________________
૬/૭
० मध्यमकशास्त्रप्रत्याख्यानम्
११९५ તે માટૐ સર્વનયશુદ્ધ સ્યાદ્વાદ જ વીતરાગપ્રણીત આદરવો.
વીતરાગીતમા વ શ્રેય, નાન્યથતિ “ઈતિ ૧૪૦ ગાથાર્થ સંપૂર્ણ પાછા
इन्द्रभूतिनाम्ना बौद्धेनाऽपि ज्ञानसिद्धौ शून्यवादनिराकरणावसरे “यदि रूपादयो भावा विद्यन्ते नैव सर्वथा। दिव्यचक्षुः कथं सिद्धं बुद्धानां करुणात्मनाम् ।।” (ज्ञा.सि.३/१५) इत्याधुक्तं तदप्यत्र न विस्मर्तव्यम् ।
___ यदपि नागार्जुनेन शून्यतासिद्धये मध्यमकशास्त्रे संस्कृतपरीक्षाप्रकरणे “यथा माया यथा स्वप्नो गन्धर्वनगरं यथा। तथोत्पादस्तथा स्थानं तथा भङ्ग उदाहृतः ।।” (म.शा.७/३४) इत्युक्तं तदपि अनया रीत्या प्रत्याख्यातम् । न हि मृगजल-मायाजाल-स्वप्नादिवद् उत्पाद-व्यय-ध्रौव्याणां प्रमाणप्रसाधितानां मिथ्यात्वं वक्तुं युज्यते लेशतोऽपि । तस्मात् सर्वनयविशुद्धः, वीतरागसर्वज्ञप्रणीतः, भावशुद्धः स्याद्वाद एव परम आदरणीयः। वीतरागप्रणीततत्त्वमार्गे एव तथैव श्रेयः, नान्यत्र नान्यथा इति स्थितम् ।
# શૂન્યવાદમાં ઈન્દ્રભૂતિ-બીનો વિરોધ જ (%) ઈન્દ્રભૂતિ નામના બૌદ્ધ વિદ્વાને જ્ઞાનસિદ્ધિ ગ્રંથમાં શૂન્યવાદનું નિરાકરણ કરવાના અવસરે જે જણાવેલ છે તે વાત પણ અહીં ભૂલવા જેવી નથી. ત્યાં તેણે જણાવેલ છે કે “રૂપ વગેરે ભાવો જો સર્વથા વિદ્યમાન ન જ હોય તો કરુણામય બુદ્ધોમાં દિવ્યચક્ષુને કઈ રીતે સિદ્ધ કરી શકાશે ?” જો સર્વશૂન્ય હોય તો રૂપ ન હોય, બુદ્ધ ન હોય, રૂપગ્રાહક ચક્ષુ પણ ન હોય. આવી સ્થિતિમાં દૂરવર્તી રૂપાદિને ગ્રહણ કરનારી દિવ્યદષ્ટિ ગૌતમબુદ્ધમાં કઈ રીતે સંભવે ? માટે શૂન્યવાદ મિથ્યા છે.
છે નાગાર્જુનમતનું નિરાકરણ છે (૨) નાગાર્જુન નામના એક બૌદ્ધાચાર્યએ મધ્યમકશાસ્ત્ર નામનો ગ્રંથ બનાવેલ છે. તેમાં તેમણે શૂન્યતાની સિદ્ધિ માટે “સંસ્કૃતપરીક્ષા' નામના પ્રકરણમાં એવું જણાવેલ છે કે “જેમ માયાજાળ તુચ્છ હોય છે, જેમ સ્વપ્ર કાલ્પનિક હોય છે, જેમ ગાંધર્વનગર મિથ્યા હોય છે તેમ ઉત્પાદ, દ્રૌવ્ય અને વ્યય = ધ્વંસ મિથ્યા કહેવાયેલ છે. આ નાગાર્જુનકથનનું પણ ઉપરોક્ત રીતે નિરાકરણ કરવું. કારણ કે મૃગજળ, માયાજાળ, સ્વપ્ર વગેરેની જેમ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને લેશ પણ મિથ્યા કહી શકાતા નથી. કેમ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની સિદ્ધિ પ્રમાણ દ્વારા થઈ ચૂકેલ છે. આ રીતે જ્ઞાનાદ્વૈતવાદ અને શૂન્યવાદ પ્રમાણબાધિત હોવાથી આદરવા યોગ્ય નથી. તેથી સ્યાદ્વાદ જ આદરવા યોગ્ય છે. કેમ કે સ્યાદ્વાદના પ્રણેતા તીર્થકર ભગવાન સર્વજ્ઞ હતા અને વીતરાગ હતા. તેથી અજ્ઞાનમૂલક કે રાગ-દ્વેષમૂલક અસત્યતાની કોઈ પણ પ્રકારની સંભાવના જિનેશ્વરપ્રણીત સ્યાદ્વાદમાં રહેતી નથી. વળી, સ્યાદ્વાદ સર્વ નયોથી વિશુદ્ધ છે. સર્વ નયો દ્વારા થતી પરીક્ષામાંથી ઉત્તીર્ણ-સમુત્તીર્ણ બનવાના લીધે ભાવશુદ્ધ સ્યાદ્વાદ જ પરમ આદરણીય છે. વીતરાગ સર્વજ્ઞ તીર્થકર દ્વારા બનાવાયેલ – બતાવાયેલ જે તત્ત્વમાર્ગ છે, તેમાં જ કલ્યાણ છે, બીજે નહિ. જે પ્રકારે વીતરાગ ભગવંતે તત્ત્વમાર્ગ પ્રકાશેલ છે તે પ્રકારે જ તેનો સ્વીકાર કરવામાં તાત્ત્વિક કલ્યાણ છે, અન્ય પદ્ધતિએ કે અન્ય આશયથી તેને સ્વીકારવામાં તાત્ત્વિક કલ્યાણ નથી - તેવું નક્કી થાય છે. જ કો.(૧૩)માં “શુદ્ધ સ્યાદ્વાદ જ પાઠ નથી. ..* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. પાલિ.માં છે. ...( ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં જ છે.