SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ११८४ • बाह्यान्तराकारविरोधविमर्श: 0 એ તો ચિત્રવસ્તુવિષય નીલપીતાઘાકારજ્ઞાન પણિ મિથ્યા હુઇ જાઈ. मिथोविरोधान्नैकदैकत्र सम्भव इत्येकेन तावद् मिथ्यातया भवितव्यम् । अहमाकारस्त्वबाधितः ज्ञानस्वभावरूपः सर्वत्रैवाऽनुगतश्चेति घटादिबाह्याकारः मिथ्येत्यभ्युपगम्यते। इदमप्यत्रावधेयम् - यदुत घटादेराकारत्वे एव मिथ्यात्वम्, न तु ज्ञानाकारत्वेऽभ्युपगम्यमाने । बोधाकारस्याऽऽन्तराऽऽकारतयाऽहमाकारेण साकमविरोधादिति चेत् ? तर्हि मेचकादिचित्रवस्तुगोचरं नील-पीताद्याकारं ज्ञानमपि मिथ्या स्यात्, आन्तर-बाह्याकारयोरिव એક આકાર અવશ્ય મિથ્યા હોવો જોઈએ. “હું આ આકાર તો અબાધિત જ છે. કારણ કે તે જ્ઞાનના સ્વભાવ સ્વરૂપ છે. તથા બધા જ જ્ઞાનમાં અનુગત છે. ‘હું ઘટને જાણું છું, “પટને જાણું છું - ઈત્યાદિ તમામ જ્ઞાનમાં “હું આવો આકાર અનુગતરૂપે પ્રસિદ્ધ જ છે. તેથી તેને જ્ઞાનસ્વભાવાત્મક માનવો જરૂરી છે. તેથી ‘કદં' આકાર અબાધિત સિદ્ધ થાય છે. પરંતુ ઘટાકાર, પટાકાર વગેરે આકારો સર્વ જ્ઞાનમાં અનુગત નથી. તેથી જ તેને જ્ઞાનસ્વભાવ સ્વરૂપ માની ન શકાય. કારણ કે કોઈ પણ વસ્તુ ક્યારેય સ્વભાવશૂન્ય હોતી નથી. તેથી જ “દં' આકાર અને વિષયાકાર - આ બે આકારમાંથી એક આકારને મિથ્યા = ખોટો માનવો જ્યારે જરૂરી જ બની જાય છે ત્યારે જ્ઞાનમાં ઘટાદિ બાહ્ય આકાર = વિષયાકાર મિથ્યા છે - આ પ્રમાણે અમે સ્વીકારીએ છીએ. જ અર્થાકાર મિથ્યા, જ્ઞાનાકાર સત્ય : યોગાચાર , 31 (1) અહીં એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે ઘટ-પટ વગેરેને અર્થકાર = બાહ્ય પદાર્થ આ સ્વરૂપ માનવામાં આવે તો જ તે ઘટ-પટાદિ મિથ્યા છે. જો ઘટ-પટાદિને જ્ઞાનાકાર = જ્ઞાનસ્વભાવાત્મક લ = જ્ઞાનસ્વરૂપ માનવામાં આવે તો તે મિથ્યા નથી પરંતુ પારમાર્થિક જ છે. ઘટ-પટાદિને જ્ઞાનાકાર સ્વરૂપ માનવામાં આવે તો તેને મિથ્યા માનવાની આવશ્યકતા એટલા માટે નથી રહેતી જ્ઞાનાકાર રસ આંતરિક આકાર છે અને “ઉદ' આકાર પણ આંતરિક આકાર છે. આંતર આકારનો આંતર આકાર સાથે વિરોધ હોઈ ન શકે. તેથી જ્ઞાનાકારસ્વરૂપ ઘટ-પટાદિનો ‘દં' આકારની સાથે વિરોધ આવતો નથી. તેથી એક જ જ્ઞાનમાં જ્ઞાનાકારસ્વરૂપ ઘટ-પટાદિ અને “દં આકાર બન્ને સાથે રહી શકે છે. આમ ઘટ-પટાદિને જ્ઞાનાકારસ્વરૂપે માનવામાં આવે તો તેને પારમાર્થિક માની શકાય છે. પરંતુ તેને બાહ્યપદાર્થસ્વરૂપ માનવામાં આવે તો તે મિથ્યા છે. આથી અમે વિશ્વમાં માત્ર જ્ઞાનનો જ સ્વીકાર કરીએ છીએ. તેથી જ અમારું બીજું નામ જ્ઞાનાદ્વૈતવાદી છે. / ચોગાચારમતમાં ચિત્રજ્ઞાન મિથ્યા બનવાની સમસ્યા $/ જૈન :- (તર્દિ.) જો બાહ્ય આકારનો અને આંતરિક આકારનો વિરોધ હોવાથી બાહ્ય પદાર્થ સ્વરૂપ ઘટ-પટ આદિ મિથ્યા હોય તો મેચક (નીલ, પીત આદિ વિવિધરૂપ યુક્ત મણિ) વગેરે ચિત્રરૂપવાળી = વિવિધરૂપવાળી વસ્તુનું જે જ્ઞાન નીલ-પીત વગેરે આકારવાળું થાય છે, તે જ્ઞાનને પણ મિથ્યા માનવું પડશે. કારણ કે આંતર આકારમાં અને બાહ્ય આકારમાં જેમ પરસ્પર વિરોધ છે, તેમ નીલાકારત્વરૂપે અને પીતાકારવારિરૂપે નીલ આકાર અને પીતાદિ આકાર વચ્ચે પણ પરસ્પર વિરોધ છે. અર્થાત જે
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy