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ ત્રિલક્ષણનો યોગ અબાધિત રહે છે, સ્વીકાર્ય બને છે. શંકા :- દ્વિતીય સમયે પ્રથમસમયસિદ્ધત્વરૂપે નાશ અને દ્વિતીયસમયસિદ્ધત્વરૂપે સિદ્ધ ભગવંતનો ઉત્પાદ માનવામાં ન આવે તો શું વાંધો ? # સિદ્ધ ભગવંતમાં પ્રથમ-અપ્રથમ આદિ ભેદથી અનિત્યતા જ સમાધાન :- (તત્તત્ત.) તે તે સમયથી સંબદ્ધત્વસ્વરૂપે સિદ્ધ ભગવંતનો ઉત્પાદ વગેરે માનવામાં ન આવે તો સિદ્ધ ભગવંતમાં પ્રથમસમયસિદ્ધ, અપ્રથમસમયસિદ્ધ વગેરે ભેદો સંભવી ન શકે. પ્રથમ સમયે અને દ્વિતીયાદિ સમયે સિદ્ધ ભગવતના સ્વરૂપમાં કશો જ ફેરફાર થતો ન હોય તો સિદ્ધ ભગવંતના તેવા ભેદ શાસ્ત્રકારો શા માટે પાડે ? પરંતુ સિદ્ધ ભગવંતના પ્રથમસમયસિદ્ધ, અપ્રથમસમયસિદ્ધ વગેરે) ભેદો તો આગમસિદ્ધાન્તમાં સંમત જ છે. જો પ્રતિસમય તત્ તત્ સમયસિદ્ધત્વરૂપે ઉત્પાદાદિ માનવામાં ન આવે તો ઉપરોક્ત ભેદો અસંગત બની જાય. તેથી સિદ્ધ ભગવંતમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યયાદિનો | સ્વીકાર કરવો વ્યાજબી છે. પ્રતિસમય સ્વપર્યાયભૂત વર્તનાના ઉત્પાદ-વ્યય સિદ્ધ થતાં સિદ્ધાત્મામાં પણ પ્રતિસમય ઉત્પાદ-વ્યયની સિદ્ધિ થઈ જશે. કારણ કે તે પર્યાય કરતાં સિદ્ધ પરમાત્મા જુદા નથી પરંતુ કથંચિત્ અભિન્ન છે. તેથી અર્પિતપર્યાયથી = પર્યાયની મુખ્યતા કરવાથી સિદ્ધોમાં પણ પ્રતિસમય અનિત્યપણાનો વ્યવહાર સમજવો. આ અભિપ્રાયથી વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં જણાવેલ છે કે “પ્રથમસમયસિદ્ધ તરીકે બીજા સમયે સિદ્ધ ભગવંતનો નાશ થાય છે તથા અપ્રથમસમયસિદ્ધ તરીકે તેમની ઉત્પત્તિ થાય છે તેમજ દ્રવ્યત્વ-જીવ વગેરે સ્વરૂપે તે સદા સ્થિર રહે છે. તેથી કાલિક પર્યાયની વિવક્ષા કરવાથી સિદ્ધમાં અનિત્યતા વગેરેનો વ્યવહાર છે.” પ્રથમસમયસિદ્ધ કરતાં અપ્રથમસમરસિદ્ધ અનંતગુણ અધિક (તેન.) જીવાજીવાભિગમસૂત્રમાં “પ્રથમસમયસિદ્ધ સૌથી ઓછા છે. અપ્રથમસમયસિદ્ધ તેના કરતાં અનંતગુણ અધિક છે' - એવું જે જણાવેલ છે તેની પણ સ્પષ્ટતા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે, 1. सर्वतोकाः प्रथमसमयसिद्धाः, अप्रथमसमयसिद्धा अनन्तगुणाः ।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy