SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ९/१६ युगपत्केवलज्ञान - दर्शनोपयोगस्थापनम् ડિવપ્નતિ, બાસાવળા સેહસ્સ” (નિ.મા.૨૬૪૮ પૂ.) રૂત્યુત્તમિત્યવધેયમ્ । अत्र हि निशीथचूर्णिकृता केवलिनः युगपदुपयोगद्वयं प्रतिपादितम् । नवरं नैयायिकादिपरप्रवादिनिग्रहार्थम् आगमे तन्निषिद्धम् । ततश्च एकस्मिन् समये केवलिनि एकोपयोगप्रतिपादनं नाऽऽगमसम्मतमिति निश्चीयते। “युगपज्ज्ञानद्वयानुत्पत्तिर्मनसो लिङ्गम्” (न्या.सू.१/१/१६) इति न्यायसूत्रानुसारेण स् नैयायिकादिभिः आत्मातिरिक्ताणुमनःसाधनानन्तरं 'युगपज्ज्ञानद्वयाभ्युपगमे तु कथं तत्सिद्धिः ?' इति पर्यनुयुक्तः स्याद्वादी अभ्युपगमवादतः 'केवलिनि अपि युगपदुपयोगद्वितयं नास्तीति वक्ति । ततश्च "“जुगवं दो नत्थि उवओगा” इति ( आ.नि. ९७९) आवश्यकनिर्युक्तिवचनम् अभ्युपगमवादपरं ज्ञेयम् । न ह्यभ्युपगमवादोक्तम् आगमिकसिद्धान्तस्वरूपं भवतीति भावनीयम् । र्णि ""जुगवं दो नत्थि उवओगा ” ( आ.नि. ९७९) इति आवश्यकनिर्युक्तिवचनस्य मानसविकल्पद्वययोग- का તે સ્થળે જો ખોટા પદાર્થને (= કેવલીમાં એક સમયે બે ઉપયોગના અભાવને) નૂતન દીક્ષિત સ્વીકારે તો નૂતન દીક્ષિતને (જિનાગમની, કેવલીની અને ગુરુની) આશાતનાનું પાપ લાગે.” આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. १२८९ * નિશીથચૂર્ણિનું સ્પષ્ટીકરણ (ત્ર.) અહીં નિશીથચૂર્ણિકારે સ્પષ્ટપણે જણાવેલ છે કે કેવલજ્ઞાનીને પરમાર્થથી બે ઉપયોગ એકી સાથે હોય છે. ફક્ત નૈયાયિક આદિ પ્રતિવાદીને જીતવા માટે આગમમાં ‘યુગપત્ બે ઉપયોગ નથી હોતા’ આમ જણાવેલ છે. ‘કૈવલીને એક સમયે એક જ ઉપયોગ હોય છે' તે વાત આગમિક સિદ્ધાન્તનું પ્રતિપાદન નથી. આ પ્રમાણે નિશ્ચિત થાય છે. આત્મભિન્ન મનની સિદ્ધિ કરવા માટે નૈયાયિક -વૈશેષિક વગેરે વિદ્વાનો કહે છે કે “વાસ્તવમાં યુગપત્ જ્ઞાનયાનુત્પત્તિઃ મનસો હ્રિામ્' - આ ન્યાયસૂત્રના વચનથી એકીસાથે બે જ્ઞાન ઉત્પન્ન નથી થતા તે હકીકત આત્મભિન્ન મનની સિદ્ધિનું = અનુમિતિનું ચિહ્ન છે, હેતુ છે.' – - “જો યુગપત્ બે ઉપયોગ માન્ય કરવામાં આવે તો આત્મભિન્ન મનની સિદ્ધિ તમે કેવી રીતે કરશો ?' આવી તૈયાયિકની દલીલના નિરાકરણ માટે ‘કૈવલીને પણ એકીસાથે બે ઉપયોગ નથી હોતા’આ પ્રમાણે અભ્યપગમવાદથી આવશ્યકનિર્યુક્તિકારે જણાવેલ છે. આવું કાંઈક જણાવવાનો નિશીથચૂર્ણિકા૨નો આશય હોય તેવું જણાય છે. પોતાને માન્ય ન હોય તેવી પણ કોઈક વાત આચાર્ય ભગવંતો પ્રતિવાદીને જીતવા વગેરેના આશયથી જણાવે - સ્વીકારે તે અભ્યપગમવાદ કહેવાય છે. અભ્યપગમવાદથી જણાવેલી બાબત મૂળભૂત આગમિક સિદ્ધાન્તસ્વરૂપ નથી બની જતી પરંતુ એક કથનમાત્રસ્વરૂપ બની રહે છે. આ બાબતને વિજ્ઞ વાચકવર્ગે ગંભીરતાથી ધ્યાનમાં રાખવી. *ખુવં તો નયિ તવો' - વચનનું બીજું તાત્પર્ય * (“જીવં.) “આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં જે જણાવેલ છે કે ‘એકીસાથે બે ઉપયોગ નથી હોતા' - તે વાત ‘બે માનસ વિકલ્પ એકીસાથે નથી હોતા’ - તેવું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી શ્રીભદ્રબાહુસ્વામીજી 1. યુગપત્ ઢૌ ન રૂ ૩પયોગો ૪]
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy