SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ७१६ ० नानासम्प्रदायानुसारेण नैगमनयस्वरूपवैविध्यम् । श्रीशीलाङ्काचार्यस्तु सूत्रकृताङ्गसूत्रवृत्तौ “सामान्य-विशेषात्मकस्य वस्तुनः नैकेन प्रकारेण अवगमः = - परिच्छेदः निगमः। तत्र भवः = नैगमः। नैकगमो वा नैगमः = महासामान्याऽपान्तरालसामान्य-विशेषाणां - परिच्छेदकः। तत्र (१) महासामान्यं = सर्वपदार्थानुयायिनी सत्ता, (२) अपान्तरालसामान्यं = द्रव्यत्व ग -जीवत्वाऽजीवत्वादिकम्, (३) विशेषाः = परमाण्वादयः तद्गता वा शुक्लादयो गुणाः। तदेतत्त्रितयम् अपि સી છતિ” (ભૂ.કૃ.યુ.જી.ર/મ.૭/ધૂ.૮૧ પૃ.૪ર૬) રૂાદેવધેયમ્ . _ “निगमो हि सङ्कल्पः। तत्र भवः तत्प्रयोजनो वा नैगमः।” (प्र.क.मा.पृ.६७६) इति प्रमेयकमलमार्तण्डे પ્રમાવા પર્તન “મૈથું Tચ્છતીતિ નિમ: નિમ: = વિવસ્વ તત્ર મ = નૈ(ગ્રા.પુ.પૂ.૭૬) તિ + आलापपद्धतौ देवसेनवचनं व्याख्यातम्, वस्तुनोऽनुत्पादेऽपि तत्सङ्कल्पमात्रमपि वस्तुतयाऽभ्युपगच्छन् ण नैगम इत्यर्थः । इदमेवाऽभिप्रेत्य विद्यानन्दस्वामिना तत्त्वार्थश्लोकवार्तिके नयविवरणे “सङ्कल्पो निगमः के तत्र भवोऽयं तत्प्रयोजनः। तथा प्रस्थादिसङ्कल्पः तदभिप्राय इष्यते ।।” (त.श्लो.१/३५/३२) इत्युक्तम् । अयमेव क्रमशो विशुध्यन् वक्ष्यमाणे भाविनैगमे साम्प्रतनैगमे च समाविशतीत्यवधेयम् । # નૈગમનચના ત્રણ વિષય # (શ્રીશ.) શ્રીશીલાંકાચાર્યજી તો સૂયગડાંગસૂત્રવ્યાખ્યામાં નૈગમનયનો પરિચય આ રીતે આપે છે. કે “વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે. આવી વસ્તુનો અનેક પ્રકારે નિશ્ચય કરવો તે નિગમ કહેવાય. આવા નિશ્ચયને વિશે પ્રવર્તવાથી જે અભિપ્રાય ઉત્પન્ન થાય તે નૈગમ. અથવા અનેક પ્રકારોનો = વસ્તુધર્મોનો ગમ = નિશ્ચય નૈગમ કહેવાય. (૧) મહાસામાન્ય, (૨) અવાન્તર સામાન્ય અને (૩) વિશેષ - આ વસ્તુગત ત્રણ ગુણધર્મોનો નિશ્ચય નૈગમનય કરે છે. આ ત્રણ ગુણધર્મોમાં (૧) સર્વ પદાર્થમાં રહેનારી સત્તા તે મહાસામાન્ય કહેવાય છે. (૨) સત્તાના વ્યાપ્ય દ્રવ્યત્વ, જીવત્વ, અજીવત વગેરે સામાન્યધર્મો અવાન્તરસામાન્ય કહેવાય છે. (૩) તથા પરમાણુ વગેરે દ્રવ્યો કે તેના શુક્લરૂપ વગેરે ગુણો વિશેષ કહેવાય છે. નૈગમનય વસ્તુગત આ ત્રણેય ગુણધર્મોને માન્ય કરે છે.” તા (“નિ.) પ્રમેયકમલમાર્તડ ગ્રંથમાં પ્રભાચંદ્ર નામના દિગંબર વિદ્વાને જણાવેલ છે કે “નિગમ એટલે સંકલ્પ. સંકલ્પને ઉદેશીને જે પ્રવર્તે અથવા સંકલ્પ જ જેનું પ્રયોજન હોય તે નૈગમનય કહેવાય. સ આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “જે એકને ન પામે તે નિગમ કહેવાય. નિગમનો અર્થ છે વિકલ્પ. તેનાથી જે ઉત્પન્ન થાય તે મૈગમ કહેવાય.” મતલબ કે જે વસ્તુ હજુ ઉત્પન્ન ન થઈ હોય તો પણ તેના સંકલ્પમાત્રને જે વસ્તુસ્વરૂપે ગ્રહણ કરે તે નૈગમનય કહેવાય છે. આ જ અભિપ્રાયથી તત્ત્વાર્થોકવાર્તિકમાં નયવિવરણપ્રકરણમાં વિદ્યાનંદસ્વામીએ જણાવેલ છે કે “નિગમનો અર્થ સંકલ્પ છે. સંકલ્પને ઉદ્દેશીને જેની ઉત્પત્તિ થઈ હોય તે નૈગમ કહેવાય. અથવા સંકલ્પ જેનું પ્રયોજન હોય તે નૈગમનય કહેવાય. તેથી “લાકડા વગેરેમાં પ્રસ્થક વગેરેનો સંકલ્પ એ પણ પ્રસ્થક જ છે' - આવો અભિપ્રાય નૈગમનયને માન્ય છે.” પ્રસ્થકના સંકલ્પને પ્રસ્થકસ્વરૂપે સ્વીકારનાર પ્રસ્તુત નૈગમ ક્રમશઃ શુદ્ધ થતો જાય છે. તથા આગળ બતાવવામાં આવશે તે ભાવિનૈગમમાં અને વર્તમાનનૈગમમાં તે શુદ્ધ નૈગમ સમાઈ જાય છે. તે વાતને ખ્યાલમાં રાખવી.
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy