SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ११८० ० कटुशब्दश्रवणे क्रोधानलानुदयोपायोपदर्शनम् । स्वभावतां सूचयति । एवमेव निमित्तकारणस्याऽपि नानास्वभावाः भवन्ति । उभयतः कार्यमुत्पद्यते । केनचित् कटु-कर्कश-शब्दोच्चारणे अस्मदीयाऽपमानकरणे वाऽस्मत्कोपोत्पत्तौ न केवलं परकीयकटुशब्दकारणता किन्तु अस्मदीयविकृतस्वभावकारणताऽपि समस्तीत्यभ्युपगन्तव्यं सहृदयतया । कटुशब्दादिलक्षणनिमित्तकार-णतः अस्मदीयविकृतस्वभावलक्षणोपादानकारणतश्च कोपानल उत्पद्यते । उपादानकारणाऽयोगे तु नैव कटुशब्दादितः क्रोधोत्पादसम्भवः, गोशालकाऽभ्याख्यातश्रीमहावीरवत् । + इत्थमेव रत्यरति-रागद्वेष-हर्षशोकादिविविधविकृत्यावर्त्तनिमज्जने केवलबाह्यविकृतनिमित्त-शब्द-परिस्थिति प्रभृतेः कारणत्वमनभ्युपगम्याऽस्मदीयविकृतस्वभावस्याऽपि कारणत्वं मन्तव्यं मध्यस्थतया। तत्प्रकर्षे च “अभिव्याप्य स्थिताः सिद्धाः अवेदा वेदनोज्झिताः। चिदानन्दमयाः कर्मधर्माऽभावेन निर्वृताः ।।” (क्षे.लो. प्र.२७/६६६) इति क्षेत्रलोकप्रकाशे विनयविजयवाचकोक्तं सिद्धरूपं प्रत्यासन्नं स्यात् ।।९/६।। છે કે ઉપાદાનકારણના સ્વભાવ અનેક છે. તથા નિમિત્તકારણના સ્વભાવ પણ અનેક છે. કાર્યની ઉત્પત્તિ તો ઉપાદાન અને નિમિત્ત – બન્નેના લીધે થાય છે. તેથી કોઈ આપણને કડવા-કર્કશ શબ્દ કહે કે અપમાન કરે અને આપણને તેના પ્રત્યે ગુસ્સો આવે તો આપણને થતા ગુસ્સામાં ફક્ત સામેની વ્યક્તિના બગડેલા શબ્દો જ કારણ છે - તેવું નથી. પરંતુ આપણો બગડેલો સ્વભાવ પણ તેમાં અવશ્ય જવાબદાર છે. આ સત્ય હકીકતનો સ્વીકાર કરવામાં આપણને બિલકુલ ખચકાટ થવો ન જોઈએ. સામેની વ્યક્તિના શબ્દો ગુસ્સાનું નિમિત્તકારણ છે તથા આપણો આત્મા ગુસ્સાનું ઉપાદાનકારણ છે. તેથી શબ્દનો બગડેલો આ સ્વભાવ અને આપણો બગડેલો સ્વભાવ - આ બન્ને ભેગા થવાથી ક્રોધાનનો પ્રાદુર્ભાવ થાય છે. ૪ ખેલદિલીને ખીલવીએ ૪ | (SSI.) જો આપણો સ્વભાવ બગડેલો ન હોય તો આપણા કાને પડતા બગડેલા શબ્દો કોપાલનું નું નિર્માણ કરવા માટે અસમર્થ છે. ગોશાળાએ કડવા શબ્દોમાં ભગવાન મહાવીરસ્વામીજી પ્રત્યે ખોટા આક્ષેપો કર્યા, દોષારોપણ કર્યા તેમ છતાં પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તેના પ્રત્યે લેશ પણ ગુસ્સે થયા ન હતા. કારણ કે કડવા શબ્દ સ્વરૂપ નિમિત્તકારણ હાજર હોવા છતાં પણ ભગવાનનો સ્વભાવ બગડેલો ન હતો, ગુસ્સાનું ઉપાદાનકારણ ગેરહાજર હતું. તેથી ગુસ્સાનું નિમિત્તકારણ અકિંચિત્કર બની ગયું. આ જ રીતે રતિ-અરતિ, ગમા-અણગમા, રાગ-દ્વેષ, હર્ષ-શોક આદિ વિવિધ વિકૃતિઓના વમળમાં આપણે અટવાઈ જતા હોઈએ; ત્યારે કેવળ બાહ્ય વાતાવરણ, બાહ્ય નિમિત્ત, બાહ્ય શબ્દો, બાહ્ય પરિસ્થિતિ વગેરેના બગડેલા સ્વભાવને કારણ માનવાના બદલે આપણા વિકૃત સ્વભાવને પણ તેમાં જવાબદાર માનવાની આપણે મધ્યસ્થતાપૂર્વક ખેલદિલી રાખવી જોઈએ. તે મધ્યસ્થતા-ખેલદિલીનો પ્રકર્ષ થાય તો ક્ષેત્રલોકપ્રકાશમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે “લોકાગ્રભાગમાં વ્યાપીને રહેલા સિદ્ધાત્માઓ વેદશૂન્ય, વેદનારહિત, ચિદાનંદમય તથા કર્મનો તાપ જવાથી અત્યંત શીતલ છે.” (૯/૬)
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy