SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) આંગળીનો સંયોગ-વિયોગ.(પૃ.૧૧૪૪) (૨) સુવર્ણઘટનાશ-સુવર્ણમુકુટની ઉત્પત્તિ. (પૃ.૧૧૪૫) (૩) મિથ્યાત્વનો નાશ અને સમકિતની ઉત્પત્તિ. (પૃ.૧૧૪૬) (૪) જ્ઞાનાવરણનો ક્ષય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ. (પૃ.૧૧૪૬) આ બધું સમકાલીન છે. આમ આ બધા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિકભાવસ્વરૂપે કાર્ય-કારણભાવ માન્ય છે અને સુવર્ણ તથા સુવર્ણઘટધ્વંસાદિ વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપે કાર્ય-કારણભાવ છે. (પૃ.૧૧૪૫) મિથ્યાત્વનાશ અને સમકિતની ઉત્પત્તિ સ્થળે આત્મા અને મિથ્યાત્વનાશ કે સમકિતઉત્પત્તિ વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવરૂપ કાર્ય-કારણભાવ છે. આ સમજવા જુઓ પૃ.૧૧૪૪ થી ૧૧૪૮. ત્રિપદી સર્વત્ર સમાનાધિકરણમાં સમકાળે રહે છે. તેથી અભિન્ન છે. એકદ્રવ્યવ્યાપિત્વ, એકક્ષેત્રાવગાહિત્વ અને એકકાલાવસ્થિતત્વની દૃષ્ટિએ અભિન્ન છે. છતાં ઉત્પાદાદિ ત્રણે સર્વથા અભિન્ન નથી પણ ત્રણેયના કાર્ય જુદા-જુદા હોઈ ત્રણેય કથંચિદ્ ભિન્ન પણ છે. જેમ કે સુવર્ણઘટનાશરૂપ કાર્ય ઘટની અપેક્ષાવાળાને શોક પેદા કરાવે છે તો સુવર્ણમુગુટઉત્પાદરૂપ કાર્ય મુગુટની અપેક્ષાવાળાને હર્ષ પેદા કરાવે છે. તથા જેને માત્ર સુવર્ણની અપેક્ષા છે, તેને તો બન્નેમાં ઉત્પાદ કે વ્યયમાં મધ્યસ્થતા જ રહે છે. કારણ કે સુવર્ણ તો બન્ને અવસ્થામાં તેનું તે જ રહે છે. આ રીતે ઉત્પાદાદિ ત્રણેય જુદા-જુદા ત્રણ કાર્યના જનક હોવાથી ત્રણમાં ચિત્ ભેદ પણ સિદ્ધ થાય છે અને તેથી ઉત્પાદાદિમાં ભિન્નાભિન્નતા સિદ્ધ થાય છે. (પૃ.૧૧૭૧) એક જ તરફી દૃષ્ટિકોણ તે એકાંતવાદ છે. ૭ પ્રસ્તાવના . અનેક દૃષ્ટિકોણથી વિચારાય-સમજાય અનેકાન્તવાદ છે. આ અનેકાન્તવાદને સમજવા માટે ‘સ્યાત્' પદનો ઉપયોગ થાય છે. ત્રણમાંથી કોઈ એકનો વ્યવહાર કરવામાં બાકીના બે લોપાઈ ન જાય માટે સ્યાત્ પદનો ઉપયોગ થાય છે. ક્યારેક ન થયો હોય તો પણ બધે જ તે પદનો અર્થ સમજવો. તે સ્યાદ્વાદ છે અને તો જ વ્યવહાર શુદ્ધ થાય છે. - સ્નાન કરવા બેસનાર વ્યક્તિએ તથા ભોજન ક૨વા બેસનાર વ્યક્તિએ પાણી માંગ્યુ. ત્યાં ‘પાણી આપો' એ વાક્ય સમાન જ છે. છતાં તે બન્નેના આશયો ભિન્ન છે તેમ સમજી એકને ગરમ પાણી અપાય ને એકને ઠંડુ પાણી અપાય છે. એકને ડોલમાં પાણી અપાય અને એકને ગ્લાસમાં પાણી અપાય છે. પ્રસંગાનુસાર અપેક્ષા સમજી લેવાથી વ્યવહાર શુદ્ધ થાય છે. અન્યથા વ્યવહાર અશુદ્ધ થઈ જાય. તેથી જ ઉત્પાદાદિની સાથે કથંચિત્ શબ્દ કે સ્યાત્ શબ્દ જોડ્યો હોય કે ન જોડ્યો હોય તો પણ તેનો અર્થ સ્વયં સમજી લેવો. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ આ જ ગ્રંથમાં ‘ઉપ્પન્ને રૂ વા ત્યાવી વાશો व्यवस्थायाम् । स च स्याच्छब्दसमानार्थः' એમ કહી ‘વ’ શબ્દનો અર્થ ‘સ્વાત્’ સમાનાર્થક જ છે તેમ જણાવી આખી ત્રિપદીને ‘સ્વાત્’ પદથી અલંકૃત કરેલ છે. ‘સ્વાત્’ પદ અપેક્ષાસૂચક છે. (પૃ.૧૧૫૫) જેમ કે ‘સર્પ કાળો છે' - આ લૌકિક વાક્યને પણ ‘સ્વાત્' પદથી યુક્ત સમજવું પડે. કેમ = કે ‘સર્પ કાળો છે' - આ વાક્યમાં પણ સર્પ ઉપરના પીઠના ભાગમાં કાળો છે, જ્યારે નીચેના પેટના 13 - ભાગમાં સફેદ છે. તેથી ‘સર્પ કાળો છે' વિધાનની દૃષ્ટિએ આ વાત સમજ્યા. આ વાક્યનો અર્થ ‘સ્વાત્' પદથી યુક્ત છે. વ્યક્તિપ૨ક (પૃ.૧૧૫૯) -
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy