SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ११६८ 0 सङ्क्रमकरणसिद्धान्तविचारः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - ‘कारणभेदं विना कार्यभेदोऽसङ्गत' इति शाश्वतनियम चेतसिकृत्येदमवधातव्यं यदुत अनेकशः समता-ममता-विषमतादिपरिणामपरावृत्तौ वयमपि विभिन्नाः स्यामः । गुणानुवाद-गुणिप्रशंसोपबृंहणादिकारिणो वयं परनिन्दा-तिरस्कारादिकरणे विभिन्नस्वभावशालिनो भवेम। तपश्चर्योत्तरकालं मिष्टान्न-फलाद्यासक्तौ तपस्विस्वभावः द्रुतं विगच्छेदित्यवधेयम् । वैयावृत्त्यमें करणोत्तरकालं निष्कारणमधिकारपूर्वं परेण अस्मद्वैयावृत्त्यकारणे निष्कामसेवास्वभावो विनश्येदिति न विस्मर्तव्यम् । स्वाध्यायोत्तरं विकथादिकरणे अस्मदीय-स्वाध्यायरुचिस्वभावः प्रच्युत इति स्मर्तव्यम् । एतेन ‘भगवद्भक्ति-गुणिसेवा-जीवदयादिना सातवेदनीयकर्मबन्धोत्तरकालं हिंसादिप्रवृत्तौ असातवेदनीयकर्म जीवो बध्नाति, पूर्वबद्धसातवेदनीयञ्चाऽसातवेदनीयत्वेन सङ्क्रामयतीति कर्मप्रकृतिप्रदर्शितः सिद्धान्तोऽपि व्याख्यातः, स्वभावभेदं विना कार्यभेदाऽयोगात्, कार्यभेदस्य स्वभावभेदसाधकत्वात् । इत्थमात्मस्पर्शि आध्यात्मिकं ज्ञानं श्रद्धानञ्च आत्मार्थिनम् अपवर्गमार्गेऽप्रमत्ततामुपदधाते। तद्वलेनैव “निम्ममो निरहंकारो वीयराओ अणासवो। संपत्तो केवलं नाणं सासयं परिनिव्वुओ।।” (उत्त.३५/२१) इति उत्तराध्ययन सूत्रोक्तं सिद्धस्वरूपं सत्वरमाविर्भवेत् ।।९/५।। જ આરાધના પછી વિરાધનામાં ભળી ન જઈએ જ આધ્યાત્મિક ઉપનય :- “કારણભેદ વિના કાર્યભેદ અસંગત થાય' - આ ત્રિકાલઅબાધિત નિયમ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ રીતે ઉપયોગી છે કે આપણે ક્યારેક સમતા રાખીએ અને ક્યારેક મમતામાં કે વિષમતામાં અટવાઈ જઈએ - આનો અર્થ એવો થાય કે સમતાપર્યાયને ઉત્પન્ન કરનાર આપણે મમતા-વિષમતા પર્યાયને ઉત્પન્ન કરતી વખતે બદલાઈ જઈએ છીએ. ગુણાનુવાદ-ગુણિપ્રશંસા-ઉપવૃંહણાદિ કરનાર આપણે નિંદા-પંચાત કરતી વખતે જુદા સ્વભાવને ધારણ કરીએ છીએ. તપ કર્યા બાદ મીઠાઈ, ફરસાણ, ફળ વગેરેમાં આસક્ત થવા દ્વારા તપસ્વીસ્વભાવને ગુમાવી દેતાં વાર લાગતી નથી. વૈયાવચ્ચ કર્યા બાદ નિષ્કારણ કોઈની સેવા અધિકારપૂર્વક લઈએ ત્યારે વૈયાવચ્ચીસ્વભાવ રવાના થઈ ગયો છે - આ વાત ભૂલાવી ન જોઈએ. સ્વાધ્યાય બાદ હોંશે-હોંશે ગપ્પા મારીએ, વિકથા કરીએ ત્યારે ના સ્વાધ્યાયરુચિસ્વભાવ ગેરહાજર છે - આ હકીકત પણ ધ્યાનમાં રહેવી જોઈએ. (ત્તે) ઉપરોક્ત હકીકત સત્ય હોવાથી જ “પ્રભુભક્તિ-ગુણીસેવા-જીવદયા આદિ દ્વારા શાતાવેદનીય કર્મ બાંધ્યા બાદ જીવહિંસા વગેરેમાં જોડાઈને જીવ અશાતાવેદનીય કર્મને બાંધે છે તથા પૂર્વે બાંધેલા શાતા વેદનીય કર્મને પણ અશાતાવેદનીયરૂપે પરિણાવે છે' - આ મુજબ કર્મપ્રકૃતિ = કમ્મપયડી શાસ્ત્રમાં બતાવેલો સિદ્ધાંત પણ સંગત થાય છે. કેમ કે સ્વભાવ બદલાયા વિના કાર્ય ન બદલાય. કાર્યભેદ સ્વભાવભેદનો સાધક છે. આ રીતે આત્મસ્પર્શી આધ્યાત્મિક જાણકારી અને શ્રદ્ધા સાધકને સાધનામાર્ગે અપ્રમત્ત બનાવે છે. તેના બળથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ સત્વરે પ્રગટ થાય. ત્યાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહેલ છે કે “નિર્મમ, નિરહંકાર, વીતરાગ, આશ્રવશૂન્ય, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરેલ સિદ્ધાત્મા શાશ્વત કાળ સુધી સર્વથા સ્વસ્થ બને છે.” (૯/૫) 1. निर्ममो निरहङ्कारो वीतरागः अनाश्रवः। सम्प्राप्तः केवलं ज्ञानं शाश्वतं परिनिर्वृतः।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy