SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૮ ० वात्स्यायनभाष्यसंवादः । ७२९ (२) स्थानाद् - ‘मञ्चाः क्रोशन्ति' इति मञ्चस्थाः पुरुषा अभिधीयन्ते । (३) तादर्थ्यात् - कटार्थेषु वीरणेषु व्यूह्यमानेषु ‘कटं करोति' इति भवति । (૪) વૃત્ત - “યમો રાના’, ‘વેરો રાના' તિ તદ્ વર્તત તિા (૬) મનાત્ – કાઢન મિતા: સવે ‘સાહઋસવ’ તિા. (૬) ધારVIત્ – ત્યાં ધૃતં વન્દને “તુનાવન્દનમ્' રૂતિ (૭) સાનીધ્યા - “ યાં વિશ્વત્તિ' તિ ફેશsfમથી તે સન્નિષ્ટ: (૮) યોર્ - Mોન રા યુ: શીટેજ: “” રૂત્યમથીયા (૨) સ્થાનથી = તાણ્યથી “માંચડાઓ ચીસાચીસ કરે છે. માંચડા કોલાહલ કરે છે' - આવા પ્રકારનો આરોપ થાય છે. અહીં માંચડો કોલાહલ નથી કરતો. પરંતુ માંચડા ઉપર ચઢેલા - રહેલા માણસો અવાજ કરે છે. તેથી “માંચડો’ શબ્દથી માંચડા ઉપર રહેલા પુરુષોને જણાવવામાં આવે છે. (વ્યાખ્યાન સમયે ગેલેરીમાં રહેલા માણસો શોર-બકોર મચાવતા હોય ત્યારે “આ ગેલેરી કેમ અવાજ કરે છે ?' આ પ્રમાણે વાક્યપ્રયોગ થાય છે તે પ્રસ્તુત તાચ્યનિમિત્તક આરોપ સમજવો.) (૩) તાદર્થ્ય એટલે તેના માટે પોતાનું હોવાપણું. કટ = સાદડી (કે ચટાઈ) માટે વરણ (તંતુ કે સળીઓ) વણવામાં આવે ત્યારે “આ માણસ કટને કરે છે' - આ પ્રમાણે બોલવામાં આવે છે. અહીં કટ માટે વીરણ વણાતા હોવાથી વીરણમાં કટનો અભેદ ઉપચાર કરીને આ વાક્યપ્રયોગ થાય છે. (૪) વૃત્ત એટલે આચરણ. રાજા યમ જેવું ક્રૂર આચરણ કરે ત્યારે રાજાને “યમ” કહેવામાં આવે છે. તથા રાજા જ્યારે કુબેર જેવું ઉદાર આચરણ કરે ત્યારે રાજાને “કુબેર' કહેવામાં આવે છે. આ વૃત્તનિમિત્તક ઉપચાર જાણવો. (૫) માન એટલે માપ. આઢકથી માપેલા સાથવાને આઢક કહેવાય છે. (આઢક જૂના કાળનું એક માપ છે. જેમ વર્તમાનમાં કીલો, અડધો કીલો, ૧૦૦ ગ્રામ વગેરે માપથી અનાજ મપાય છે. આ તેમ પૂર્વના કાળમાં આઢક, દ્રોણ વગેરે માપથી ધાન્યને માપવાનું કામ થતું હતું.) આઢકપ્રમાણ સાથવામાં આઢકનો અભેદ આરોપ કરીને તે સાથવાને (= ચણાના સેકેલા લોટને) આઢક કહેવાય છે. (૬) ધારણનિમિત્તક પણ આરોપ થાય છે. જેમ કે તુલામાં = ત્રાજવામાં ધારણ કરાયેલા ચંદનને લાવવું હોય તો ત્રાજવાનો ચંદનમાં આરોપ કરીને “ત્રાજવું લાવ” આ પ્રમાણે જે વ્યવહાર થાય છે. તે ધારણનિમિત્તક આરોપ કહેવાય છે. અહીં “ત્રાજવું' શબ્દથી ‘ત્રાજવામાં ધારણ કરાયેલા ચંદન’ - એવો અર્થ ગ્રહણ કરવો અભિપ્રેત છે. (૭) સામીપ્યથી “ગંગામાં ગાયો ચરે છે' - આ પ્રમાણે ઉપચાર થાય છે. પ્રસ્તુતમાં ગંગા નદીની અંદર ગાયો ચરતી નથી. પરંતુ ગંગાનદીની બાજુમાં રહેલ મેદાનમાં ગાયો ચરે છે. તેમ છતાં તે મેદાન ગંગાની બાજુમાં હોવાથી તેમાં ગંગાનો ઉપચાર કરીને ઉપરોક્ત વાક્યપ્રયોગ કરવામાં આવે છે. અહીં ગંગા' શબ્દથી ગંગાસમીપવર્તી મેદાન અર્થ અભિપ્રેત છે. (૮) યોગની અપેક્ષાએ પણ ઉપચાર થાય. જેમ કે કાળા રંગથી રંગેલા કપડાને “શ્યામ' કહેવાય. તે યોગનિમિત્તક ઉપચાર સમજવો. વાસ્તવમાં તો રંગ = વર્ણ કાળો છે, વસ્ત્ર નહિ. છતાં શ્યામરૂપના યોગથી વસ્ત્રને શ્યામ કહેવાય છે. અહીં “શ્યામ” શબ્દની શ્યામરૂપવાન વસ્ત્રમાં લક્ષણા કરવી અભિમત છે.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy