SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ११८६ • कार्यवैशद्यम् अनपलपनीयम् । “विशदतरकार्यसिद्धौ चाऽप्रतीयमानमपि कारणं कल्पनीयम् । न पुनः अप्रतीयमानकल्पनाभयात् कार्यवैशद्यम् अपह्नोतुम् उचितम्, अन्यथा रूपादिविज्ञप्तीनाम् अपि अपह्नवप्रसङ्गाद्” (न्या.क.पृ.८९) इति न्याय। कणिकायां वाचस्पतिमिश्रः । “प्रमाणतो बाह्यपदार्थसिद्धेः, स्वाकारमात्रग्रहणाऽसिद्धेः” (प्र.प्र.५८) इति प्रमाणप्रकाशे न देवभद्रसूरिः। 0 इत्थं ग्राह्य-ग्राहकभेदस्य प्रतिभासमानस्य सत्यत्वेन ग्राहकभिन्नग्राह्यस्य बाह्यार्थस्य सत्यत्वसिद्धेः ज्ञानाद्वैतवादो निराक्रियते प्रतिग्राह्यं चित्रस्वभावसिद्धेश्चैकान्तवादोऽपाक्रियत इत्यवधेयम्। ___अथ यदवभासते तज्ज्ञानम्, यथा सुखादिकमान्तरवस्तु । अवभासते च नीलादिकम् । अतो ज्ञानमेव नीलादिकम् । अत एव तत् परमार्थसत् (स्याद्वादकल्पलता ५/१०/पृ.३८) इति चेत् ? । का न, सुखादेः सर्वथा ज्ञानाऽभिन्नत्वाऽभावेन दृष्टान्ताऽसिद्धेः, सुखादेराह्लादनाद्याकारत्वाद् ज्ञानस्य કાર્ય છે. તેથી તેને અનુરૂપ બાહ્ય પદાર્થ પણ કારણ તરીકે સ્વીકારવો જરૂરી છે. આ અંગે વાચસ્પતિમિશ્રએ ન્યાયકણિકા ગ્રંથમાં જણાવેલ છે કે “કાર્ય અત્યંત સ્પષ્ટ હોય તો તેનું કારણ ન દેખાવા છતાં અવશ્ય સ્વીકારવું જોઈએ. કારણ ન દેખાવા છતાં તેનો સ્વીકાર કરવામાં અપ્રતીતકલ્પનાનું ભયસ્થાન ઊભું થશે' - આવી વિચારણાથી કાર્યની વિશદતાનો = પ્રામાણિકતાનો અપલોપ કરવો યોગ્ય નથી. બાકી તો રૂપાદિની પ્રતીતિનો પણ અપલાપ કરવાની સમસ્યા સર્જાશે.” શ્રીદેવભદ્રસૂરિજીએ પણ પ્રમાણપ્રકાશમાં જણાવેલ છે કે “પ્રમાણથી બાહ્ય પદાર્થની સિદ્ધિ થાય છે. “જ્ઞાન માત્ર પોતાના આકારને જ ગ્રહણ કરે છે' - તે બાબત પ્રમાણસિદ્ધ નથી. માટે જ્ઞાનાદ્વૈતવાદ અપ્રામાણિક છે.” ૪ જ્ઞાનાદ્વૈત-એકાન્તવાદનું નિરાકરણ ૪ છે (ક્ષ્ય) આ રીતે ગ્રાહ્યમાં અને ગ્રાહકમાં ભાસમાન ભેદ સત્ય હોવાથી ગ્રાહકભિન્ન ગ્રાહ્ય = શેય ઘટ-પટાદિ બાહ્ય પદાર્થ પણ સત્યરૂપે સિદ્ધ થાય છે. આથી જ્ઞાનાદ્વૈતવાદનું નિરાકરણ થઈ જાય છે. તથા પ્રત્યેક ગ્રાહ્ય બાહ્ય પદાર્થમાં ચિત્રસ્વભાવની સિદ્ધિ દ્વારા એકાંતવાદનું નિરાકરણ થાય છે. બૌદ્ધ :- (ક.) “જે ભાસે છે તે વસ્તુ જ્ઞાનાત્મક હોય છે' - આ પ્રમાણેની વ્યાપ્તિ છે. આ વ્યાપ્તિ સુખાદિમાં પ્રસિદ્ધ છે. જેમ સુખાદિ આંતરિક વસ્તુ ભાસે છે. તેથી તે જ્ઞાનસ્વરૂપ છે જ. તેમ નીલાદિ વસ્તુ ભાસે છે. તેથી તે પણ જ્ઞાનાત્મક જ છે. મતલબ કે જેમ જ્ઞાનથી અભિન્ન હોવાના લીધે જ સુખાદિ પરમાર્થ સત્ છે તેમ જ્ઞાનથી અભિન્ન હોવાના લીધે જ નીલાદિ પરમાર્થ સત્ છે. આ રીતે ઉપરોક્ત વ્યાપ્તિજ્ઞાન = અનુમાન પ્રમાણ દ્વારા નીલાદિ પણ જ્ઞાનાત્મક સિદ્ધ થાય છે. (8 ચોગાચારમતમાં દૃષ્ટાન્ત અસિદ્ધિગ્રસ્ત હS જૈન :- (ન, સુવા.) હે જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર ! તમે દર્શાવેલ ઉપરોક્ત અનુમાન = વ્યાતિજ્ઞાન સત્ય નથી. કારણ કે જે સુખાદિ આંતરિક વસ્તુમાં તમે જ્ઞાનનો સર્વથા અભેદ માનો છો, તે ‘સર્વથા અભેદ' અસિદ્ધ છે. તેથી વ્યાતિગ્રહઉપાયભૂત દષ્ટાંત અસિદ્ધ બની જાય છે. તેથી વ્યાતિગ્રહ પણ અસિદ્ધ અને અસત્ય સાબિત થાય છે. સુખાદિમાં એકાંતતઃ જ્ઞાનનો અભેદ ન હોવાનું કારણ એ છે કે સુખાદિનો સ્વભાવ અને જ્ઞાનનો સ્વભાવ જુદો જુદો છે. સુખાદિ વસ્તુ આલાદન આદિ સ્વરૂપ છે, જ્યારે જ્ઞાન
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy