SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧ १२१२ ० अन्वयि-व्यतिरेकिस्वरूपपरामर्श: ० અન્વયિરૂપ અનઈ વ્યતિરેકિરૂપ દ્રવ્ય-પર્યાયથી સિદ્ધાંતાવિરોધઈ સર્વત્ર અવતારીનઇ ૩ લક્ષણ કહેવાં. उत्पद्यते परेण विनश्यति, अनन्तधर्मात्मकत्वाद् वस्तुनः” (सू.कृ.श्रु.स्क.१/अ.१५/निर्यु.१३४/पृ.२५३) इत्यादिकं सूत्रकृताङ्गसूत्रवृत्तितो विज्ञेयम् । ____ गोरसस्याऽपि गोरसत्वेन स्थैर्यं पयस्त्वादिना चाऽस्थैर्य बोध्यम्, पूर्वोक्तरीत्या (९/२) आत्मत्वेन नित्यत्वशालिन आत्मनो नरत्वादिना अनित्यत्ववत् । यथोक्तं पञ्चाध्यायीप्रकरणे राजमल्लेन “तदिदं यथा स जीवो देवो मनुजाद् भवन्नथाऽप्यन्यः। कथमन्यथात्वभावं न लभेत स गोरसोऽपि नयाद् ।।" (પગ્યા.9/9૮૦) તા ___अधुना परिभाषान्तरेण सिद्धान्ताऽविरोधतः त्रैलक्षण्यं सर्वत्रोपदर्श्यते। तथाहि - अन्वयिरूपं द्रव्यं व्यतिरेकिलक्षणश्च पर्यायः। ततश्च अस्थायिनोः दुग्ध-दनोः व्यतिरेकितया पर्यायरूपता स्थास्नोश्च गोरसस्य उभयत्राऽन्वयितया द्रव्यरूपता। एवं सर्वत्रैव वस्तुनि अन्वयिरूपेण ध्रौव्यमस्ति અનંતા ગુણધર્મો માનવામાં આવેલ છે. તથા મૂળભૂત સ્વભાવે-સામાન્યસ્વભાવે વસ્તુ સ્થિર હોવાથી દહીંજન્મ જે ગોરસદ્રવ્યમાં થાય છે તે દૂધનાશને રાખી શકે છે. દૂધનાશના આધાર તરીકે દૂધને હાજર રહેવાની જરૂર નથી. શંકા-સમાધાનસ્વરૂપ આ બાબત શ્રીશીલાંકાચાર્યજીએ સૂત્રકૃતાંગવ્યાખ્યામાં જણાવેલ છે. જ ગોરસ પણ નિત્યાનિત્ય (નોર) ગોરસ દ્રવ્ય પણ ગોરસત્વસ્વરૂપે સ્થિર છે તથા દુગ્ધત્વાદિસ્વરૂપે અસ્થિર છે. આ જ શાખાના બીજા શ્લોકની વ્યાખ્યામાં જણાવ્યા મુજબ, જેમ આત્મત્વસ્વરૂપે આત્મદ્રવ્ય નિત્ય છે અને મનુષ્યત્વાદિ સ્વરૂપે અનિત્ય છે તેમ ગોરસ અંગે સમજવું. પંચાધ્યાયીપ્રકરણમાં રાજમલજીએ જણાવેલ છે કે “તે જીવ મનુષ્યમાંથી દેવ તરીકે ઉત્પન્ન થતો હોય ત્યારે પૂર્વ અવસ્થાથી ભિન્ન પણ છે તો તે જ અભિપ્રાયથી T (= નયથી) ગોરસદ્રવ્ય પણ ઉત્તર અવસ્થામાં શા માટે પૂર્વકાલીન ગોરસથી ભિન્નપણાને પ્રાપ્ત ન કરે ?” મતલબ કે દુગ્ધત્વાદિરૂપે ગોરસનો પણ નાશ થાય જ છે. $ જુદી પરિભાષાથી દ્રવ્ય-પર્યાયની વિચારણા હs (પુના) હવે ગ્રંથકારશ્રી જૈનસિદ્ધાંતને વિરોધ ન આવે તે રીતે સર્વત્ર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક લક્ષણ્યને અન્ય પરિભાષાથી દેખાડે છે. તે આ રીતે - વસ્તુના બે સ્વરૂપ છે. (૧) અન્વય અને (૨) વ્યતિરેક, વસ્તુનું જે અન્વયી સ્વરૂપ છે તે દ્રવ્ય કહેવાય છે. તથા જે વ્યતિરેકી સ્વરૂપ છે તે પર્યાય છે. અન્વયી સ્વરૂપ એટલે અનુગત સ્વરૂપ, સ્થાયી સ્વરૂપ. તથા વ્યતિરેકી સ્વરૂપ એટલે અનનુગત સ્વરૂપ = અસ્થાયી સ્વરૂપ = પરિવર્તનશીલ સ્વભાવ = આવાગમનશીલ સ્વરૂપ. દૂધ અને દહીં વસ્તુનું સ્થાયી સ્વરૂપ નથી. તેથી તે વસ્તુનો વ્યતિરેકી સ્વભાવ કહેવાય. આ જ કારણસર દૂધ અને દહીં બને વસ્તુના પર્યાયરૂપે જાણવા. તથા ગોરસ સ્થિર છે. દૂધ અને દહીં – એમ બન્ને અવસ્થામાં અનુગત સ્વરૂપે તે જણાય છે. આમ અન્વયીસ્વરૂપ હોવાથી ગોરસ દ્રવ્ય તરીકે જ્ઞાતવ્ય છે. દૂધ-દહીંપર્યાયવાળા 8 આ.(૧)માં “અવધારીનઈ પાઠ.
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy