SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨ १२७३ ० प्रतिक्षणोत्पादादिसिद्धि: 0 प्रागभावप्रतियोगिता तेन रूपेण तत्रानुत्पन्नत्वं व्यवह्रियत' इति नियमेन तदा तत्र तद्रूपेणानुत्पन्नत्वव्यवहारस्य दुर्वारत्वात् । तन्निवारणकृते नैयायिकेन प्रतिक्षणं तत्तद्रूपेण घटाद्युत्पत्तिरभ्युपगन्तव्यैवेति प सिद्धम् । इहाऽपि स्थले द्रव्यानुयोगतर्कणायां मूलश्लोके तद्व्याख्यायाञ्च स्खलितं तदपि स्वयं विज्ञैः विमर्षणीयम्। ___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'प्रतिक्षणं पदार्थः प्रातिस्विकस्वरूपेण जायते' इति राद्धान्तं श चेतसिकृत्य ‘अस्मदीय आत्मा अपि प्रतिक्षणं विलक्षणरूपेण उत्पद्यते' इत्यवधेयम् । आत्मविशुद्धि-क प्रणिधानदाढ्य असङ्गसाक्षिभावाभ्यासेन आत्मा प्रतिक्षणं विशुद्धरूपेण परिणमेत्, अन्यथा प्रतिक्षणं मलिनसंसारिरूपेण आत्मपरिणमनं नैव दुर्लभम् । इदमवगम्याऽऽत्मार्थिना विनय-विवेक-वैराग्य-विनम्रता -विमलता-देहात्मभेदविज्ञानोपशमादिभिः निरन्तरं स्वात्मा भावयितव्यः। ततश्च पञ्चकल्पभाष्यचूर्णी શત “વસુર્વ સાધાર્યવસિતં નિમ્” (પ.ઠ.મા.9રૂ પૂ.) બાશુ તમાા૨/૧૩ દ્વિતીયાદિક્ષણવિશિષ્ટઘટપ્રાગભાવનો નાશ નહિ થાય અને ઘડો તે સ્વરૂપે તેનો પ્રતિયોગી બનશે જ. હમણાં પૂર્વે વિચારી ગયા તેમ સંક્ષેપમાં કહેવું હોય તો પ્રાગભાવપ્રતિયોગિત્વ એ જ અનુત્પન્નત્વ છે. જેમાં જે સ્વરૂપે પ્રાગભાવપ્રતિયોગિતા હોય તેમાં તે સ્વરૂપે અનુત્પન્નત્વ કહેવાય' - આ નિયમ મુજબ, પ્રતિક્ષણ ઘટોત્પત્તિ તત્ તત્ સ્વરૂપે માનવામાં ન આવે તો દ્વિતીયાદિક્ષણવિશિષ્ટઘટવરૂપે ઘટમાં પ્રાગભાવપ્રતિયોગિતા રહેતી હોવાથી ઘટમાં દ્વિતીયાદિ ક્ષણે દ્વિતીયાદિક્ષણવિશિષ્ટઘટવરૂપે = દ્વિતીયાદિક્ષણવૈશિટ્યસ્વરૂપે અનુત્પન્નત્વનો વ્યવહાર દુર્વાર બનશે. તેના નિવારણ માટે તૈયાયિકે પ્રતિક્ષણ તે તે સ્વરૂપે ઘટાદિ પદાર્થની ઉત્પત્તિ માનવી જરૂરી છે - તેવું સિદ્ધ થાય છે. છે દ્રવ્યાનુયોગતર્કશામાં વિચારણીય મુદો છે (૪) આ સ્થળે પણ દ્રવ્યાનુયોગતર્કણામાં નવમી શાખાના તેરમા શ્લોકમાં અને તેની વ્યાખ્યામાં અલના થઈ છે. તેને પણ આગલા શ્લોકમાં જણાવી ગયા તેમ વિદ્વાન મહાત્માઓ જાતે જ વિચારે.. આવી સૂચના દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કરેલ છે. પ્રતિક્ષણ જાગૃતિ કેળવી શુદ્ધસ્વરૂપે પરિણમીએ 2 આધ્યાત્મિક ઉપનય :- “પ્રતિક્ષણ પદાર્થ પ્રાતિસ્વિકરૂપે ઉત્પન્ન થાય છે' - આ વાતની આધ્યાત્મિક મૂલવણી એ રીતે કરવી કે આપણો આત્મા પણ પ્રતિક્ષણ વિલક્ષણસ્વરૂપે ઉત્પન્ન થાય છે. જો આત્મવિશુદ્ધિનું પ્રણિધાન દઢપણે પ્રામાણિકતાથી કેળવવામાં આવે તો અસંગ સાક્ષીભાવના અભ્યાસથી આત્મા પ્રતિક્ષણ શુદ્ધ સ્વરૂપે પરિણમે. અન્યથા મલિન સ્વરૂપે, સંસારી સ્વરૂપે પ્રતિક્ષણ આત્મપરિણમન થતાં વાર ન લાગે. આ બાબતને નજર સામે રાખીને પ્રત્યેક આત્માર્થી સાધકે વિનય, વિવેક, વૈરાગ્ય, વિનમ્રતા, વિમલતા, દેહાત્મભેદવિજ્ઞાન, ઉપશમભાવ આદિથી નિરંતર ભાવિત થવું. તેના લીધે પંચકલ્યભાષ્યમૂર્ણિમાં દર્શાવેલ બહુસુખવાળા સાદિ-અનંતકાલીન નિર્વાણને મુનિ ઝડપથી મેળવે છે. (૯/૧૩).
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy