SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬/૮ • लक्षणामूलकव्यञ्जनावर्णनम् । ७२३ ___इह लक्षणामूला शाब्दी व्यञ्जना लब्धावसरा, अभिधा-लक्षणयोः प्रकृतार्थप्रत्यायनाऽसमर्थत्वात् । प तदुक्तं साहित्यदर्पणे विश्वनाथकविना “लक्षणोपास्यते यस्य कृते तत्तु प्रयोजनम्। यया प्रत्याय्यते सा स्याद् रा व्यञ्जना लक्षणाऽऽश्रया ।।" (सा.द.२/१५) इति । तद्वृत्तिस्त्वेवम् "गङ्गायां घोषः - इत्यादौ जलमयाद्यर्थबोधनाद् अभिधायां तटाद्यर्थबोधनाच्च लक्षणायां विरतायां यया शीतत्व-पावनत्वाद्यतिशयादिः बोध्यते सा लक्षणमूला શ્નના(તા.૮.૨/૧૬ પૃ.) રૂતિ. आलङ्कारिकाणामिदमाकूतम् - 'तीरे घोषः' इति प्रयोगे स्वाधीने सम्भवत्यपि 'गङ्गायां क घोषः' इत्यनन्वितप्रयोगकरणं घोषगतशैत्य-पावनत्वादिव्यञ्जनार्थम् । तत्र गङ्गापदेन जहल्लक्षणया : કહેવામાં આવે છે, તેમ ઉપરોક્ત વાત સમજવી. લક્ષણામૂલક શાદી વ્યંજનાની વિચારણા જ (દ.) અહીં જણાવેલ અર્થને દર્શાવવા માટે પ્રસ્તુતમાં લક્ષણામૂલક શાબ્દી વ્યંજનાને અવસર મળે છે. કારણ કે શબ્દની અભિધાશક્તિ કે લક્ષણાશક્તિ અહીં ઉપરોક્ત અર્થને જણાવવા માટે અસમર્થ છે. વિશ્વનાથકવિરાજે સાહિત્યદર્પણ ગ્રંથમાં આ અંગે જણાવેલ છે કે “જેના માટે લક્ષણાનો આશ્રય કરવામાં આવે છે તે પ્રયોજન શબ્દની જે શક્તિ દ્વારા પ્રતીત થાય તે શબ્દશક્તિ અહીં વ્યંજના = લક્ષણામૂલક વ્યંજના કહેવાય છે.” “પ્રસ્તુત બાંય ઘોષ' ઈત્યાદિ સ્થળોમાં શબ્દની અભિધા નામની પ્રથમ મુખ્ય શક્તિ “ગંગા' પદથી જલમય પ્રવાહવિશેષ સ્વરૂપ મુખાર્થનો બોધ કરાવીને અટકી જાય છે. તથા શબ્દની લક્ષણા નામની દ્વિતીય ગૌણ (ઉપચરિત) શક્તિ “ગંગા' પદથી કિનારા સ્વરૂપ લક્ષ્યાર્થીને જણાવીને શાન્ત થઈ જાય છે. આ અવસરે ગંગાતટવર્તી ઘોષમાં શીતલતા અને પવિત્રતા વગેરે સ્વરૂપ છે અતિશય = આધિક્ય = અધિકાર્થ = અર્થાન્તર જણાવવા માટે શબ્દની વ્યંજના નામની ત્રીજી શક્તિ કામ કરે છે. પ્રસ્તુતમાં શીતલતા વગેરે અધિક અર્થની પ્રતીતિ શબ્દની જે શક્તિ દ્વારા થાય છે તે ! લક્ષણામૂલક વ્યંજના કહેવાય છે.” આ પ્રમાણે સાહિત્યદર્પણવૃત્તિમાં જણાવેલ છે. 0 આલંકારિકમતનું તાત્પર્ય | (.) અલંકારશાસ્ત્રના નિષ્ણાતોનો અહીં એવો અભિપ્રાય છે કે “તીરે ઘોષ' આ પ્રમાણે વાક્યપ્રયોગ કરવો એ વક્તાને આધીન છે. તે મુજબ બોલવા માટે વક્તા સ્વતંત્ર હોવા છતાં તે “ યાં ઘોષ આવો પ્રયોગ કરે છે. વાસ્તવમાં ઘોષ ગંગામાં નથી. પણ તેના કિનારે છે. તેથી ઘોષનો જેમાં અન્વય થાય તેવા પ્રકારનું આ વાક્ય નથી. અન્વિત વાક્યપ્રયોગના બદલે અનન્વિત વાક્યપ્રયોગ કરવાની પાછળ આર્યજનોનું કોઈક પ્રયોજન હોવું જોઈએ. નિષ્ઠયોજન અનન્વિત વાક્યપ્રયોગ શિષ્ટ પુરુષો ન કરે. પ્રસ્તુતમાં “ Tયાં ઘોષ' આવા અનન્વિત વાક્યપ્રયોગને કરવાનું પ્રયોજન છે ગંગાતટવર્તી ઘોષમાં શૈત્ય, પાવનત્વ આદિ અતિશયોની અભિવ્યક્તિ. “ગંગાના કિનારે ઘોષ હોવાથી તેમાં શૈત્ય, પાવનત્વ વગેરે છે' - આ બાબતનું શ્રોતાને ભાન કરાવવા માટે વક્તા “ Tયાં ઘોષ?' આવો વાક્યપ્રયોગ કરે છે. જો કે “ગંગા' શબ્દ જહદ્ લક્ષણા (= મુખ્ય અર્થને છોડીને તાત્પર્યાર્થને જણાવનારી લક્ષણા) દ્વારા કિનારાનો બોધ કરાવી શકે છે. તેમ છતાં પણ ઘોષગત શીતલતા, પવિત્રતા વગેરે ગુણધર્મોની શ્રોતાને
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy