________________
९/९
अष्टसहस्रीसंवादः
न चैवमनन्तात्मकत्वं वस्तुनो विरुध्यते,
प्रत्येकमुत्पादादिनामनन्तेभ्य उत्पद्यमान- विनश्यत्तिष्ठद्द्भ्यः कालत्रयापेक्षेभ्योऽर्थेभ्यो भिद्यमानानां विवक्षितवस्तुनि तत्त्वतोऽनन्तभेदोपपत्तेः,
१२०९
અપસિદ્ધાન્ત દોષની શંકા
શંકા :- (૧ ચૈવ.) જો આ રીતે તમામ વસ્તુ ત્રયાત્મક હોય તો પ્રત્યેક વસ્તુમાં અનન્તધર્માત્મકતાનો વિરોધ આવશે. તમે હમણાં દરેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એમ ત્રણ ધર્મની સિદ્ધિ કરેલ છે. જ્યારે તમારો જૈન સિદ્ધાન્ત તો એમ કહે છે કે દરેક વસ્તુમાં અનંત ગુણધર્મો રહેલા છે. તેથી તમારી વાતનો તમારા જ સિદ્ધાંત સાથે વિરોધ આવશે. આથી અપસિદ્ધાંત નામનો દોષ લાગુ પડશે. ત્રયાત્મક વસ્તુ પણ અનન્તધર્માત્મક
સમાધાન :- (પ્રત્યે.) ના, અમને અપસિદ્ધાંત દોષ લાગુ પડતો નથી. પ્રત્યેક વસ્તુને ત્રયાત્મક સિદ્ધ કરવા છતાં પણ અનન્તધર્માત્મકતાનો સિદ્ધાંત ટકી જ રહે છે. આનું કારણ એ છે કે પ્રત્યેક વસ્તુમાં રહેલ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના ૫૨માર્થથી અનંત ભેદ પડે છે. તે આ રીતે - પદાર્થ ત્રણે કાળમાં વિદ્યમાન હોય છે. કોઈક સ્વરૂપે પદાર્થ ઉત્પદ્યમાન હોય છે, કોઈક સ્વરૂપે વિલીયમાન હોય છે અને કોઈક સ્વરૂપે વિદ્યમાન હોય છે. આવા પદાર્થો અનંતા હોય છે. તથા વિવક્ષિત એક વસ્તુમાં રહેલ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અને અવિવક્ષિત અનંત દ્રવ્યમાં રહેલ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પરસ્પર અભિન્ન નથી. પરંતુ ભિન્ન છે. તેથી વિક્ષિત વસ્તુમાં રહેલ પ્રત્યેક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં, અવિવક્ષિત અનંત દ્રવ્યગત અનંત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો ભેદ સિદ્ધ થાય છે. તેથી પરમાર્થથી વિવક્ષિત વસ્તુમાં રહેલ પ્રત્યેક ઉત્પાદ-વ્યય વગેરેમાં અનંતા ભેદ (= પ્રકાર) પડે છે. દા.ત. ‘ઘટ’ નામની વસ્તુમાં રહેલ ‘’ નામના ઉત્પાદમાં ‘પટ’ નામની વસ્તુમાં રહેલ ‘ટ્વ’ નામના ઉત્પાદનો ભેદ, ‘T’ નામના વ્યયનો ભેદ તથા ‘વ’ નામના ધ્રૌવ્યનો ભેદ રહેશે. ‘મઠ’ નામની વસ્તુમાં રહેલ ‘વ' નામના ઉત્પાદનો ભેદ, ‘૪’ નામના વ્યયનો ભેદ તથા ‘ન' નામના ધ્રૌવ્યનો ભેદ પણ ‘’ માં રહેશે. આ રીતે આગળ આગળ વિચાર કરતાં ‘ઘટ' નામની વસ્તુમાં રહેલ ‘’ નામના ઉત્પાદમાં અનંત અવિવક્ષિત વસ્તુના અનંતા ઉત્પાદ-વ્યય -ધ્રૌવ્યનો ભેદ રહેશે. વિવક્ષિત ‘ઘટ’ નામની વસ્તુમાં રહેલ ‘’ નામનો ઉત્પાદ પોતાના આશ્રયથી કથંચિદ્ અભિન્ન છે. તેથી ‘’ નામના ઉત્પાદમાં રહેલ અનંત ઉત્પાદ આદિના ભેદ અન્યોન્યાભાવ સ્વરૂપ અનંત ગુણધર્મો ‘ઘટ' નામની વસ્તુમાં પણ રહેશે. તેથી ‘ઘટ’ અનંતધર્માત્મક છે - તેવું પણ સિદ્ધ થઈ શકશે. આમ પ્રત્યેક વસ્તુને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે ત્રયાત્મક માનવા છતાં અનંતધર્માત્મકતાનો જૈન સિદ્ધાંત અબાધિત જ રહે છે.
=
=
ૢ વ્યાવૃત્તિમાં તુચ્છતાનો આક્ષેપ
શંકા : :- આ રીતે તમે પ્રત્યેક ઉત્પાદ-વ્યયમાં અન્યદ્રવ્યગત ઉત્પાદ આદિના ભેદની સિદ્ધિ કરવા દ્વારા વસ્તુમાં અનંતધર્માત્મકતાની સિદ્ધિનો જે પ્રયાસ કરેલ છે તે સ્તુત્ય નથી. આનું કારણ એ છે કે ભેદ એટલે પરસ્વરૂપની વ્યાવૃત્તિ બાદબાકી. આ વ્યાવૃત્તિ તો તુચ્છ છે. તેથી પરસ્વરૂપવ્યાવૃત્તિ વસ્તુનો સ્વભાવ બની ન શકે. તેથી અન્યદ્રવ્યગત ઉત્પાદ આદિના ભેદાત્મક પરસ્વરૂપવ્યાવૃત્તિના માધ્યમથી