SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ १२२८ ० पूर्वसुकृतादीनाम् अनुगमशक्त्या सत्त्वम् । ૧/૨૦ 'शिखा नष्टा' इतिवत् 'शिखी नष्ट' इत्यविगानेन व्यवह्रियते शिष्टैः। पर्यायस्य तद्रूपेण वा ' द्रव्यस्य जायमानौ उत्पाद-व्ययौ तदुत्तरक्षणेऽनुगमशक्तिरूपेण द्रव्यगतध्रौव्ये समविशतः । द्रव्यध्रौव्यस्य स्वाभाविकतया तत्समाविष्टयोः उत्पाद-व्यययोः द्वितीयादिक्षणावच्छेदेन द्रव्यरूपेण समवस्थानं भानञ्चाऽनाविलमिति । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'उत्पाद-व्ययौ अनुगमशक्त्या ध्रौव्ये विलीयेते' इति कृत्वा श इदं चेतसि निधेयं यदुत यत् कृतं सुकृतं दुष्कृतं वा तद् अनुगमशक्त्या ध्रुवाऽऽत्मनि साम्प्रतम् ___ अपि सत् । न हि क्रियाऽवसानमात्रेण सुकृतं दुष्कृतं वा सर्वथा नश्यति । अतः दुष्कृतकटुफल मोचनाय निन्दा-गर्हा-प्रायश्चित्तवहन-पुनरकरणनियमादौ आत्मार्थिना प्रयतितव्यम् । सुकृतसत्फलपरि" वृद्धये च सुकृतानुमोदना-पुनःसुकृतकरणाभिलाष-नवीनसुकृतसङ्कल्पादि कार्यम् । स्वकीयसुकृतानुमोद नावसरे स्वप्रशंसामहत्त्वाकाङ्क्षादिकर्दमे न निमज्जनीयम् । ततश्च स्वकीयसुकृतानुमोदना मनसा कार्या, न स्वजिह्वया। ततश्च “कृत्स्नकर्मक्षयो मुक्तिः” (द्वा.द्वा.३१/१८) इति द्वात्रिंशिकाप्रकरणे यशोविजयवाचकेन्द्रोक्ता मुक्तिः प्रत्यासन्ना स्यादित्यवधेयम् ।।९/१०।। પણ શિષ્ટ પુરુષો નિર્વિવાદપણે કરે છે. પર્યાયનો કે પર્યાયરૂપે દ્રવ્યનો જે ઉત્પાદ-વ્યય થાય છે તે દ્રવ્યગત ધ્રૌવ્યમાં અનુગમશક્તિરૂપે બીજી ક્ષણે ભળી જાય છે. દ્રવ્ય મૌલિકસ્વરૂપે ધ્રુવ છે. તેથી દ્રવ્યમાં મૂળભૂત સ્વરૂપે જે ધ્રુવતા રહેલી છે તેમાં ઉત્પાદ-વ્યય ભળી જવાથી દ્વિતીયાદિ ક્ષણોમાં પણ દ્રવ્યસ્વરૂપે ઉત્પાદ-વ્યય રહે છે તથા તે સ્વરૂપે તેનું ભાન પણ નિર્વિવાદરૂપે થઈ શકે છે. આ અહીં ટૂંકસાર છે. a દુષ્કૃતગર્તા - સુકૃત અનુમોદનાનું તાત્ત્વિક પ્રયોજન છે આધ્યાત્મિક ઉપનય :- ‘ઉત્પાદ-વ્યય અનુગમશક્તિરૂપે ધ્રૌવ્યમાં ભળી જાય છે' - આ પ્રમાણે જે હકીકત જણાવી તેનાથી આધ્યાત્મિક સંદેશ આ પ્રમાણે ગ્રહણ કરી શકાય કે આપણે પૂર્વે જે કોઈ સુકૃત કે દુષ્કૃત કરેલા હોય તે અનુગમશક્તિરૂપે આપણા ધ્રુવ આત્મામાં વર્તમાનકાળે પણ વિદ્યમાન છે. સુકૃતની ન કે દુષ્કૃતની ક્રિયા સમાપ્ત થઈ જવા માત્રથી સુકૃતનો કે દુષ્કૃતનો સર્વથા નાશ થઈ જતો નથી. તેથી દુષ્કૃતના 21 કટુ ફળથી બચવા માટે દુષ્કતની આત્મસાક્ષીએ નિંદા, ગુરુસાક્ષીએ ગહ, પ્રાયશ્ચિત્તવહન, પુનઃ અકરણનિયમ આદિમાં તત્પર રહેવું જોઈએ. તથા સુકૃતના મધુર ફળની સાનુબંધ અભિવૃદ્ધિ માટે થયેલા સુકૃતની અનુમોદના, પુનઃ પુનઃ સુકૃતકરણની અભિલાષા, નવા નવા સુકૃતોના સંકલ્પો કરવામાં તત્પર રહેવું જોઈએ. સ્વસુકૃતની અનુમોદનાના અવસરે સ્વપ્રશંસા, આપબડાઈ કે મહત્ત્વાકાંક્ષાના વિષમ વમળમાં અટવાઈ ન જવાય તેની પૂર્ણ તકેદારી રાખવી. તેથી સ્વસુકૃતની અનુમોદના બને ત્યાં સુધી મનમાં કરવી. અનુમોદના એટલે તૃતિનો ઓડકાર, તથા સ્વપ્રશંસા કે મહત્ત્વાકાંક્ષા એટલે ખાટો ગચરકો. તેવી દુષ્કૃતગર્તા - સુકૃતાનુમોદનાથી લાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ સર્વકર્મક્ષયસ્વરૂપ મુક્તિ નજીક આવે. આ વાત ખ્યાલમાં રાખવી. (૯/૧૦)
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy